શરીરનો સોજો, તાવ અને કબજીયાતની તકલીફ થશે જડમુળથી ગાયબ, આજે જ અજમાવો આ દેસી ઈલાજ અને દવાઓથી મેળવો મુક્તિ…

Spread the love

કાંચકી નું વૃક્ષ કાંટા વાળું હોય છે અને તેમાં નાની નાની સિંગો આવે છે તેને કાંચકા કહેવાય છે. કાંચકા ની છાલ બહુ કઠણ હોય છે તેમાં અંદર બીજો આવે છે આ બીજ અને છાલ બંનેનો ઉપયોગ ઔષધો માં કરવામાં આવે છે. તેને એક ઉત્તમ કૃમિનાશક માનવામાં આવે છે.

તો ચાલો કાંચકા ના અન્ય લાભો વિશે જાણીએ. શરીરમાં કોઈપણ જગ્યાએ સોજો ચડી ગયો હોય તો કાંચકી ના પાન આંકડા અને એરંડાના પાન ને ગરમ કરી તેનો લેપ કરવાથી માત્ર ત્રણ દિવસની અંદર સોજો ઉતરી જાય છે. તાવ ને દૂર કરવા માટે કાંચકા ને શેકી તેનું ચૂર્ણ મરી સાથે ખાવાથી તાવ ઊતરી જશે.

કાંચકા ને થોડા શેકી તેના મીંજ નું ચૂર્ણ બનાવી ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. કાંચકા ના બીજનું ચૂર્ણ લેવાથી ભૂખ સારી લાગે છે અને ગેસ દૂર થાય છે તેમજ મળ પણ સાફ આવે છે. જીર્ણજ્વર થયો હોય તો પણ આ પાવડર પીવાથી તે દૂર થશે. પેટના દરેક પ્રકારના રોગ અને તાવ મટાડવા માટે કાંચકા અકસીર ઉપાય ગણવામાં આવે છે.

સામાન્ય રીતે લખવાની સમસ્યા કોઈ માંદગી, ઈજા અથવા તો ઝેર ને કારણે થતી હોય છે. સુવાના દસ મિનિટ પહેલા કાંચકા ના રસ માં નવશેકા તેલ નાખી લકવા વાળા ભાગ પર માલિશ કરવાથી સારું પરિણામ મળશે. કાંચકા ના મીંજ નો પાવડર સાત દિવસ સુધી સવાર-સાંજ ખાવાથી પેટના બધા પ્રકાર પ્રકારના રોગો દૂર થાય છે. નાના બાળકો માટે તેનું એક ઉત્તમ સંયોજન વાપરવામાં આવે છે જેનું નામ છે “સોમવા ૩૪”. તેમાં ૩૪ પ્રકારની ઔષધ હોય છે તેમાંથી કાંસકા સૌથી વધારે ૨૦ ટકા અને માત્રામાં હોય છે.

સ્ત્રીઓ માટે આ એક વરદાનરૂપ ઔષધિ છે. અનિયમિત માસિક સ્ત્રાવ, વ્યંધત્વ, ફાઇબ્રોઇડ્સ વગેરે ની સારવાર માટે તમિલનાડુમાં કાંસકા ખૂબ જ વધુ માત્રામાં ઉપયોગમાં લેવાય છે. જુદા જુદા પ્રકારના કેન્સર થી રાહત મેળવવા માટે પણ કાંસકા ઉપયોગી છે.તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે જે કેન્સરની ગાંઠને વિકાસ થતી અટકાવે છે. કાંસકા ના રસ થી કેન્સરની ગાંઠ નું કદ, ગાંઠનું કોષનું પ્રમાણ અને ગાંઠ ના કોષ ઓછા થવા લાગે છે.

શરીરના કોઈપણ ઘા કે ચાંદા પર કાંસકા ના ફળ ને વાટીને તેની પેસ્ટ લગાવવાથી રાહત મળી જશે. શરીરમાં પેશીઓ પર સોજો આવી ગયો હોય તો તેને દૂર કરવા માટે તે ખૂબ જ ઉપયોગી છે. એક ક્લાસ બકરીના દૂધમાં બે ચપટી કાંસકા નો પાવડર ઉમેરી દિવસમાં બે વખત પીવો જોઇએ. તેનાથી લીવરની દરેક પ્રકારની સમસ્યા દૂર થઈ જશે તેમજ અવસ્થામાં પણ રાહત મળશે.

કાંસકા, કડુ, કરિયાતું, વાવડી, કાળી જીરી અને કાળી દ્રાક્ષ આ બધી વસ્તુ સરખે ભાગે લઈ તેને ખાંડીને બારીક ભૂકો કરી લો. બે ચમચી આ ભુક્કો લઈ તેને બે ગ્લાસ પાણીમાં ઉમેરી ઉકાળો બનાવો. જ્યારે પાણી એક કપ રહે ત્યારે તેને ગાળીને ઠંડુ થવા દો. ત્યારબાદ તેનું સેવન કરો. આ ઉકાળો થોડા સમય સુધી પીવાથી પેટમાં કૃમિ-કરમિયા મરી ને શરીરને બહાર નીકળી જશે. તેમજ લિવર અને જઠરની અશુદ્ધિઓ પણ દૂર થઈ જશે તેથી ભૂખ પણ સારી લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *