શું છે આ કોરોના ને માત આપનાર “ભીલવાડા મોડેલ”, જેને વીસ દિવસ ની અંદર હરાવ્યો કોરોના ને અને ફેલાતા પણ રોકયો, જાણો કેવી રીતે?

Spread the love

મિત્રો, હાલ આપણા દેશમા કોરોના ના ચેપ ના કારણે અંદાજિત ૬૩૯૯ જેટલા લોકો બીમાર થઈ ચૂક્યા છે. આ આંકડો જૂનો છે પરંતુ, કોરોના હાલ કઈ ઝડપે વધી રહ્યો છે તે સ્થિતિ દર્શાવે છે. હાલ , ઘણા સ્થળોએ કોરોના ના કેસોમા ઘટાડો થયો છે પરંતુ, મોટાભાગના સ્થળોએ કોરોના ચેપમાં વધારો થયો છે. આવી પરીસ્થિતિ મા ભિલવાડા મોડેલ હાલ ખુબજ ચર્ચામા આવી રહ્યુ છે.

મીડિયા ના અહેવાલો થી લઈને ટવીટર ના અનેક યુઝર્સ ભિલવાડા મોડેલ ને અપનાવીને કોરોના ને સમાપ્ત કરવાની વાત જણાવી રહ્યા છે. આવી સ્થિતિમા, તે જાણવુ આવશ્યક છે કે ભીલવાડા મોડેલ શું છે તથા તેના દ્વારા કોરોના સામે કેવી રીતે જીતી શકાય છે. રાજસ્થાનના ભિલવાડા શહેર એ ૨૦ દિવસની અંદર કોરોનાને હરાવી દીધો હતો . રાજસ્થાન મા કોરોના ના કુલ ૪૩૦ દર્દીઓ આવ્યા છે.

જ્યારે ભિલવાડામા ૨૭ લોકો ને કોરોના નો ચેપ લાગ્યો હતો. વાસ્તવિકતા મા તો ભિલવાડા મા ૨૭ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યું છે. પહેલા દિવસે ૧૯ કેસ હતા. બીજા દિવસે વધુ પાંચ કેસ આવતા જ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટે કર્ફ્યુ લગાવી દીધો હતો. ૩ એપ્રિલ ના રોજ ૧૦ દિવસીય મહાકરફ્યુ લાદવામા આવ્યો હતો. આ કોરોના ને રોકવામા તે નિર્ણય એક માઇલસ્ટોન સાબિત થયો હતો.

ત્રણેય દાક્તર સહિત ૨૧ લોકો ને ચેપ લાગ્યો હતો. ભિલવાડા ગ્રામ્ય વિસ્તાર મા ૫૫ વોર્ડમા સિટી કાઉન્સિલ દ્વારા બે વાર સ્વચ્છતા અભિયાન ચલાવવામા આવ્યો હતો. દરેક શેરી તથા દરેક કોલોની મા હાયપોક્લોરાઇડ નો છંટકાવ કરવામા આવતો હતો. આ સિવાય જે દવાખાના માંથી ચેપ ફેલાયો હતો તે પણ સીલ કરાયુ હતુ. ૨૨ ફેબ્રુઆરી થી ૧૯ માર્ચ સુધીના દર્દીઓ ની એક યાદી તૈયાર કરવામા આવી હતી.

૪ રાજ્યો ના ૩૬ અને રાજસ્થાન ના ૧૫ જિલ્લાના ૪૯૮ દર્દીઓ. આ બધી માહિતી એકત્રિત કરીને તેના પર નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ. દવાખાના ના ૨૫૩ સ્ટાફ અને જિલ્લાના ૭ હજાર દર્દીઓ ની તપાસ કરાઈ હતી. પહેલી વખત આખા દેશમા ૨૫ લાખ લોકોની સ્ક્રીનિંગ કરવામા આવી. તે ૬ હજાર કર્મચારીઓ દ્વારા કરવામા આવી હતી. ૭ હજાર થી વધુ શંકાસ્પદ ઘરોને ક્વોરોન્ટાઇન કરવામા આવ્યા હતા.

૨૪ હોટલો, રિસોર્ટ્સ અને ધર્મશાળાઓમા ૧ હજાર લોકોને ક્વોરોન્ટાઇન કરવામા આવ્યા હતા. ભિલવાડા ગ્રામ્ય વિસ્તાર મા માહિતી સંગ્રહ પર વિશેષ ભાર મૂકવામા આવ્યો હતો. આરોગ્ય વિભાગ ની ટીમ રાત્રી ના ૩ વાગ્યા સુધી ચેપગ્રસ્ત અને તેમની મુલાકાત લેતા લોકો ની માહિતી એકઠી કરતી હતી. બીજા દિવસે સવારે કલેક્ટરના ટેબલ પર એક અહેવાલ આવ્યો.

દાક્તરો ૭ દિવસ ફરજ બજાવે છે અને ત્યારબાદ ૧૪ દિવસ માટે ક્વોરોન્ટાઇન મા રહેતા હતા. કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ ની સારવાર કરતી વખતે દાક્તર ને ચેપ લાગ્યો હતો, તેથી તેઓ ૭ દિવસ ની ફરજ બાદ ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઇન્ડ હતા. પરિણામે, ૬૯ કર્મચારીઓ માંથી એક ને પણ હજુ સુધી ચેપ લાગ્યો નથી. ભિલવાડા મા ૨૦ માર્ચ ના રોજ પહેલો કોરોના દર્દી મળ્યો.

જે પછી ૩ થી ૧૩ એપ્રિલ સુધી ૧૦ દિવસ માટે કરફ્યુ લગાવવામા આવ્યો છે. જ્યા પણ કોરોના નો ચેપ લાગ્યો હતો ત્યા પણ કરફ્યુ લગાવવામા આવ્યો હતો. વહીવટી તંત્રએ જિલ્લાની તમામ સરહદો ને સીલ કરી દીધી હતી. ૨૦ ચેકપોસ્ટ બનાવીને ત્યાં પોલીસ કર્મચારીઓ ને ઉભા રાખવામા આવ્યા હતા. જેથી કોઈ બહારથી ના આવી શકે અને જિલ્લાની બહાર જઇ શકે નહી.

તમામ બસો અને ટ્રેનો ને પણ રોકી દેવામા આવી હતી. લોકો ને રાશન પહોંચાડવા માટે, સરકારી સ્ટોર્સ, રાશન ની વસ્તુઓ, ફળો-શાકભાજી અને ડેરીની વસ્તુ ઘર સુધી પહોંચાડવામા આવતી હતી. ભિલવાડામા અમે પહેલા તબક્કામા કોરોના ની સામે મહાન યુદ્ધ જીત્યુ છે. અત્યાર સુધીમા ૨૧ દર્દીઓ રિક્વર થઈ ચૂક્યા છે. લોકોને સામાજિક અંતર નુ અનુસરણ કરાવવા પર ભારણ મૂકવામા આવ્યુ હતુ.

આ કારણોસર ભીલવાડામા કોરોના કેસ આગળ વધ્યા નહીં. મહા કર્ફ્યુ મા ૩ હજાર પોલીસ કર્મચારીઓ અને ૧ ડઝન વરિષ્ઠ અધિકારીઓ તૈનાત કરાયા છે. ભીલવાડા મોડેલ ની સફળતા બાદ આ અટકળો દેશ ના બાકી ના વિસ્તારો મા લાગુ પડી શકે તેવી અટકળો ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *