શરદી ની સાથોસાથ જો ગળા મા પણ દુખાવા થતો હોય, તો આ રીતે કરો ઈલાજ

Spread the love

ચોમાસા ની મોસમ પૂર્ણ થઈ ગઈ અને હવે શિયાળા ની મોસમ શરૂ થશે. આ સમયગાળા મા અમે એવુ નથી ઈચ્છતા કે આપને કોઈ રોગ થાય. જો આપ આ સમયગાળા દરમિયાન ગળા મા દર્દ અથવા તો ગળા મા કોઈપણ જાત નુ ઈંફેક્શન થયુ હોય તો આપ આ એક ઘરગથ્થુ નુસ્ખો અપનાવી તેમા થી રાહત મળવી શકો છો. શરદી તથા ગળા માં સહન ન થઈ શકે તેવો દર્દ થાય છે.

ચોમાસા નો મોસમ શરૂ થતા ની સાથે જ ગળા મા દર્દ, બળતરા અનુભવવી, શરદી, ઉધરસ તેમજ જ્વર ની સમસ્યાઓ થતી રહેતી હોય છે. જેમ-જેમ શિયાળો નજીક આવે તેમ તેમ આવી તકલીફ વધવા લાગે છે. જ્યારે પણ આપ કંઈ ગળે થી નીચે ઉતારવા નો પ્રયત્ન કરો છો ત્યારે ગળા નુ દર્દ વધવા લાગે છે તે દુઃખાવો સ્વાસ્થ્ય ને વધારે ખરાબ બનાવે છે.

તેને ફેરીંગિરીટ્સ તરીકે પણ ઓળખવા મા આવે છે, ગળા મા દર્દ એ એક પ્રકાર ની શરદી અથવા તો ફલૂ જેવા વાયરલ ચેપ ને લીધે થાય છે. ગળા માં દર્દ જે વાયરસ ને લીધે થાય છે. તે તેના પોતાના પર જ અસર કરે છે. આ મોસમ મા આપને ગળા ના દર્દ થી બચાવવા માટે, અમે તમારા માટે એક ખાસ પ્રકાર ની ચા અહી રજુ કરીએ છીએ.

આ ચા પ્રાકૃતિક રીતે ઠંડક પ્રદાન કરે છે તથા ગળા ની સમસ્યા તેમજ શરદી ને થતી રોકવા તથા સારવાર કરવા મા ઉપયોગ કરી શકે છે. આપને તેને બનાવવા માટે જે જરૂરી ચીજ-વસ્તુઓ જોઈએ છે તે આસાની થી પ્રાપ્ત થઈ શકે તેમ છે. જેને આપ આપના રસોઈઘર માથી જ પ્રાપ્ત કરી શકો એમ છો. શરદી, સળેખામ તેમજ ગળા ના દર્દ નો અકસીર ઈલાજ છે આ ચા.

આ ચા મા ઉપયોગ મા લેવાતી તમામ ચીજ-વસ્તુ આપની શરદી, સળેખામ તથા ગળા ના દર્દ ને છૂમંતર કરવા માટે ખૂબ લાભદાયી છે. તેમા લવિંગ, ઈલાયચી, લીંબુ તેમજ તજ નો સમાવેશ થાય છે. તેને તૈયાર કરવા માટે આ તમામ જ ચીજ-વસ્તુઓ ને પાણી માં ઉમેરી ને ગરમ કરી ને ઉકાળી લો. આપ તેને ગળ્યુ બનાવવા માટે થોડુક મધ નાખી શકો છો. ગળા ના દર્દ મા, ખાંસી તેમજ શરદી થી રાહત મેળવવા માટે આ ચા ની ગરમાગરમ નાની-નાની ઘુંટડીએ પીવી.

અન્ય અમુક આસાન ઉપચારો …

ગળા માં દર્દ તેમજ ઉધરસ માટે ના અન્ય ઘરગથ્થુ ઉપચાર અહીં જણાવીએ છે જે અવશ્ય આપને ફાયદાકારક થશે. જેમા નમક ના પાણી ના કોગળા કરવા, મધ નો વપરાશ, લીંબુ નુ પાણી, જેઠીમધ ની લાકડી કે મુલેઠી તથા કોપરેલ નું તેલ જેવી ઘર મા આસાની થી પ્રાપ્ત થતી ચીજ-વસ્તુઓ વાપરવા મા આવે છે. તો ચાલો જોઈએ, તેનો કેવો અને કઈ રીતે વપરાશ કરી શકાય છે…

નમક ના પાણી ના કોગળા કરવા…

ગળા ના દર્દ ના ઈલાજ માટે ગરમ પાણી મા મીઠુ નાખી ને કોગળા કરવા એ સૌથી આસાન તેમજ અકસીર ઘરગથ્થુ નુસ્ખો છે. થોડું સામાન્ય ઠંડું અથવા તો હુંફાળુ પાણી લો અને તેમાં અડચી ચમ્મચ નમક ઉમેરો. તાત્કાલિક તથા લાંબા સમયગાળા સુધી રાહત મેળવવા માટે દિવસ મા ૬ થી ૭ વાર આ મુજબ કોગળા કરો.

ગળા ની માંસપેશીઓ નુ ઇન્ફેક્શન પાણી ખેંચી ને બહાર કાઢી લેશે તથા નમક સોજા ને ઘટાડવા મા ફાયદાકારક છે. તે ગળા મા હાનિકારક, અનિચ્છનીય બેક્ટેરિયાઓ ને મારી નાખવા મા સહાયતા કરે છે. જો આપને ઇન્ફેક્શન ન હોય તો પણ આ રીતે દિવસમા એકાદ વખત કોગળા કરવા થી ખૂબ જ લાભ થાય છે. આ ઉપરાંત ગળા ના દર્દ માં મધ પણ ફાયદાકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *