શું અવારનવાર નસ પર નસ ચડી જતા દુખાવો થાય છે? તો આ રહ્યા સાત ઘરગથ્થું ઉપાય, દુખાવો થઇ જશે મીનીટો મા દુર…

Spread the love

મિત્રો, શરીરના કોઈપણ ભાગ પર નસ ચડી જવી એ એક સર્વસામાન્ય સમસ્યા બની ગઈ છે. શુ તમને ખ્યાલ છે કે આ સમસ્યાના કારણે તમારા શરીરને અનેકવિધ હાની પહોંચી શકે છે. ઘણીવાર રાતના સૂતી વખતે પગ સ્ટ્રેચ થઇ જાય છે અને તેના કારણે નસ પર નસ ચડી જાય છે, જેથી આપણને અસહ્ય પીડાનો અનુભવ થાય છે. આ સમસ્યા દરમિયાન તમને પગમા દુ:ખાવો , બળતરા , પગ સુન્ન પડી જવા , પગમા ઝણઝણાટી થવી વગેરે જેવી પીડાઓનો અહેસાસ થાય છે.

આ સમસ્યા એવી છે કે, ક્યારે , ક્યા અને કઈ નસ ચડી જશે તેના વિશે કોઈપણ વ્યક્તિ અનુમાન લગાવી શકતુ નથી. આપણાં શરીરમા અંદાજે સાડા છસ્સો માંસપેશીઓ છે, જેમાથી બસ્સો માંસપેશીઓમા મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટનો દુ:ખાવો થઈ શકે છે. મસ્ક્યુલર સ્પાજમ અથવા મસલ નોટના કારણે ઘૂંટણની નીચે, ઘૂંટણની પાછળ, પગના આગળના ભાગમા, પાની, પંજા, હિપ્સ, બંને ખભા, કમર, ગરદન, છાતી, કોણી, આંગળીઓ, અંગૂઠા, જડબા, કાનની આજુબાજુ, અડધુ માથુ, પગનો અંગૂઠો વગેરે એટલે કે પગથી લઈને માથા સુધી શરીરના કોઈપણ અંગમા પીડાનો અનુભવ કરી શકો.

નસ પર નસ ચડી જવાના અમુક કારણો :

  • જો તમે ડાયાબીટીસની સમસ્યાથી પીડાતા હોવ અથવા તો ડાઈયુરેટીક મેડીસીનનુ સેવન કરતા હોવ તો તમને આ સમસ્યા થઇ શકે. જો તમે કોલેસ્ટ્રોલને નિયંત્રણમા લાવવા માટેની મેડીસીન અથવા હૃદય માટેની કોઈ દવાનુ સેવન કરતા હોવ તો તમને આ સમસ્યા થઇ શકે.

  • વધુ પડતો વ્યાયામ કરવાથી અથવા તો વધુ પડતો પરિશ્રમ કરવાથી પણ તમે આ સમસ્યાથી પીડાઈ શકો. વધુ પડતુ સ્મોકિંગ અને ડ્રીંક કરવાના કારણે શરીરમા પોષકતત્વોની ઉણપ સર્જાય છે અને પરિણામે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. લાંબા સમય માટે એક જ સ્થિતિમા બેસી રહેવાના કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે.

ઉપાય :

  • જો તમે પુષ્કળ પ્રમાણમા ફાઈબર મળી રહે તેવા ભોજન જેમકે , બ્રાઉન બ્રેડ , રોટલી અને ફળનુ સેવન કરો છો તો તમને આ સમસ્યા સામે રક્ષણ મળી શકે છે. જો તમે નિયમિત વહેલી સવારે ઉઠીને વોકિંગ કરો છો તો તમારા પગની નસો મજબુત બને છે અને આ સમસ્યા ઉદભવતી નથી. જો તમે પગની નીચે જાડા તકિયા રાખી પગને આ તકિયા પર ઊંચા રાખીને સુવો તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

  • દારુ , સિગરેટ અને નશાવાળી વસ્તુઓના સેવનને નિયંત્રિત કરવુ જેથી, આ સમસ્યામા રાહત મેળવી શકાય છે. જ્યારે શરીરના કોઈપણ ભાગ પર નસ ચડી જાય તો તે ભાગની હળવા હાથે માલીશ કરવામાં આવે તો આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય. જયારે પણ નસ ચડી જાય ત્યારે તે ભાગ પર જો તમે બરફ લગાવો છો તો આ સમસ્યામા રાહત મળે. જો તમે ડાયાબીટીસની સમસ્યાથી પીડાવ છો તો અમુક વિશેષ પ્રકારની સાવચેતી રાખીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *