શિવરાત્રીના દિવસે વરસશે મહાદેવની વિશેષ કૃપા, કરી લો આ સરળ ઉપાય અને ભોળાનાથ થશે પ્રસન્ન…

Spread the love

મહાશિવરાત્રિને આપણા હિન્દુ ધર્મમાં એક ખુશીનો અને મહત્વનો તહેવાર મનાવવામાં આવે છે. તે ફાગણ મહિનામાં આવે છે. આ વર્ષે તેમના નક્ષત્રમાં શિવયોગ થવાનો છે. ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ઉત્સવ આપણા દેવોના દેવ મહાદેવનો છે. ભોળાનાથના આશીર્વાદ મેળવવા માટે લોકો અનેક ઉપાય કરે છે. તમારા બધા સપનાઓ પૂર્ણ કરવા માટે શિવરાત્રિના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.

મનોવાંછિત ફળ મેળવવામાટે:

શિવરાત્રિના દિવસે લોકોએ તેમની ઈચ્છાઑ અનુસાર ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ. તેથી તમારા જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. ભગવાનના આશીર્વાદ તમારી સાથે રહે છે. તે દિવસે શિવલિંગ પર દૂધથી અભિષેક કરવો જોઈએ. તે દિવસે રાત્રે શિવપુરાણ વાચવું જોઈએ. તેનો પાઠ અને મંત્ર જાપ કરવા જોઈએ.

આર્થિક સમસ્યાના નિવારણ માટે:

કેટલાક લોકો ઘણા સમયથી નવું વાહન ખરીદવા માટે વિચારતા હોય છે. છતાં પણ તે લોકોને તેમની ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. તે લોકોને જીવનમાં શાંતિ મેળવવા માટે શિવરાત્રિના દિવસે ભોળાનાથને દહીથી અભિષેક કરવાથી તમે મનની શાંતિ અનુભવી શકો છો. જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર કરવા માટે આ ઉપાય તે દિવસે કરવો જોઈએ. મધ, ઘી નો પણ અભિષેક કરી શકાય છે. તે દિવસે પ્રસાદ ધરવો જોઈએ. તેમાં શેરડીનો પ્રસાદ કરવો જોઈએ.

શરીરના સ્વાસ્થ્ય માટે:

કેટલાક લોકો વારંવાર બીમાર રહેતા હોય છે. તે લોકોને શિવરાત્રિના દિવસે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. તમારા શરીરની તન્દુરસ્તી માટે પાણીમાં દુર્વા ભેળવીને શિવને તે પાણીથી જલભિષેક કરવો જોઈએ. તે સમયે મહામંત્રનો જાપ કરવો જોઈએ.

સંતાનનું સુખ મેળવવા માટે:

કેટલાક લોકોને સંતાનો થતાં નથી. તે લોકો તેમનું સુખ મેવી શકતા નથી. તેમણે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવું જોઈએ. શિવ પાર્વતિની પૂજા પાઠ કરવા જોઈએ. તેમની સાથે ગણેશજી અને કાર્તિકેયની પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં તમે સંતાન મેળવી શકો છો. તેથી તમારું જીવન સુખમય બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *