શું ૨૦૨૦ છે ભયંકર ? આવનાર ત્રીસ દિવસો મા સર્જાશે ત્રણ ગ્રહણ, જાણો આ ગ્રહણો ની કેવી રેહશે અસર

Spread the love

મિત્રો, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, જેની અસર સંપૂર્ણ સંસાર પર પડે છે. આવનાર વર્ષમા ત્રણ વાર ગ્રહણ લાગશે. આવનાર વર્ષમા ચંદ્રગ્રહણની સાથે પહેલા ગ્રહણકાળનો પ્રારંભ થશે. ત્યારપછી થોડા સમય બાદ સૂર્યગ્રહણ લાગશે, આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશ સહિત એશિયા અને દક્ષિણ-પૂર્વ યૂરોપમા પણ જોઈ શકાશે. ત્યારબાદ હજુ એક ચંદ્રગ્રહણ લાગશે જે આ વર્ષનુ ત્રીજુ ચંદ્રગ્રહણ હશે.

પરંતુ, આ ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમા જોવા મળે નહી. આ ચંદ્રગ્રહણ અમેરિકા, આફ્રિકા, દક્ષિણ પૂર્વ યૂરોપમા જોવા મળી શકે છે. આ ખગોળીય ઘટના પર સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો અને જ્યોતિષ શાસ્ત્રીઓની નજર છે. આ ગ્રહણો ની આપણા દેશ પર વધારે અસર થશે તેવી સંભાવના છે. તો ચાલો હવે જાણીએ આ ગ્રહણ દુનિયા પર કેવો પ્રભાવ પાડશે તેમજ ગ્રહણ ની સાથે સંકળાયેલી અમુક બાબતો.

ગ્રહણનો અર્થ :

સૂર્ય ગ્રહણ :

જ્યારે સૂર્યગ્રહણ થવાનો હોય ત્યારે ચંદ્રમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે.

ચંદ્ર ગ્રહણ :

જ્યારે ચંદ્રગ્રહણ થવાનો હોય ત્યારે પૃથ્વી ચંદ્રમાની સાવ પાછળ આવી જાય છે.

આ ગ્રહણ થી પડતા પ્રભાવ :

આપણા હિન્દુ ધર્મ મા ગ્રહણ નો પ્રકોપ ઘણો વધુ પ્રમાણ મા થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આપણા દેશ તેમજ સંપૂર્ણ દુનિયા માટે જૂન માસ મા લાગનાર સૂર્યગ્રહણ ખૂબ જ મહત્વનુ છે. આ ગ્રહણ મિથુન રાશિમા રહેશે. આ ગ્રહણકાળમા મંગળ મીન રાશીમા બેઠો છે અને તેની નજર સૂર્ય, બુધ, ચંદ્રમા અને રાહુ પર છે, જે અત્યંત અશુભ સંકેત છે. ગ્રહણ કાળમા શનિ, બુધ, ગુરૂ અને શુક્ર જેવા મહત્વપૂર્ણ ગ્રહ આડી ચાલ ચાલે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોની આ આડી ચાલથી સંપૂર્ણ સંસારમા હાહાકારની સ્થિતિ ઉદભવી શકે છે.

જ્યોતિષશાસ્ત્રમા આ વાતનો ઉલ્લેખ કરવામા આવેલો છે કે, જ્યારે કોઈ મોટો ગ્રહ આડી ચાલ ચાલે છે તો વિશ્વમા કુદરતી આફતો આવવાની સંભાવના વધી જાય છે. કુદરતી આફતોથી અનેક પ્રકારની હાની પહોંચી શકે છે. ગ્રહોની આ સ્થિતિના કારણે સરહદો પર તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. કુદરતી આફતો માટે પણ આ સ્થિતિ યોગ્ય નથી. જ્યોતિષીગણના મુજબ વર્ષનુ સૌથી પહેલુ સૂર્યગ્રહણ મૃગશિરા નક્ષત્રમા લાગશે. આ સૂર્યગ્રહણનો પ્રભાવ સૌથી વધુ જોવા મળશે.

ગ્રહણ સાથે સંકળાયેલી અમુક ધાર્મિક માન્યતાઓ :

હિન્દુ ધર્મની પૌરાણીક માન્યતાઓ મુજબ ગ્રહણ કાળમા પ્રભુની વિશેષ પૂજા-અર્ચના કરવી જોઈએ તથા વૈદિક મંત્રોનો મંત્રોચ્ચાર કરવો જોઈએ. ગ્રહણ કાળમા ચંદ્રમાના કિરણો મોટાભાગે દુષ્પ્રભાવ પેદા કરે છે, જ્યારે આ કિરણો ભોજન પર પડે છે ત્યારે તે ભોજન પણ દુષીત થઈ જાય છે.

સ્કંદપુરાણમા પણ આ વાતનો ઉલ્લેખ છે કે, જો કોઈ વ્યક્તિ ગ્રહણકાળમા અન્ય વ્યક્તિના ઘરે ભોજન ગ્રહણ કરે છે તો તેના છેલ્લા બાર વર્ષનુ પુણ્ય સમાપ્ત થઈ જાય છે. ગ્રહણ કાળ લાગ્યા પહેલા ભોજન અને પાણીમા તુલસીના પત્તા રાખી દેવા જોઈએ. જેથી ભોજનની શુદ્ધતા યથાવત રહે છે. પુરાણોમા એ વાતનો પણ ઉલ્લેખ છે કે, જો ગ્રહણકાળમા જાતક ભોજન કરે છે તો તેને પાચન સંબંધિત સમસ્યાઓ ઉદભવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *