શું કરવા છે વાળને ટૂંક સમય માં જ ચમકદાર અને લાંબા? તો જરૂરથી અનુસરો આ સરળ ટીપ્સ…

Spread the love

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સુંદર દેખાય. તેને સુંદર દેખાવા માટે તેના વાળ સારા લાગે તે ખૂબ મહત્વનુ છે. જ્યારે આપણે કોઈ સ્ત્રીના લાંબા કાળા અને ઘાટા વાળ જોઈએ ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કેટલા સુંદર વાળ છે. ત્યારે ઘણા કહે છે કે તેને આટલા સુંદર વાળ વારસામાં મળ્યા છે અને ઘણા કહે છે કે તે વાળનું ખૂબ સાંભળ રાખે છે. આજના પ્રદૂષણ અને ખરાવ જીવનશૈલીને કારણે લાંબા કાળા અને ઘાટા વાળ મેળવવાનું ઘણા લોકોનું સપનું છે. આજે આપણે આવા કેવી રીતે બને તેના વિષે જાણીએ. તેનાથી તમારું આ સપનું પૂરું થઈ જશે.

સૂતી વખતે વાળમાં દાંતિયો ફેરવવો :

જ્યારે આપણે રાતે સુવા માટે જઈએ ત્યારે આપણે વાળમાં દાંતિયો ફેરવવો જોઈએ. આવું કરવાથી વાળ તંદુરસ્ત રહે છે. આવું થવાનું કારણ એ છે કે માથાની ત્વચા પર દાંતિયાનું ઘર્ષણ થવાથી તેમાં રહેક તેલ છૂટું પડે છે. તે વાળમાં ફેલાય છે અને તેનાથી વાળને કુદરતી મોઇશ્ચરાઇઝર મળવા લાગે છે.

કેમિકલનો ઉપયોગ ન કરવો :

ઘણા લોકોને વાળમાં કલર કરાવાઓ ખૂબ પસંદ હોય છે. અત્યારે બજારમાં ઘણા કેમિકલ વાળા કલર મળે છે. તેનાથી આપના વાળ ખૂબ સારા લાગે છે પરંતુ તેનાથી લાંબા ગાળે નુકશાન પણ થાય છે તેનાથી વાળ નબડા પાડીને તૂટવા લાગે છે અને તે બે મોઢા વાળા બની જાય છે. તેનાથી તેનો વિકાસ થઈ શકતો નથી.

પૌષ્ટિક આહાર લેવો :

વાળની સુંદરતા માટે આપણો ખોરાક જવાબદાર હોય છે. આપણે વાળ માટે ક્યૂ તેલ અને ક્યૂ શેંપું ઉપયોગ કરીએ છીએ તેના પર વાળનું આરોગ્ય નિર્ભર કરતું નથી. તમે કેવો આહાર લો છો તેના પર વાળનું આરોગ્ય નિર્ભર છે. તમારે વધારે પ્રોટીન વાળો આહાર ખાવો જોઈએ. સુકોમેવો, ફણગાવેલા કઠોળ, આખું અનાજ અને માછલી જેવી વસ્તુ ખાવી જોઈએ. વાળ માટે પ્રોટીનની સાથે વિટામિન એ, સી અને ઇ, ઝીંક, આયર્ન જેવા ઘણા તત્વોની જરૂર પડે છે.

થોડા થોડા સમયે વાળને ટ્રીમ કરવો :

તમે જાણીને આશ્ચર્યમાં પડી જશો કે વાળને લાંબા કરવા માટે તેને થોડા સમયે કાપવા પડે છે. તમારે તેના છેડેથી થોડા થોડા કાપતા રહેવું જોઈએ. તેનાથી બે મોઢાવાળા વાળ નિકાઈ જાય છે. તે વાળને સ્વસ્થ રાખે છે તેનાથી વાળનો વિકાસ સારી રીતે થઈ શકે છે.

નિયમિત શેમ્પૂ ન કરવું :

તમને પણ આ આદત હોય તો આજથી જ આને બદલો જે વાળમાં કુદરતી તેલ બને છે તે વારંવાર શેમ્પૂ કરવાથી બંધ થઈ જાય છે તેથી તમારે અઠવાડિયામાં એક કે બે વાર જ શેમ્પૂ કરવું જોઈએ. તેનાથી માથાની ત્વચાનું તેલ છૂટું પડે કને વાળને કુદરતી રીતે ભેજ મળે. તેનાથી વાળ સ્વસ્થ રહે છે.

તેને ધોવા ઠંડા પાણીનો ઉપયોગ કરો :

ઘણા લોકો બધી ઋતુમાં ગરમ પાણીથી નહાતા હોય છે ત્યારે તે આને ધોવા માટે શેમ્પુનો ઉપયોગ પણ ગરમ પાણીમાં કરે છે તે ન કરવું જોઈએ. તેનાથી ખરાબ અસર થાય છે તેથી આને હમેશા સાદા પાણીથી ધોવા જોઈએ.

રેશમી ઓશિકા પર માથું રાખીને સૂવું જોઈએ :

સામાન્ય વ્યક્તિ કોટનના ઓશિકાના કવર માથું રાખીને સૂતા હોય છે. તેની જગ્યાએ રેશમનું કવર વાપરવું જોઈએ. આનાથે તે તૂટતાં નાથા અને તેનાથી તેનો સારી રીતે વિકાસ થઈ શકે છે.

હેર સ્ટાઇલિંગ ટૂલ્સનો ઉપયોગ તળાવો જોઈએ :

આપણે ક્યારેય પણ હેર સ્ટાઈલ ટુલ્સનો ઉપયોગ ન કરવો જોઈએ તે છતા ઘણા લોકો અમુક વાર આનો ઉપયોગ કરતાં હોય છે. તેમાં બને એટલું તાપમાન ઓછું રાખવું જોઈએ. વધારે વાળને ગરમ કરવાથી તે નબડા પાડવા લાગે છે તેની સાથે તે સૂકા પણ બની જાય છે.

ત્વચા પર ધ્યાન આપવું :

બજારમાં વાળને સુદર બનાવવા માટે ઘણા પ્રસાધનો મળે છે. તે ઘણા પ્રસાધન તમને ફાયદો પણ કરે છે પરંતુ તેનાથી તમાર વાળની ત્વચા સૂકી તો નથી બની ગઇને તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ. ત્વચા આર રહેલું તેલ રહેતું નથી તેનાથી વાળના મૂળ સ્વસ્થ રહી શકતા નથી.

ભીના વાળમાં દાંતિયો ફેરવી વખતે ધ્યાન રાખવું :

ભીના વાળમાં દાંતિયો ફેરવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું કારણકે ત્યારે વાળ સૌથી વધારે નબડા હોય છે. બને તો ભીના વાળમાં દાંતિયો ન ફેરવો. ફેરવો તો દંતીયને કોમળતાથી ફેરવો. ઓળાથી વખતે તેને નીચેથી ગૂંચ કાઢતા જાવને ધીમે ધીમે આગળ વધતાં જવું. તમારે મોટા અને પહોડા દાંતા વાળા દાંતિયાનો ઉપયોગ કરવો.

બોડી ક્લીંઝિંગથી દૂર રહેવું જોઈએ :

ઘણા નિષ્ણાંત એવું કહે છે આનાથી આપનું જીવન બદલાય જાય છે. પરંતુ તેનાથી વાળને ઘણું નુકશાન થાય છે. આ પદ્ધતિ અપનાવવાથી શરીમાં રહેલ ન્યુટ્રિશન દૂર થાય છે તેને અસર વાળ પર થાય છે.

વિટામિન સી યુક્ત આહાર લેવો :

તમારા આહાર માથી તમને જોઈતા વિટામિન ન મળે ત્યારે ડોકટર પાસેથી તમારે મળતી વિટામીનની દવા લેવી. વાળ, ત્વચા અને નખ માટે પૂરતા વિટામિન મેળવવા ખૂબ જરૂરી છે. આ કરવાથી વાળમાં ખૂબ લાભ થતાં જણાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *