શું ગરમીથી છો તમે પણ પરેશાન? લાગી રહી છે લૂ તો આજે જ અજમાવો આ રામબાણ ઈલાજ અને મેળવો રાહત…

Spread the love

હવે ગરમીના દિવસો સારું થઈ રહ્યા છે, જેને કારણે આપણે ઘણી સમસ્યા થાય છે. લુ લાગવાથી આપણા પગના તળિયા બળવા લાગે છે, આંખમાં બળતરા થવા, ચક્કર આવવી જેવી અનેક સમસ્યા લુ લાગવાથી થાય છે. આવી સ્થિતિમાં કેવી રીતે લુથી બચવું તેના ઉપાયો વિષે આજે આપણે વાત કરીશું. આમલીમાં વિટામીન, ખનીજો ભરપુર પ્રમાણમાં હોય છે..

તે માટે થોડી આંબલીને લઈ ગરમ પાણીમાં પલાળવી. ત્યાર પછી તેમાં થોડી સાકર નાખી આ પાણી પીવાથી તે આપણા શરીરનું તાપમાન ઘટાડે છે. આંબલીનો રસ પેટના રોગને પણ દુર કરે છે. મેથીના સુકા પાનને પાણીમાં પલાળી દો. એક કલાક બાદ તેને સારી રીતે મસળીને ગળી લો. આ પાણીની અંદર થોડુક મધ ભેળવીને પીવાથી લૂ લાગતી નથી.

નારિયેળ પાણી પીવામાં જેટલું સ્વાદિષ્ટ છે તેના ફાયદા પણ તેટલા જ છે. રોજ નારિયેળ પાણી પીવાથી લૂ નથી લગતી. તે આપણી રોગપ્રતિકારક શક્તિને સારી બનાવે છે. ફુદીનાનું પાણી પણ ખુબ ફાયદાકારક હોય છે. તે માટે આઠ થી દસ ફુદીનાના પાન ને લઈ પલાળી રાખો. તેવું કરવાથી ફુદીના માં રહેલા પોષક તત્વ પાણીમાં મિક્સ થઈ જશે, અને ગમે ત્યારે તમને તરસ લાગે ત્યારે આ પાણી પીવાથી ગરમીમાં લુ ઓછી લાગે છે. `

ઉનાળામાં વધુ તરસ લાગે છે ત્યારે સાદું પાણી પીવાને બદલે ઘણાનું પાણી પીવાથી તેમાં રાહત મળે છે. તેને બનાવવા માટે ઘણાને થોડા સમય સુધી પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ તેને પીસીને તેમાં ખાંડ મિક્સ કરી તે પાણી પીવાથી રાહત મળે છે. ઉનાળામાં લૂથી બચવા માટે ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી ઠંડી હોય છે જેથી રોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.

શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ હોય તો દિવસમાં ત્રણ થી ચાર લીટર પાણી પીવું જોઈએ. સાંજે કાળી દ્રાક્ષના સાત થી આઠ દાણા પલાળીને તેને સવારે ખાવાથી અને તેનું પાણી પીવાથી રાહત થાય છે. ગરમીમાં વારંવાર પાણી પીવું જોઈએ. જેને લીધે આપણા શરીરમાં પાણીની માત્ર ઘટતી નથી. ભૂલથી પણ જયારે બહારથી આવો ત્યારે ગરમ પાણી ન પીવું જોઈએ. થોડી વાર બેસી પછી પાણી પીવું. ગરમીની ઋતુમાં જયારે પણ બહાર જાવ ત્યારે જમીને જવું. ક્યારેય ખાલી પેટે બહાર ન જવું જોઈએ.

જયારે પરસેવો વધુ આવે ત્યારે ઠંડું પાણી બિલકુલ ન પીવું જોઈએ. કેરી, તરબૂચ, મોસંબી, લીચી જેવા ફળો ખાવાથી લુ માંથી બચી શકાય છે. તે ઉપરાંત છાસ, લસ્સી અને શરબત વારંવાર પીતા રહેવું જોઈએ. ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું. લુ થી બચવા માટે શાકભાજીના જ્યુસ પીવા જોઈએ.

એ.સી. કે કૂલરમા બિલકુલ ઠંડા સ્થાન પર હોય અને અચાનક બહાર જવાનું થાય તો તરત ગરમ જગ્યા પર ના જાઓ, તેના કારણે લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે. ગરમીની ઋતુમાં ગોળ, ટમેટાની ચટણી, નાળિયેર અને પેઠા ખાવા જોઈએ, જેનાથી પણ લૂ નો ભય ઓછો રહે છે. ગરમીના કારણે શરીરમાં ઓરીની સમસ્યા થઈ ગઈ હોય તો ચણાના લોટને પાણીમાં ભેળવી અને તે જગ્યા પર લગાવવાથી રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *