શું કમરના નીચેના ભાગે થાય છે અસહ્ય દુખાવો? તો જરૂરથી કરવા જોઈએ આ ચાર ઉપાય, મળશે રાહત…

Spread the love

ઘણા લોકોને શરીરનો દુખાવો થતો હોય છે ત્યારે તે આ દુખાવાને સામાન્ય માને છે. ઘણી વાર સૂતા પહેલા બેસીએ ત્યારે દુખાવો થતો હોય છે અને ઘણી વાર ખભામાં દુખાવો થતો હોય છે. ઘણા કમરના દુખાવાથી પરેશાન હોય છે. આ દૂખાવો થવાનું ચાલુ થાય ત્યારે સામાન્ય લાગતો નથી પરંતુ થાડા સમય પછી તે ગંભીર થવા લાગે છે.

અત્યારની જીવન જીવવાની રીતને કારણે પીઠનો દુખાવો અને કમરનો દુખાવો જેવી તકલીફ થવા લાગે છે.વધારે પડતી આ સમસ્યા જે લોકો નોકરી કરે છે તે લોકોને કલાકો સુધી એક જગ્યાએ બેસવું પડે છે તેથી તેને આ સમસ્યા રહે છે. તેથી કરોડરજ્જુને ટેકો આપતા સ્નાયુઓ તાણ અનુભવીને તેમાં દુખાવો થવા લાગે છે.

તમારે કોઈ પણ જગ્યાએ સતત બેસીને કામ ન કરવું જોઈએ. તમારે વચ્ચે થોડી વાર માટે વિરામ લેવાની જરૂર પડે છે. કામની જગ્યાએ રામદાયક રહેવું ખૂબમહત્વ ધરાવે છે. જ્યારે તમે કલાકો સુધી એક જગ્યાએ બેસો છો ત્યારે તમને પીઠનો દુખાવો થાય છે. તમને તમને પણ આ તકાલેફ હોય ત્યારે તેને દૂર કરવા માટે આજે આપણે કેટલાક ઉપાય વિષે જાણીએ.

આદુથી રાહત મળે છે :

કમરનો દુખવો દૂર કરવામાં આદું ખૂબ મહત્વ ધરાવે છે. તેના માટે તાજા આદુંના ૪ થી ૫ ટુકડા લેવા અને તેમાં તમારે બે કપ પાણી નાખવું. તેને તમારે ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકાળવું. તે પછી તેને ઠંડુ કરીને તેમાં થોડું મધ નાખીને તમારે તેને સારી રીતે ભેળવી દેવું જોઈએ. તમે આ રોજે સેવન કરો છો તો તમને પછરના દુખાવાથી રાહત મેળવી શકાય છે.

તુલસીનો આ ઉપાય કરવો :

આનાથી કમળાના દુખાવામાં રાહત મળે છે. તેના માટે તમારે ૮ થી ૧૦ તુલસીના તાજા પાન લેવા અને પાણી નાખીને તેને ઉકાળવું. તે અડધું થાય ત્યારે તેને તમારે ઠંડુ થાય ત્યારે તેમાં એક ચપટી મીઠું તેનું સેવન કરવું જોઈએ. આનું સેવન રોજે કરવાથી કમરના દુખાવા માથી રાહત મેળવી શકાય છે.

ખસખસ :

આના બીજને કમરનો અને પીઠનો દુખાવો દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપચાર ગણાવામાં આવે છે. તેના માટે એક કપ આ બી લેવા અને તેના એક કપ ખાંડ પીસેને લઈ તેને ભેળવવું. તે ભેળવેલા મિશ્રણને રોજે સવારે અને સાંજે એક ગ્લાસ દૂધ સાથે બે ચમચી ભેળવીને તેને લેવાથી તમને જલદી આરામ મળે છે.

લસણથી આરામ મળે છે :

લસણમાં બળતરા દૂર કરવાના ગુણ રહેલા હોય છે. તેથી તે આપના શરીર માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તેથી તમે પીઠ અને કમરના દુખાવા માથી હમેશા માટે રાહત મેળવવા માટે તમારે તમારે ૩ થી ૪ લસણની કળી લેવી અને તેને કાળી થાય ત્યાં સુધી તમારે સરસવના તેલમાં ઉકાળવી. શરદી થાય ત્યારે આ તેલથી તમારે મસાજ કરવાથી તમને તરત રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *