શરીરમા નબળાઈ અથવા તો ચક્કર આવે તો દવા લેવાની જગ્યાએ અપનાવો આ તાત્કાલિક ઉપચાર, ટૂંક સમય મા જ મળશે રાહત, જાણો તમે પણ…

Spread the love

જયારે વ્યક્તિ પોતાના હોશમાં ના હોય ત્યારે તે ગભરાય જાય છે અને ચક્કર આવીને નીચે પડી જાય છે. તેવી સ્થિતિમાં પોતાની સુઘબુઘ નથી રહેતી અને મગજમાં તેને જરૂરી માત્રામાં ઓક્સિજન મળતું નથી. તેથી મગજ કામ કરતો બંધ થઈ જાય છે. ચક્કર આવવાથી આપણું શરીર કમજોર બની જાય છે. વધુ તડકામાં જવાથી પણ આ થઈ શકે છે. પણ ક્યારેક ચક્કર આવવાનું કારણ કોઈ બિમારી પણ હોઈ શકે અથવા તો કોઈ મોટી ગંભીર સમસ્યા પણ હોઈ શકે છે.

આનો ઈલાજ પેલા આપણું એ જાણવું પણ ખુબ જરૂરી છે આ ચક્કર કોઈ ખતરનાક બીમારીનું કારણ તો નથી ને અને તેના શું કારણ હોઈ શકે તે જાણીશું. કાનમાં વધુ પ્રમાણમાં મેલ હોવાને કારણે આપણને ઓછુ સંભળાય છે અને સીટી જેવા અવાજો આપણા કાનમાં સંભળાય છે. આ સ્થિતિમાં ધણી વખત વ્યક્તિને ચક્કર પણ આવી શકે છે. કેમ કે કાન મગજ સાથે જોડેલું હોય છે. ઘણા વ્યક્તિ નિમકનું સેવન વધુ પ્રમાણમાં કરે છે જેને લીધે તેના કાનનું દ્રવ્ય વધી જાય છે. એવામાં ડોક્ટર મીઠું ખાવાની મનાય કરે છે. ચક્કર આવવાનું કારણ ડીહાઇડ્રેશન પણ હોય શકે છે.

કસરત કરતા સમયે પાણી ન પીવાથી પણ ચક્કર આવે છે. જેથી આખા દિવસમાં ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ. તે ઉપરાંત ફળનું જ્યુસ બનાવીને તેનું પણ સેવન કરવું જોઈએ. ચક્કર આવે ત્યારે લીબું સરબત પીવાથી પણ ઘણો ફાયદો થાય છે અથવા તો ઠંડું પાણી પણ પીવાથી રાહત મળે છે. લીબુમાં વિટામીન સી ભરપુર પ્રમાણમાં હોવાથી તે શરીરમાં થતા રોગોને દુર કરે છે અને શરીરને હાઇડ્રેટ કરે છે. એક ચમચી લીબુના રસમાં તીખા અને નિમક મિક્સ કરી એક ગ્લાસ પાણી સાથે લેવાથી ચક્કરમાં રાહત મળે છે.

ચક્કર આવે ત્યારે ૧૦ ગ્રામ ધાણાનો પાવડર અને ૧૦ ગ્રામ આંબળાનો પાવડર પાણીમાં મિક્સ કરી તેને સાંજે પલાળી દો. ત્યારબાદ તેને સવારે ગાળીને પીવાથી ચક્કર આવતા બંધ થશે. જે વ્યક્તિને ચક્કર આવે ત્યારે બોપરે જમ્યા પહેલા અને સાંજે નાસ્તામાં ફળ કે જ્યુસનું સેવન કરવું જોઈએ. મસાલા કે કોઈ ગળ્યું જ્યુસ ન પીવું. જ્યુસને બદલે તાજા ફળ પણ ખાઈ શકો છો.

આબળામાં વિટામીન A અને C રહેલું છે.તેનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે અને રક્ત પરિભ્રમણ પણ સારું રહે છે.જે ચક્કરની સમસ્યામાં રાહત આપે છે.પહેલા ૧૦ ગ્રામ આમળા લો, તેમાં ૩ તીખા નાખો અને બીટ આ બધાને મિક્સ કરી તેનું સેવન કરવાથી ચક્કર આવવાની સમસ્યામાં ધણી રાહત થશે. ચક્કરમાં મધ પણ ખુબ ઉપયોગી ઔષધી છે.મધમાં કુદરતી મીઠાસ હોય છે.મધ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અને તુલસીના પાનમાં મધ મિક્સ કરી પીવાથી ચક્કર આવવાના બંધ થશે.

જો તમને ચક્કર આવતા હોય તો તમારે આરામ કરવાની જરૂર છે.તેનાથી તમને ખુબ ફાયદો થશે.જો તમને વધારે ચક્કર આવે ત્યારે ચા અથવા કોફીનું સેવન કરવું જોઈએ.શક્કરટેટીના બીને ધીમા શેકી તેનું સેવન કરવાથી ચક્કરમાં રાહત થશે. શક્કરટેટીના બી ને વાટીને તેને ધીમા શેકી લો. હવે તેનો ઉપયોગ સવાર સાંજ કરવાથી ચક્કર આવવાની તકલીફમાં રાહત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *