શું હવે કંટાળી ગયા છો સફેદ વાળની તકલીફ થી? તો આજે જ અજમાવો આ ચમત્કારિક ઘરગથ્થુ ઉપાય ! ચોક્કસ મળશે ગમતું પરિણામ

Spread the love

ગ્રે વાળ માટેના ઘરેલુ ઉપચાર :

અત્યારના સમયમાં નાની ઉમરે ઘણા લોકોને વાળ પર સફેદી પરત આવવા લાગે છે. તેની પાછળનુ કારણ એ હોય છે કે, વાળને જોઈતુ પોષણ ના મળતુ હોય તો તેના માટે અમુક ઘરગથ્થુ ઉપચાર અજમાવવા જોઈએ. તેનો ઉપયોગ કરીને તમે વાળની સફેદ પરતને ફરીથી કાળી કરી શકો છો. તેનાથી તમને હમેશા માટે આ સમસ્યાથી છુટકારો મળી શકે છે.

જ્યારે આપણી ઉમર વધે અને આપણે વૃદ્ધત્વ તરફ જાતા હોય ત્યારે તેના પહેલા સંકેત આપણી ત્વચા અને વાળ પર દેખાવા લાગે છે. તે ખૂબ ખરાબ લાગે છે. ગ્રે વાળ વૃદ્ધત્વનું નિશાની છે પરંતુ, ઘણા લોકોની નાની ઉમરે જ વાળ સફેદ થવા લાગે છે. તેનાથી તમારા મગજને અસર થાય છે. તેનાથી તમારી સુંદરતા અને આત્મવિશ્વાસ ઘટે છે. આનું એક મહત્વનુ કારણ તણાવ પણ હોય શકે છે. આ સિવાય જ્યારે શરીરમાં વિટામીન બી-૧૨ અને આયર્નની કમી હોય ત્યારે પણ આ સમસ્યા સર્જાય છે.

અત્યારની જીવનશૈલી અને ફાસ્ટફૂડને કારણે આ તકલીફ ખૂબ વધી રહી છે. આપણને ફાસ્ટફૂડ ખાવાથી પ્રોટીન, આયર્ન, વિટામિન અને ખનીજ અને બીજા પોષક તત્વો શરીરને મળતા નથી. તેથી તમારે ભોજનમાં ખાસ કાળજી લેવી જોઈએ. આ સાથે તમારે કેટલાક ઘરેલુ ઉપાય પણ કરવા જોઈએ. આ પ્રયાસ કરવાથી તમારા સફેદ થયેલા વાળને ફરીથી કુદરતી રીતે કાળા કરી શકે છે.

સફેદ વાળને ફરીથી કાળા કરવા માટેના ઉપાય :

આમળા મેથી હેર પેક :

આમળમાં વિટામિન સી વધારે માત્રામાં રહેલું હોય છે. તેની સાથે મેથીમાં પોષક તત્વો વધારે હોય છે. તેથી આ બંને વસ્તુ સાથે ભેળવીને તેને વાળમાં લગાવથી આપના વાળને ઘણા લાભ થાય છે. તેની સાથે જે વાળ સફેદ થાય છે તે અટકી જાય છે. તેના માટે આલને સૂકવીને અથવા તેનો પાઉડર બજારમાં મળે છે તે લઈ શકો છો. મેથીને પીસી લેવી. તે પછી આ બંને વસ્તુને તમારે સાથે ભેળવીને પાણીની મદદથી તેનો લેપ બનાવો. તેને તમારે સૂતા પહેલા વાળમાં લગાવવું જોઈએ. તે પછી સવારે વાળમાં હળવું શેમ્પૂ કરવું.

મીઠા લીમડાનું તેલ અને નાળિયેર તેલ :

મીઠા લીમડાના પણ આપના વાળને વિટામિન બી આપે છે તે વાળની કોશિકાઓમાં મેલામાઇન સુધારવામાં ખૂબ મદદ કરે છે.તેનાથી વાળ સફેદ થતાં નથી. તેના માટે પહેલા લીમડાના પાન અને નાળિયેર તેલ કાળું ન થાય તેવી રીતે સાથે ભેળવીને તેને ઉકાળવું. આને ઠંડુ કરીને તેને રાતે સૂતી વખતે વાળમાં લગાવવું. તેને હળવા હાથે મસાજ કરો અને સવારે તેને શેમ્પુથી ધોઈ લેવું.

લીંબુનો રસ અને બદામના તેલનો ઉપાય :

બદામના તેલમાં વિટામિન ઇ રહેલું હોય છે. તે વાળના મૂળમાં પોષણ આપવાનું કામ કરે છે. તે વાળને મૂળથી મજબૂત બનાવે અને વાળને સફેદ થતાં અટકાવે છે. લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલા હોય છે. તે વાળનો વિકાસ સારી રીતે કરે છે. તેથી બદામના તેલના થોડા ટીપાં અને લીંબો રસ ભેળવીને તેને ટાળવામાં અને વાળમાં સમાજ કરવું. તેને ૩૦ મિનિટ માટે રાખીને તેને શેમ્પુથી ધોઈ લેવું જોઈએ.

બ્લેક ટી :

પાણીમાં બે ચમચી ચા પત્તી નાખીને તેને ઉકાળવી. તેમાં એક ચમચી મીઠું નાખવું. તે ઉકાળી જાય તે પછી તમારે તેને ઠંડુ કરીને તેનાથી વાળને ધોવા જોઈએ. તેનાથી વાળને કુદરતી રીતે કાળો રંગ આપે છે. તેનાથી વાળની ચમક વધે અને તેનાથી વાળને કોઈ નુકશાન થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *