શનિવારે કરી લો આ ઉપાય, દૂર થશે તમામ કષ્ટો, શનિદેવ થશે પ્રસન્ન, આજે જ જાણીલો આ ખાસ ઉપાય…

Spread the love

હિન્દુ ધર્મ પ્રમાણે સપ્તાહમાં બધા દિવસનું અલગ અલગ અને ખાસ મહત્વ રહેલું હોય છે. બધા દિવસ દેવી અને દેવતાને સમર્પિત હોય છે. શનિવાર નો દિન શનિમહારાજને સમર્પિત છે. આ દિવસે ભગવાન શનિની પુજા કરવાનું ખાસ મહત્વ છે. શનિદેવને ન્યાનના દેવતા કહેવામા આવે છે. તે વ્યક્તિને તેના કામના આધારે ફળ આપે છે. આજે આપણે શનિવારના દિવસે કરવામાં આવતા કેટલાક ખાસ ઉપાય વિષે જાણીએ. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલા બધા દુખ દૂર થશે.

સરસવના તેલનો ઉપાય કરવો :

કાંસાથી બનેલી ડીશમાં અથવા વાટકો લેવો તેમાં તમારે આ તેલ ભરવું જોઈએ. ત્યાર પછી પડછાયો પડે તેવી રીતે ઊભા રહો અને તેની સાથે તમારે ॐ शं शनैश्चराय नमः મંત્રનો જપ ૧૧ વખત કરવો જોઈએ. તે પછી તમારે શનિદેવના મંદિરે જઈને તેની બહાર બેઠેલા જરૂરિયાત વાળા લોકોને કાંસાનો વાટકો અને તેમાં ભરેલું તેલનું દાન કરવું જોઈએ. આ ઉપાય તમારે સતત સાત શનિવાર માટે કરવો. આને કરવાથી તમારા જીવનમાં રહેલા બધા દુખ અને કષ્ટ શનીદેવની કૃપાથી દૂર કરી શકાય છે.

પીપળાના ઝાડની પરિક્રમા કરવી:

આપણે શનિમહારાજના પ્રક્રોપથી બચવું હોય ત્યારે શનિવાર ના દિને પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી ઘણા ફાયદા થાય છે. આ દિવસે સવારે અને સાંજે સ્નાન કરીને આ આ ઝાડની પાસે જઈને તમારે કાળા કલરના કપડાં પહેરવા અને આ ઝાડને અડીને તેના આશીર્વાદ લેવા તે પછી તમારે તેની પરિક્રમા કરવી. આ કરવાથી તમારા બધા દુખ દૂર થશે. આ સાથે ॐ शं शनैश्चराय नमः મંત્રનો જપ કરવો. આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવો જોઈએ.

હનુમાનજીની પુજા કરવી :

આ દિવસ શનિમહારાજની સાથે હનુમાનજીને પણ સમર્પિત છે. તેથી આ દિવસે હનુમાનજીની પણ પુજા કરવામાં આવે છે. આ પુજા કરવાથી તમારું નસીબ ખૂલી જશે. તેનાથી શનિમહારાજનો પ્રક્રોપ તમારા પર નહીં રહે. આ દિવસે તમારે માછલીને દાણા નાખવા અને કીડિયારુ પુરવું તેનાથી તમે જે ઉધાર બાકી હશે તેને તમે દૂર કરી શકો છો તેની સાથે નોકરીમાં બઢતી તમને સરળતાથી મળી શકે છે.

કાલી વસ્તુનું દાન કરવું :

આ દિવસે કાલી વસ્તુ જેવી કે કાળા કપડાં, કાળા તલ, કાળા ચણા વગેરે જેવી વસ્તુનું દાન કરવું શુભ મનાય છે. આ વસ્તુઓને તમારે કોઈ જરૂરિયાત વાળા અથવા ગરીબ વ્યક્તિને દાન કરવી. તેનાથી તમને તમારા દુશ્મનો પર જીત મળશે. આ સિવાય તમારા પર આવનારો ખરાબ સમય પણ દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *