શું ઘટાડવું છે વજન? તો આ રીતે કરવું પડશે ગરમ પાણી સાથે ગોળ નુ સેવન, જાણીલો તેને બનાવવાની રીત…

Spread the love

ગોળ આપના માટે ખૂબ જરૂરી છે. તેનાથી આપના શરીરને ઘણા લાભ મળી શકે છે. તેમાં રહેલા વિટામિન ઇ, સી, બી, સુક્રોઝ, ગ્લુકોઝ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડંટ હોય છે. તે આપના આરોગ્યનું ધ્યાન રાખે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આની સાથે હુંફાળું પાણી ભેળવીને પીવાથે તેના ફાયદા વધી જાય છે. તેના વિષે આજે આપણે જાણીએ.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :

ગોળને હૂંફાળા પાણી સાથે પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલ ટટવો જેવા કે મિનરલસ અને એન્ટી ઓક્સિડંટ આપની રોગપ્રતિકારાક શક્તિને વધારવાનું કામ કરે છે. તેનાથી આપણે અનેક બીમારીથી બચી શકીએ છીએ.

આ ઋતુમાં શરીરને ગરમ રાખે છે :

આની પ્રકૃતિ ગરમ હોય છે તેથી આને આ ઋતુમાં ખાવામાં આવે છે. આનું સેવન કરવાથી આપના શરીરનું તાપમાન સ્થિર રહી શકે છે. આનું સેવન કરવાથી રક્ત પાતળું બને છે. તેનાથી શરીરમાં ગરમી પેદા થાય છે. તેથી તે આપના માટે ખૂબ લાભદાયી છે.

પેટને સ્વસ્થ રાખે છે :

હૂંફાળા પાણીમાં ગોળ ભેળવીને સવારે ભૂખ્યા પેટે પીવાથી તમને એસિડિટી, કબજિયાત અને અપચા જેવી ઘણી પેટને લગતી સમસ્યા માથી મુક્તિ અપાવે છે. પેટમાં દુખાવો થતો હોય ત્યારે તમારે આને પીવાથી પેટમાં દુખાવો દૂર કરે છે અને પેટને લગતી બધી તકલીફ પણ દૂર રાખે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે :

જે લોકોનો વજન વધારે હોય અને તેને ઘટાડવામાં માટે તમે પ્રયત્ન કરો છો તે છતા પણ વજન ઓછું ન થાય ત્યારે તમારે આ બંનેને સાથે લેવું જોઈએ. તેનાથી આપનું મેટબોલીઝમ વધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરને ડિટોક્સ કરી શકાય છે તેનાથી આપણને વજન ઘટાડવામાં સફળતા મળશે.

ફ્લૂથી બચાવે છે :

આ ઋતુમાં ઘણા પ્રકારના ફ્લૂ શરીરમાં રહે છે. તેનાથી આપણે વારંવાર બીમાર પડી જઈએ છીએ. તેના માટે આને પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેનાથી આપણને કોઈ બીમારી થતી નથી તે બીમારીના કીટાણુને વધતાં અટકાવે છે. તેમાં રહેલ ફેનોલીક યોગિક ઓક્સીડેટીવ સંક્રમણના કીટાણુ સામે લડવાની શક્તિ આપે છે તેનાથી તણાવ ઘટાડીને શરીરને સ્ફૂર્તિ આપે છે.

આ પીણું આ રીતે બનાવવું :

એક ગ્લાસ હૂંફાળા પાણીમાં તમારે એક ચમચી ગોળનો પાઉડર ભેળવી લેવો. તમારે ઈચ્છા હોય તો તમે તેમાં લીંબુ પણ નાખી શકો છો. તેનાથી સ્વાદ વધે અને તેમાં વિટામિન સી રહેલું હોય છે. તેથી તેને હમેશા હૂંફાળા પાણીમાં જ પીવું જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવું કે પાણી વધારે ગરમ ન હોય. આને તમારે સવારે ભૂખ્યા પેટે પીવું. ડાયાબિટીસ વાળા વ્યક્તિએ આનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણકે આમાં ઇસેમીક ઇન્ડેક્ષ હોવાથી તે અચાનક શુગર વધારી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *