શરીરમા રહેલા થાક અને નબળાઈને જડમુળથી દૂર કરવા જરૂરથી કરવું જોઈએ આ વસ્તુનુ સેવન, જાણો તેના આવા અસરકારક ફાયદા

Spread the love

મિત્રો, જો કોઈ વ્યક્તિ કામ ના કરે તો શરીરમા આળસ અને કંટાળો ચડી જાય છે. વહેલી સવારે ઉઠતાની સાથે જ આ શારીરિક થાકોડો શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમા શરીરમા ઉર્જાનો અભાવ પણ જોવા મળે છે, જેના કારણે વ્યક્તિ પોતાનુ દૈનિક કાર્ય પણ યોગ્ય રીતે કરી શકતુ નથી. જે લોકો વધારે પડતી શારીરિક નબળાઇ અને થાકનુ જોખમ વધારે છે તો આવા લોકો થાકને લીધે ઝડપથી સૂઈ જાય છે.

શારીરિક થાકોડો લાગવા માટે અનેકવિધ જવાબદાર કારણો હોય શકે છે. ગરમીની ઋતુ દરમિયાન અતિશય પરસેવો હોવાના કારણે અને ડિહાઇડ્રેશન પણ શારીરિક નબળાઇનુ પણ કારણ બને છે. આજે આ લેખમા અમે તમને શારીરિક નબળાઇના લક્ષણો અને શારીરિક નબળાઇ દૂર કરવા માટેના અમુક ઘરેલુ ઉપાય જણાવીશુ.

શારીરિક નબળાઇના લક્ષણો જેમકે, કામ કરવામા મન નથી લાગતુ, શરીરમા નબળાઈ અનુભવવી, મનમા નકારાત્મક વિચારો આવે, ગમે ત્યારે ઊંઘ આવે, શરીરમા હળવો દુ:ખાવો થવો વગેરે જેવા લક્ષણોમા થાકોડો અનુભવાય છે. આ સિવાય તુલસીના દાણા ૧૫ ગ્રામ અને ૬૦ ગ્રામ ખાંડ, ૩૦ ગ્રામ સફેદ મુસળીમા ભેળવીને પાવડર તૈયાર કરો. હવે આ ચુર્ણ પાંચ ગ્રામ નિયમિત વહેલી સવારે અને સંધ્યાકાળે દૂધ સાથે લો. જો તમે નિયમિત આ ઘરેલુ ઉપાય અજમાવશો તો તમારી શારીરિક નબળાઇ પણ દૂર થઇ જાય છે.

ઘણીવાર શરીરમા લોહીની ઉણપ થવાના કારણે પણ શારીરિક નબળાઇ અનુભવાય છે. જો શરીરમા લોહીની ઉણપ સર્જાય છે તો તેના કારણે એનિમિયાની સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે પણ ભોજનમા પાલકનો પણ સમાવેશ થાય છે. નિયમિત પાલકનો રસ પીવાથી શારીરિક નબળાઇ દૂર થાય છે અને ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય પાલકનો રસ પીવાથી પણ માનસિક તણાવમાથી પણ રાહત મળે છે.

આ ઉપરાંત ટામેટાનુ સેવન કરવાથી શરીરમા લોહીના પ્રમાણમા પણ વૃદ્ધિ થાય છે અને શારીરિક નબળાઇની સમસ્યા પણ દૂર થાય છે. આ વસ્તુ ખાવાથી પાચનમા પણ સુધારો જોવા મળે છે. આ સિવાય આ વસ્તુ પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓને પણ દૂર કરે છે અને તમારી ત્વચાને પણ સુંદર બનાવે છે. આ સિવાય આ વસ્તુને કાચી ખાવાથી પણ ઘણા લાભ મળે છે. આ સિવાય શારીરિક નબળાઇની સમસ્યાઓને દૂર કરવા માટે મધમા ખસખસ ઉમેરો અને નિયમિત સેવન કરો.

આ સિવાય ખસખસનુ સીરપ પીવાથી પણ ગરમીની ઋતુમા થતી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરે છે. જો તમે ગળા સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો ખસખસના ઉકાળા સાથે કોગળા કરો, તેના નિયમિત સેવનથી તમારા ગળાના દુઃખાવામા તમને તુરંત રાહત મળે છે.

આ સિવાય દ્રાક્ષના રસનુ નિયમિત સેવન કરવાથી શરીરમા લોહીનુ પ્રમાણ વધે છે અને શારીરિક નબળાઇ દૂર પણ થાય છે. આ વસ્તુનુ એક માસ માટે સેવન કરવુ જોઈએ. આ સિવાય જમ્યા પછીના અડધો કલાક પછી દ્રાક્ષનો રસ પીવો તો તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સિવાય દ્રાક્ષના રસનુ નિયમિત સેવન કરવાથી તમને સરદર્દ, ચક્કર આવવુ, પેટ ફૂલી જવુ વગેરે જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

આ ઉપરાંત માનસિક તણાવની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે કોફીનુ સેવન કરવુ પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે. તે તમારા શરીરને તાજગી પૂરી પાડે છે અને પેટ સાથે સંકળાયેલી બધી જ નાની-નાની સમસ્યાઓને દૂર કરે છે. આ સિવાય પીપળના પાનનો મુરબ્બો તૈયાર કરીને ખાવામા આવે તો તેના સેવનથી પણ શારીરિક નબળાઇની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ પીપળની છાલનો ઉકાળો તૈયાર કરીને તેનુ નિયમિત સેવન કરવાથી તમને મોઢાના છાલાની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય આ ઉકાળો તમને ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત અપાવે છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *