શું દાંતની સફાઈ કરતા પહેલા તમે પણ તમારા ટૂથબ્રશને પાણીમાં પલાળો છો? તો જરૂરથી જાણીલો આ વાત…

Spread the love

આપણે બધા નિયમિત રીતે દાંતને સાફ કરવા માટે બ્રશ કરીએ છીએ. બ્રશ કરવા છતાં પણ ઘણી વાર દાંતને લગતી તકલીફ થાય છે જેમકે તેની વચ્ચે જગ્યા થવી, દાંતોમાં સડો આવવો, પાયોરિયા થવા અને પેઢામાં દુખાવો થવો, તેમાથી લોહી નીકળવા અને સોજો આવી જવો જેવી તકલીફ થાય છે. આ તકલીફ અત્યારે સામાન્ય બની ગઈ છે. દાંતના નિર્માણમાં મિનરલ, વિટામિન એ અને ડી, કેલ્સિયમનું ખાસ મહત્વ રહેલું હોય છે.

તેથી તેને સ્વસ્થ રાખવા માટે અને તેને બચાવવા માટે તેની ખાસ સંભાળ રાખવી જોઈએ. મોટાભાગના લોકો જ્યારે બ્રશ કરે છે ત્યારે તે બ્રશને પાણીમાં પલાળે છે.આજે આપણે તેના વિષે જાણીએ. જ્યારે આપણે બ્રશ કરીએ તે માટે ટૂથ બ્રશને પાણીમા પલાળતા હોઈએ છીએ ત્યારે બ્રશના તાર પાતળા થઈ જાય છે. તેના લીધે દાતને સાફ કરવાની ક્ષમતા સાવ ઓછી થઈ જાય છે. આપણે આપના દાતને તંદુરસ્ત રાખવા ખૂબ જ જરૂરી છે.

તેને આપણે હમેશા ચમકીલા રાખવા જોઈએ. તેનાથી તમારા દેખાવમાં વધારો થાય છે. પરંતુ ઘણી વાર આપણે તેની સારી રીતે કાળજી રાખે શકતા નથી. તેના લીધે તે પીળા પડી જાય છે. આજે આપણે જાણીએ કે જ્યારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ.

નિષ્ણાંતના કહેવા પ્રમાણે આપણે આવી ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. તેનાથી તમારું ટુથબ્રશ ખરાબ થઈ જાય છે. તેનાથી તમારા દાંત સરખી રીતે સાફ થઈ શકતા નથી. ખરાબ બ્રશ કરવાથી તમને ઝાડા કે ત્વચાને નુકશાન પણ થઈ શકે છે. તેથી તમારે દાંતને સાફ કરવા માટે જે બ્રશનો ઉપયોગ કરો છો તેને પણ તમારે સ્વચ્છ રાખવું જોઈએ.

ભીના બ્રશ માં જ્યારે તમે ટુથ-પેસ્ટ લગાવો છો તો તેનાથી તે ડાયલ્યુટ થવા લાગે છે. જેના હિસાબે તેની અસર સાવ ઓછી થઈ જાય છે. તેથી તમને આવી આદત હોય તો તેને બદલવી જોઈએ. તમારે બ્રશને ભીનુ કરવું હોય તો તમારે તેને એક મિનિટથી વધારે ક્યારેય ભીનુ ન રાખવું જોઈએ. નહીં તો તેનાથી તમારા દાંતને ઘણું નુકશાન થઈ શકે છે.

આ સિવાય તમે આ ઉપાય પણ કરી શકો છો. તેના માટે તમારે દાંતને નાઇલોનના બ્રશથી ઘસવા ન જોઈએ. તેની જગ્યાએ તમારે મંજનનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે તમારે તેને આંગળીની મદદ વળે પેઢા અને દાંત ની વચ્ચે સારી રીતે ૧૦ મિનિટ માટે લગાવીને રાખવું જોઈએ. તેના લીધે મો માથી ખરાબ પાણી નીકળી જશે. ત્યાર બાદ તમારે દાંતને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *