શરીર પર થયેલો ગંભીરમા ગંભીર ઘા અથવા તો હોય દાઝ્યા પછીની બળતરા, એકવાર અજમાવી જુઓ આ ઘરગથ્થુ આયુર્વેદિક મલમ, ટૂંક સમય મા જ મળશે રાહત…
રાળ બધી જગ્યાએ મળી રહે છે. તેનો ઉપયોગ અનેક રોગો દૂર કરવા માટે થાય છે. કબજિયાત, ઝાડા દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મધ અને ઘી નાખીને બાળકોને પીવડાવવાથી વારંવાર થતાં ઝાડા દૂર થાય છે. હાડકાંની સમસ્યાઓ દૂર કરવા માટે તેનો લેપ કરીને લગાવવામાં આવે છે. વસ્ત્રગાળ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.
રાળના ચૂર્ણમાં પાણી નાખીને તેને ઉકાળવું જોઈએ. થોડું ઘાટું થાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું જોઈએ. તે દુ:ખાવા કે સોજો આવી જાય ત્યાં લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. હાડકાંના દુખાવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. જખમ જેવા રોગો દૂર કરવા માટે તે ફાયદાકારક બને છે.
તેમાં મીણ અને તલનું તેલ નાખીને તે મલમને જખમ પર લગાવવું જોઈએ. તેનાથી તે સમસ્યા ઝડપથી દૂર થાય છે. પગના તળિયામાં ચીરા અને તિરાડ પડે છે. તે જ્ગ્યાએ રાળનો મલમ લગાવવો જોઈએ. તે મલમ બનાવવા માટે રાળ, વસ્ત્રગાળ, નાળિયેર તેલ, કપૂર, કેસર, મોરથૂથૂ લેવું જોઈએ.
તે બધી વસ્તુને મિક્સ કરીને તેમાંથી નીકળતું પાણીને કાઢી નાખવું. તેમના પર મોરથૂથૂ નાખીને તેમનું પાણી કાઢતું જ્વું. તે ઔષધિઓને મિક્સ કરીને મૂકી રાખવી બીજા દિવસે તેમાથી નીકળતું પાણી કાઢીને તેને એક બોટલમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ.