શરીરના તમામ પ્રકારના દુઃખાવા ને દૂર કરવાની સાથોસાથ મગજ ને તેજ બનાવે છે આ શીંગ, જરૂર જાણો તેના આ ચમત્કારી લાભ…

Spread the love

ચોમાસાની ઋતુમાં કૌંચાના વેલા ખુબ થાય છે.કૌચાની શિંગ પર રહેલી રુંવાટીને અડવાથી ખંજવાળ આવે છે.તેથી તેને મરાઠીમાં ખાજકુહિલી કહે છે.કૌંચાની શિંગ,બી તથા મૂળનો ઉપયોગ દવા બનાવવામા માટે થાય છે.ગોળ સાથે આ શિંગને ખાવાથી કૃમિ દુર થાય છે.

કૌંચા એ એક ઔષધ તરીકે વપરાતી વનસ્પતી છે.તે જંગલોમાં વધુ જોવા મળે છે.તે એક ફળ જેવું હોય છે તેના બીજ અંદરથી મળી આવે છે અને તે કાળા રંગના હોય છે.આ બીજથી ઘણી આર્યુવેદિક દવા બનાવામાં ઉપયોગી બને છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.

તો હવે કૌંચાથી થતા ફાયદા વિશે જાણીએ.કૌચાના બીજનો ઉપયોગ દરેક પ્રકારના દુખવાના રોગોમાં રાહત આપે છે.કોઈ વા નો રોગ હોય તો અડદ,રોહિસ ઘાસ,એરંડિયું અને કૌંચાના બીજ નો ઉકાળો બનાવીને પીવાથી ફાયદો થાય છે. એરંડિયું ૬ ગ્રામ બીજી બધી વસ્તુ ત્રણ ત્રણ ગ્રામ લઈ પાણીમાં નાખી તેને ઉકાળો,આ પીવાથી વાયુમાં રાહત થશે અને શરીરમાં સ્ફૂર્તિ રહેશે.

કૌચાનું ચૂર્ણ ૪૦૦ ગ્રામ લઈ તેમાં ૪ લિટર દુધમાં ઉકાળી લો.દૂધ બળીને માવો થાય એટલે તેમાં ધી નાખી શેકવો.શેકાય જાય પછી સાકળની ચાસણી લઈ તેમાં નાખી દેવી અને તેનો પાક બનાવો.સવાર સાંજ આ પાકને ખાવો.કૌંચાના બીને મધ સાથે લેવાથી શરીરમા શક્તિ આવે છે. કૌંચાના મૂળ વાયુ મટાડવા ઉપયોગી બને છે.મળાશયમાં થતો વાયુનો અંત આવે છે.

જે સ્ત્રીને બાળકો ન થતા હોય અથવા તો ગર્ભ ન રહેતો હોય તેણે ૬ ગ્રામ કૌંચાના મૂળ ૧૦૦ મિલી દૂધ અને સાકર આ બધું મિક્સ કરીને પીવાથી આ સમસ્યા દુર થાય છે અને ગર્ભ રહી જાય છે.જે વ્યક્તિને હાથીપગો જેવા રોગ થયા હોય તેણે કૌચાના મૂળ ને લગાવવાથી રાહત મળશે.જુના થયેલા જખમ રુજાતા ન હોય ત્યારે તેના મૂળનો લેપ બનાવી લગાડવાથી ફાયદો થશે.

જો લાંબા સમયથી વ્યક્તિને તાવ આવતો હોય ત્યારે કૌંચાનો ઉકાળો આપવાથી વ્યક્તિને સારું રહે છે.જે વ્યક્તિને ઊંધ ન આવતી હોય તેણે સફેદ મુસલી સાથે કૌંચના બી ખાવા જોઈએ,આ બંન્ને વસ્તુ ખાવાથી ઊંધ સારી આવે છે.એક ને એક જગ્યાએ બેસવાથી પીઠનો દુખાવો થાય છે.જો પીઠનો દુખાવો થતો હોય તો કૌંચાના બીજ ખાવા જોઈએ જેનાથી તમને ધણી રાહત થશે.

કૌચાના બીજના બીજા ઘણા બધા ફાયદાઓ છે.આ બીજને ખવાથી મગજ અને મન શાંત રહે છે,અને કાર્ય પણ યોગ્ય રીતે થાય છે.જે વ્યક્તિ આ બીજનો ઉપયોગ દરરોજ કરે તેનું મગજ જડપથી કામ કરે છે. મગજઅસ્થિર ના વ્યક્તિઓને આ બીજને ખાવા જોઈએ.આ ખાવાથી તેમાં ફાયદો થાય છે.

જે વ્યક્તિ જાડા હોય તે વ્યક્તિ માટે કૌંચાના બીજ લાભદાય છે.આ બીજનો ઉપયોગ કરવાથી વજન ઘટવા લાગે છે.જે વ્યક્તિ પાતળા થવું હોય તેણે આ બીજ ને તેના ખોરાકમાં લેવા જોઈએ.કૌંચાના બીજ નો ઉપયોગ ડાયાબીટીશમા પણ થાય છે.ડાયાબીટીશ બનાવતી દવામાં કૌંચાનો ઉપયોગ કરવામાં આવે છે.તેના બીજ ખવાથી મનની શાંતિ થાય છે અને મગજમા થતા તણાવ ને દુર કરે છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *