શનિવારના રોજ કરો આ વસ્તુ નું દાન, જીવનમાં ક્યારેય નહિ આવે પૈસાની અછત અને મળશે ધનલાભ

Spread the love

આપણે જાણીએ જ છીએ કે શનિવારનો દિવસ એ ભગવાન શનિદેવ અને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આજે આપણે એવી વસ્તુ વિષે વાત કરીશું, જેનું દાન શનિવારના દિવસે કરવાથી શુભ માનવામાં આવે છે. આ નાની વસ્તુનું દાન કરવાથી તમે કરોડપતિ બની શકો છે. તો ચાલો આજે આપણે આ લેખમાં તે વસ્તુ વિષે જાણીશું.

જો તમે સુતરાઉની બનેલ કોઈપણ વસ્તુનુ દાન કરો તો તમને હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળી રહેશે. તે તમારી કુંડળીમાં રહેલા બધા દોષને દુર કરે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કાળા તલનું દાન કરવું જોઈએ. શનિવારના દિવસે કાળા તલનું દાન કરવાથી શનિદેવ તમારા પર ખુશ થાય છે. આ ઉપાય શનિવારે સાંજે કરવો વધુ સારો રહે છે.

શનિવારના દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા વસ્ત્રો દાન કરવાથી ભગવાન શનિદેવની સાથે હનુમાનજીના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શનિવારે લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિદેવ ખુશ થાય છે. કેમ કે લોખંડ શનિદેવની સૌથી પ્રિય વસ્તુ છે. શનિદેવની કૃપા મેળવવા માટે લોખંડની બનેલી વસ્તુનું દાન કરવું. શનિવારનો દિવસ ભગવાન શનિદેવનો દિવસ છે.

તે દિવસે શનિદેવની પૂજા કરવામાં આવે છે. તેને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાનની પૂજા બધા દિવસે કરવામાં આવે છે. પરંતુ હિંદુ ધર્મમાં બધા દિવસોને કોઈ એક અથવા બીજા દેવોને સમર્પિત કરવામાં આવ્યા છે. શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનનો દિવસ છે. જો તમે પણ શનિદેવને પ્રશન્ન કરવા માંગતા હોય તો તમારે કેટલાક ઉપાયો કરવા પડે છે.

જો તમારા કુંડળીમાં શનિનો અશુભ પ્રભાવ હોય તો તે તમારા માટે ખરાબ રહે છે. તેને લગતા કેટલાક ઉપાયો આ લેખમાં દર્શાવ્યા છે. દાન નું ઘણું મહત્વ છે, શનિદોષ માંથી મુક્તિ મેળવવા માટે દાન કરવું જોઈએ. શનિવારના દિવસે કોઈ લોખંડ, કાળા તલ, કાળા કપડા, કાળા ચંપલ જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ.

શનિવારનો દિવસ ભગવાન હનુમાન અને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. એ દિવસે ‘ॐ हनुमते नमः’ આ મંત્રનો જપ કરવાથી શારીરિક શક્તિમાં વધારો થાય છે અને શનિદેવનો ક્રોધ નિયંત્રણમા રહે છે. જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરનારા લોકો શનિવારના દિવસે વ્રત પણ કરે છે. શનિવારના દિવસે ઉપવાસ કરવાથી શનિદેવની દ્રષ્ટિની પ્રકૃતિ ઓછી થાય છે. આ દિવસે હનુમાનની પૂજા કરવાથી લાભ થાય છે.

શનિદેવ ખુબ દયાળુ છે તે તેના ભક્તોની ઇચ્છા પૂરી કરે છે. આ સાથે જ શનિવારનો દિવસ બજરંગબલીના દિવસ તરીકે પણ ઓળખાય છે. તે દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેમને લાલ ફૂલ, લાલ પેડા અર્પણ કરવાથી તમારી બધી સમસ્યા દુર થાય છે. હનુમાનજીની પૂજા કરી તેમના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખુબ લાભ થાય છે.

શનિવારના દિવસે સાંજે માછલીને ખવડાવવાથી અને કીડીઓને કણ નાખવાથી શનિદેવ અને હનુમાનજી તમારા ભાગ્યને ચમકાવી દે છે. કોઈ પણ કાળા કુતરા અથવા કાળી ગાયને રોટલી ખવડાવી. આ ઉપાય કરવાથી તમારા બગડેલા કામ સુધરી જાય છે અને તમારા જીવનમાં આવેલી બધી મુશ્કેલી હનુમાન અને શનિદેવ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *