શુ ૧૫ મી જૂન બાદ ફરી એકવાર સમગ્ર દેશમા લાગૂ કરવામા આવશે સંપૂર્ણપણે લોકડાઉન? જાણો આ વિષે સરકાર શુ કહે છે

Spread the love

મિત્રો, કોરોના વાયરસના હાહાકારને રોકવા માટે સમગ્ર દેશમા ૨૫ માર્ચથી લાગુ કરવામા આવેલા લોકડાઉનમા સરકાર હવે ધીમે-ધીમે છૂટછાટ આપી રહી છે ત્યારે હાલ વર્તમાન સમયમા સોશિયલ મીડિયા પર એક મેસેજ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, હાલ જૂનની ૧૫ તારીખ બાદ ફરી એવાર દેશમા સંપૂર્ણપણે લોકડાઉન લાગૂ થઇ શકે.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજમા એવો સ્પષ્ટ દાવો કરવામા આવી રહ્યો છે કે, આવનારી ૧૫ જુનના રોજ ફરી એકવાર સમગ્ર દેશમા સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામા આવે તેવા ગૃહમંત્રાલય દ્વારા સંકેત આપવામા આવી રહ્યા છે. આ વાયરલ મેસેજમા ટ્રેન અને હવાઈ સફર પર બ્રેક લગાવવાની પણ વાત કરવામા આવી રહી છે.

કોરોના અંગે સોશિયલ મીડિયા પર ખોટી ન્યૂઝ ફેલાવાનરા લોકોથી રહો સાવચેત :

પી.આઈ.બી.એ. ફેક્ટ ચેક નામના એક ટ્વિટર એકાઉન્ટમા એક પોસ્ટ મુકવામા આવી છે. આ પોસ્ટમા કોરોના અંગે ફેક ન્યુઝ ફેલાવતો એક ફોટો અપલોડ કરવામા આવ્યો છે. જેમા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, ગૃહ મંત્રાલય દ્વારા ટ્રેન અને હવાઈ યાત્રા પર પ્રતિબંધની સાથે ૧૫ જૂનથી દેશમા ફરીથી સંપૂર્ણપણે લોકડાઉન લાગૂ કરવામાં આવી શકે છે. પરંતુ, આ ન્યુઝ સદંતર ખોટી છે. કોરોના વિશેની કોઈપણ માહિતી જ્યા સુધી કેન્દ્ર સરકાર તથા તેમના કોઈ અધિકૃત વ્યક્તિ દ્વારા જાહેર કરવામા નાં આવે ત્યા સુધી તેને સાચી સમજવી નહિ.

દેશમા અત્યાર સુધીમા પહેલી વખત એક્ટિવ કેસ કરતા વધુ સ્વસ્થ લોકોની સંખ્યા :

કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે સમગ્ર દેશમા ૨ લાખ ૭૬ હજાર ૫૮૩ લોકો કોરોનાની સમસ્યાના કારણે સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી ૭,૭૪૫ લોકોના તત્કાલ મૃત્યુ નીપજી ચુક્યા છે. આ ઉપરાંત ૧ લાખ ૩૫ હજાર ૨૦૫ જેટલા લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છે અને હજુ પણ ૧ લાખ ૩૩ હજાર ૬૩૨ એક્ટિવ કેસ હાજર છે. એવું પહેલીવાર થયુ છે જ્યારે કોરોનાના સ્વસ્થ લોકોની સંખ્યા એક્ટિવ કેસ કરતાં વધારે થઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *