શરદી-ઉધરસ નો રામબાણ ઈલાજ એટ્લે “અરડૂસી”, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ…

Spread the love

અરડૂસી વિષે તો આપ જાણતાજ હશો. અરડૂસી એક એવી ઔષધિ છે જેનાથી શરદી ઉધરસ એક દમ ભાગે છે.

તો ચાલો જોઈએ શું શું છે એના ફાયદા.

– અરડૂસી ના પાન ક્ષય ના દર્દી માટે ખૂબ સારી દવા છે. જો તમારી ક્ષયની દવા ચાલે છે તો પણ તમે તેની સાથે અરડૂસીનો ઉપયોગ કરી શકો છો. જેને સૂકી કે કફવાળી બંને ઉધરસ હોઇ તેને અરડૂસી ખૂબ ફાયદાકારક છે.

– જે લોકોને કફ છૂટો થતો ના હોય, ફેફસામાં કફ નો અવાજ આવતો હોય કે પછી કાચો ફીણવાળો કફ હોય, જે કફ ઉધરસ દ્વારા બહાર કાઢવો મુશ્કેલ હોય, તેઓએ અરડૂસી ના પાન નું સેવન કરવું જોઇએ.

– અલબત, તેના થડિયા દમ, ખાંસી અને સસણીમાં ખુબજ અસર કારક છે.

– સવારે કે સાંજે અરડૂસીના પાનનું સુરણ બનાવી 2-3 ચમચી પાણીમાં નાખી ડેઈલિ સ્નાન કરવાથી જે લોકોનો પરસેવો ખૂબ ગંધાંતો હોય તેને સારી રાહત મળે છે.

– અરડુસીના તાજા પાનાને તોડી તેમાથી રસ કાઢીને તેનું સેવન કરવાથી ઉધરસ, કફ, ક્ષય, રકતપિત્ત અને કમળામાં ફાયદો થાય છે.

– ખાંસી દૂર કરવા કે પછી કફ છૂટો કરવા અરડૂસી ના તાજા પાન ને વાટીને તેમાથી રસ કાઢી તેને રોજ મધ સાથે લેવાથી જલદી સારું થાઈ છે.

– અરડૂસીનો રસ અને મધ નાના બાળકને પાવાથી વરાધ-સસણી માં રાહત થાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *