શું ૩જી મે બાદ પણ ગુજરાતમા લોકડાઉન લંબાશે? આ રાજ્યોએ આપી દીધા છે સંકેત

Spread the love

મિત્રો, આપણી કેન્દ્ર સરકાર નુ કહેવુ એવુ છે કે, અમુક રાજ્ય હજુ ૧૬મી મે સુધી લોકડાઉન વધારવા ઈચ્છે છે. આ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓડિશા હાલ ૩જી  મે પછી પણ લોકડાઉન વધારી શકે તેવા સંકેત આપી રહ્યા છે. આ સિવાય અન્ય છ રાજ્યો જેમ કે, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક એવુ જણાવે છે કે, તે કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવાશે તેનુ યોગ્ય રીતે પાલન કરશે.

તો આસામ, કેરળ અને બિહાર જેવા રાજ્યો ની સરકાર એવુ કહે છે કે, તે સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાથે થનારી બેઠક બાદ કોઈ નિર્ણય લેશે. તેલંગણા એ આખા દેશમા એકમાત્ર એવુ રાજ્ય છે કે જેણે લોકડાઉનના સમયગાળા ને પહેલે થી જ ૭મી મે સુધી વધારી દીધો છે. તે આ સમયગાળો પૂર્ણ થશે તેના ૨ દિવસ અગાઉ આગળ શુ કરવુ? તેનો નિર્ણય લેશે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે ના મત મુજબ મુંબઈ અને પૂણેમા ૧૮ મે સુધી રાજ્યના ૯૨ ટકા મામલા સામે આવ્યા છે. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, હાલ ગુજરાત રાજ્યમા કોરોના પોઝિટિવ કેસનો આંકડો કુલ ૩૦૦૦ ને પણ પાર થઈ ચૂક્યો છે. હાલ, રાજ્યમા સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી સામે આવ્યા છે.

કેન્દ્ર સરકારના હુકમ મુજબ આજથી અમુક દુકાનો ખોલવા માટે રાજ્યમા મંજુરી આપવામા આવી હતી પરંતુ, વર્તમાન સમયમા જે પ્રમાણે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તે પરિસ્થિતિ ને ધ્યાનમા રાખીને રાજ્ય સરકારે હાલ આ ચારેય મહાનગરોમા દુકાનો ખોલવા માટેની મંજુરી પરત ખેંચી લીધી. અહી ૩ મે સુધી ફક્ત કરિયાણા અને દવાની દુકાનો જ ખોલવાની મંજુરી આપવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *