શું ગેસના કારણે છાતીમા થાય છે દર્દનાક પીડા…? તો આજે જ અજમાવો આ ઘરેલુ ઉપચાર, ચુટકીમા થઇ જશે દર્દ છુમંતર…

Spread the love

મિત્રો, અત્યારે ફાસ્ટફૂડ લોકોમા ખૂબ જ પ્રિય બન્યું છે. બજારમા મળતો ખુલ્લો અને વાસી ખોરાક ખાવાથી પેટની સમસ્યા થાય છે. પાચનશક્તિ નબળી પડવાને લીધે પેટમાં ગેસ અને બીજી પણ ઘણી સમસ્યા થાય છે. આ ગેસ ને લીધે પણ બીજી ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. ગેસ વધવાને લીધે છાતીમાં દુખાવો અને ગભરાહટ થાય છે. જો તમને પણ ગેસને લીધે છાતીમાં દુખાવો થતો હોય તો આજે આપણે તેને દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર જોઈશુ.

જો તમને વારેવારે મળ દ્વારે વા છૂટ અવાજ સાથે અથવા અવાજ વગર થાય છે. ક્યારેક ખૂબ જ વાસ પણ આવે છે. મોઢેથી ઓડકાર ન આવે અથવા મળદ્વારેથી પણ વાછૂટ ન થાય તો ગેસ શરીરની અંદર જ રહે છે તો તેને વાયુની ત્રીજી ગતિને તિર્યક ગતિ કહેવાય છે. વાયુની આ ગતિ ક્યારેક મોટી સમસ્યા પણ ઉત્પન્ન કરે છે.

આ ગેસ છાતીમાં ભરાય તો ભારે દુખાવો પેદા કરે છે અને માણસ બેચેની અને મૂંઝવણ અનુભવે છે. જે આ ગેસ માથામાં જાય તો માથામાં ભારે દુખાવો કરે છે અને ડોક જકડાઈ જાય છે. પિત વાયુની સમસ્યા મટાડવા માટે શંખવટી શંખ ભસ્મનો ઉપયોગ કરી શકાય છે. એકોનાઈટ વચ્છનાગની પ્રમાણસર માત્રા શંખવટીમા હોય છે, જે વાયુનો નાશ કરે છે અને તેમા અનેકવિધ પાચન તત્વો સમાવિષ્ટ હોય છે.

પેટ સાફ રાખવા માટે અજમો, સિંધાલૂણ, હરડે મીંઢી આવળની ફાકી રાત્રે સૂતી વખતે એક ચમચી ખાવાથી કબજિયાત દૂર થશે અને પેટ સાફ રહેશે. ઘણા લોકોને ગેસને લીધે ઊલટી પણ થાય છે. તો આવી ગેસની સમસ્યાને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. તેના માટે તમારે બેકિંગ સોડાની જરૂર પડશે. તેના માટે બેકિંગ સોડામા લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ખૂબ ઓછા સમયમાં ગેસ પેટ બહાર નીકળી જશે.

હિંગ ગેસને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ નાખી ને પીવાથી ગેસ માં જલદી રાહત મળી જશે. પપૈયાંમાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જે કબજિયાત દૂર કરવા અને પેટને સાફ રાખવા માટે કામ કરે છે. જો તમે અપચો થાય તો લીંબુ પાણી પીવાથી ફાયદો થશે. તમે દહીં પણ ખાઈ શકો છો. કાળા મરી પણ ગેસને દૂર કરવા માટે ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. દૂધમાં કાળા મરીનો પાવડર નાખીને પીવાથી ગેસ માંથી રાહત મળશે. અજમો અને જીરું ચાવીને ખાવાથી છાતીમાં રહેલા ગેસ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *