શું ઘરમા વધી ગયો છે મચ્છરોનો આતંક, તો આજે જ અજમાવો આ ઘરેલુ ઉપાય, તુરંત જ જોવા મળશે આવું પરિણામ

Spread the love

મચ્છર ભેજવાળા અને ઠંડા વાતાવરણમાં વધારે જોવા મળે છે. તે પાણીના ખાબોચિયા ભરેલા હોય ત્યાં ખૂબ મચ્છર થાય છે. જે જ્ગ્યાએ સૂર્યનો પ્રકાશ ન આવતો હોય ત્યાં ભેજ રહે છે. તેથી ત્યાં તેનો ઉદભવ થાય છે. તેમાં નર અને માદા પ્રકારના મચ્છર રહેલા હોય છે. તેમા  માદા મચ્છર આપણાં લોહીને પીવે છે. નર મચ્છર એ વૃક્ષોમાં રહે છે અને તેમનું જીવન ગુજારે છે.

તેનાથી દૂર રહેવા માટે આપણે કેટલીક અગરબતીઑ સળગાવીએ છીએ. તેથી આપણાથી તે દૂર રહે છે. ઘરની આજુબાજુ ગંદકી ન કરવી જોઈએ. તેથી મચ્છર ન થાય અને આપણને કોઈ રોગની સમસ્યા ન થાય. શરીરમાં કેટલાક લોકોને લીંબુનું તેલ અને નિલગિરીનું તેલ શરીરના ખુલ્લા ભાગ પર લગાવવાથી મચ્છર કરડતા નથી. લીમડાનો ધુમાડો કરવાથી તે દૂર રહે છે.

લસણની કળીને પાણીમાં નાખીને તેને ઉકાળવી જોઈએ. તેની સુગંધ વાતાવરણમાં ફેલાતા તેનાથી મચ્છર જતાં રહે છે. ઘરમાં એક બોટલમાં બીયર રખવાથી મચ્છરનું પ્રમાણ ઘટે છે. બરફને એક વાસણમાં રાખવાથી હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ થી તે દૂર થાય છે. કપૂરને સળગાવીને તેને ઘરમાં રાખવાથી મચ્છર દૂર થાય છે. બહારના મચ્છરો ઘરમાં આવતા નથી.

તુલસી મચ્છર માટે ખૂબ જરૂરી છે. ઘરની અંદર તેનો છોડ રાખવાથી મચ્છર થતાં નથી. આયુર્વેદમાં તેને એક ઔષધિ તરીકે ઓળખાવી શકાય છે. લીમડો અને તેનું તેલ મચ્છર દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેમાં એંટીફંગલ, એંટી વાયરલ જેવા તત્વો રહેલા હોય છે. કાળો, બ્લૂ જેવા કલરના કપડાં બહાર બેસતી વખતે કે બહાર જતી વખતે ન પહેરવા જોઈએ. ઘાટા કલરથી તે વધારે આકર્ષે છે.

આપણા ઘરમાં તુલસી, ફૂદીનો, અજમા, વગેરે જેવા છોડ રાખવા જોઈએ. તેનાથી મચ્છર ઘરમાં પ્રવેશતા નથી. ઘરની આજુબાજુ લીમડો અને નિલગિરી જેવા ઝાડ વાવવા જોઈએ. તેનાથી આપના ઘરમાં અને બાજુના ઘરના લોકોને તેનાથી બચી શકાય છે. મચ્છરથી બચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *