શનિદેવ પોતાની ચાલ બદલી રચશે નવી ચાલ, આ ૫ રાશિઓને બનાવશે માલામાલ

Spread the love

હાલ અત્યારે ન્યાય ના દેવતા અને દરેક ગ્રહો ના ન્યાયાધીશ ગણાતા એવા શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. શનિદેવ ધન રાશિ મા પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તેમની ચાલ માર્ગી હોવા ને લીધે તે સીધા ચાલશે. છેલ્લા ૧૪૨ દિવસ થી વક્રી ચાલતા શનિદેવ ની ચાલ બદલાતા તેની સીધી અસર તમામ રાશીઓ પર પડશે. ગુરુ ના આધિપત્યવાળી રાશી ધન રાશિ મા અત્યારે શનિ સિવાય કેતુ પણ ચાલી રહ્યો છે.

શનિ ના માર્ગી થતા અત્યારે બજાર મા છવાયેલી મંદી નુ વાતાવરણ સમાપ્ત થવા ના યોગ બનશે. વરસાદ તેમજ પ્રાકૃતિક આપત્તિઓ દુર થતા રાહત નુ અનુભવ થશે. બજાર મા ઘરાકી મા વધારો થશે તેમજ ખેડૂતો ને સારો પાક મળશે. નિષ્ણાંતો દ્વારા કિંમતી ધાતુઓ ના ભાવ મા ઘટાડા ના સંકેત પણ જોઈ રહ્યા છે. શનિ ની આ ચાલ મા બદલવા થી આ ત્રણ રાશિઓ ને વિશેષ લાભ મળવાના યોગ સર્જાય રહ્યા છે. તો ચાલો જાણીએ શનિ ની ચાલ બદલાવા ની કઈ-કઈ રાશિઓ પર કેવી-કેવી અસર પડશે.

મેષ રાશિ

આ રાશિ ના નવમા ભાવ મા શનિ માર્ગી થશે જેના પરિણામ સ્વરૂપ ધર્મ તેમજ ભાગ્ય ના ભાવ મા શનિ ની ચાલ બદલાતા તમારુ ભાગ્ય સૂર્ય ની જેમ ચમકવા લાગશે. તમારા દ્વારા ધાર્મિક કાર્યો મા ભાગ લેવા મા આવશે. તમારા દરેક અગાવ ના અટકાયેલા કાર્યો પૂર્ણ કરવા તરફ મન વરશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી ક્ષમતા કરતા પણ વધુ ધન કમાવી શકશો. આ સાથે જ ભાગ્ય નો પણ પૂરેપૂરો સાથ સહકાર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

આ રાશિ ના આઠમા ભાવ મા શનિ પોતાની ચાલ પર માર્ગી થવા જઈ રહ્યા છે જેના ફળસ્વરૂપ અત્યાર સુધી મા આવતી મૃત્યુ સમાન તમામ મુશ્કેલીઓ માંથી મુક્તિ મળશે તેમજ આ સાથે ધનલાભ થવા ના યોગ પણ સર્જાશે. નોકરીયાતવર્ગ ને નૌકરી મા આવતી અડચણો હવે દુર થતી જણાશે. આ સાથે જ કાર્યસ્થળે તમને અનુકૂળ પડે એવું વાતાવરણ સર્જાશે. સંતાન ને પણ પીડા માંથી મુક્તિ મળશે. અગાવ ના અટકાયેલા નાણા પરત મળે તેવા યોગ સર્જાય રહ્યા છે.

મિથુન રાશિ

આ રાશિ ના જાતકો ના સાતમા ભાવ મા શનિ પોતાની ચાલ પર માર્ગી થઈ રહ્યા છે. આ સ્થાન પર શની નો પ્રભાવ હોવા ને લીધે જીવનસાથી, પાર્ટનરશિપ, લગ્નજીવન થી લગતા પ્રશ્નો નો અંત આવશે માટે જીવનસાથી સાથે નું મનદુઃખ દૂર થતું જણાશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. નવા પાર્ટનર ની સિદ્ધિ તમને ગર્વ અપાવશે.

કર્ક રાશિ
આ રાશિ ના છઠ્ઠા ભાવ મા શનિ માર્ગી થવા ને લીધે આ સ્થાન રોગ તેમજ શત્રુઓ નો ભાવ હોવા થી કોઈ લાંબા સમય થી કોઈ રોગ હોય અથવા તો કોઈ શત્રુ થી મુશ્કેલી નો અનુભવ થતો હોય તો હવે તે દુર થતો જણાશે. આ સિવાય ભાગ્ય નો પૂરેપૂરો સાથ સહકાર પ્રાપ્ત થશે. કામકાજ માટે થનારી યાત્રા સારું પરિણામ અપાવશે.

સિંહ રાશિ

આ રાશિ ના પાંચમા ભાવ મા શની માર્ગી થવા ને લીધે આ સ્થાન સંતાન, ઉચ્ચ શિક્ષા તેમજ પ્રેમ નું સ્થાન માનવામા આવે છે જેથી જીવનસાથી સાથે લાંબા સમય થી ચાલતા ઝઘડા નો અંત આવશે. આ સિવાય નીસંતાન દંપતીઓ ને આ સમય દરમિયાન સંતાન સુખ ની પ્રાપ્તિ થાય તેવા યોગ સર્જાય રહ્યા છે. આ સમયે તમે નાણા ની બચત કરી શકશો.

કન્યા રાશિ

આ રાશિ ના ચોથા ભાવ મા શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. આ સ્થાન સુખ, ઘર, જમીન તેમજ માતા નો ભાવ દર્શાવે છે. આ સમય દરમિયાન ઘણા લાંબા સમય થી ચાલી આવતી માતા થી લગતી ચિંતા દુર થતી જણાશે. આ સાથે જ ચિંતા દુર થતા હળવાશ ના પળ આવતા રાહત અનુભવશો અને સુખ ની પ્રાપ્તિ થશે.

તુલા રાશિ

આ રાશિ ના ત્રીજા ભાવ મા શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. આ સ્થાન પરાક્રમ, નાના ભાઈ-બહેન નો ભાવ દર્શાવે છે જેથી ઘણા લાંબા સમય થી જો તમારે તમારા નાના ભાઈ-બહેન સાથે મનમુટાવ ચાલી રહ્યો હોય તો તેનો અંત આવશે. આ સમયે તમારે તમારા ખર્ચા ઉપર ખાસ ધ્યાન આપવું નહિતર નાણાભીડ ની સમસ્યા સર્જાય શકે છે માટે બિનજરૂરી ખર્ચો ટાળવો.

વૃશ્ચિક રાશિ

આ રાશિ ના બીજા ભાવ મા શનિ માર્ગી થવા જઈ રહ્યા છે. આ સ્થાને શની પ્રવેશતા ઘણા સમય થી કોઈ ની સાથે ચાલતા ઝઘડા નો અંત આવશે. આ સાથે જ ઘર પરિવાર ના તમામ સભ્યો સાથે ના સંબંધો મા મધુરતા આવશે. આ સિવાય તમને મોટો ધનલાભ થવા ના યોગ સર્જાય રહ્યા છે. વારસા મા મળતી સંપત્તિ મા ઘણી વાર લાગી હશે પરંતુ આ સમય દરમિયાન એક લાંબા અવકાશ બાદ પુરેપુરો લાભ પ્રાપ્ત થશે.

ધન રાશિ

આ રાશી મા શની માર્ગી થવા જઈ રહ્યા છે જેથી આ રાશી ના જાતકો ના સ્વાસ્થ્ય મા સુધારો આવતો જણાશે. નોકરીયાતવર્ગ ને લાભ મળતો જણાશે. આ સાથે જ ભાઈ-બહેન નો પૂરેપૂરો સાથ સહકાર પ્રાપ્ત થશે. આ સિવાય કામકાજ ની દૃષ્ટિએ પ્રગતિ નો યોગ સર્જાય રહ્યો છે.

મકર રાશિ

આ રાશિ માટે શનિ બારમા ભાવ મા માર્ગી થવા જઈ રહ્યા છે. તો આ સમયગાળા દરમિયાન શત્રુઓ થી તમને તકલીફ થઇ શકે તેવી સંભાવના છે. આ સાથે પૈસા ના ખર્ચાઓ મા વૃદ્ધિ થવા ને લીધે માનસિક ચિંતાઓ મા પણ વૃદ્ધિ થતી જણાશે. આ સિવાય તમારા જીવનસાથી સાથે મતભેદ થવા ના યોગ બની રહ્યા છે. તમારા શત્રુઓ તમારા પર હાવી થાય તેવું પણ બની શકે .

કુંભ રાશિ

આ રાશિ ના અગિયારમા ભાવ મા શની માર્ગી થવા જઈ રહ્યા છે. આ સ્થાન ને આવક તેમજ ઈચ્છાપૂર્તિ નું સ્થાન માનવામાં આવે છે માટે આ રાશી ના જાતકો ને અગાવ ઘણા સમય થી ચાલતી મન ની ઈચ્છાઓ ની પૂર્તિ થઇ શકે તેમ છે. આ સાથે જે જાતકો નોકરી બદલવા નો વિચાર કરતા હશે તેમને એક નવીન સારી તક પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તમારી ઉન્નતિ મા નવીનતમ વૃદ્ધિ થશે.

મીન રાશિ

આ રાશિ ના દસમા ભાવ મા શની માર્ગી થવા જઈ રહ્યા છે. આ સ્થાન ને કર્મ ભાવ માનવામા આવે છે માટે શનિદેવ ની અસીમ કૃપા થી કાર્યભાર હળવો થતો જણાશે. જેના લીધે માનસિક તણાવ દુર થતો જણાશે. આ સિવાય નૌકારિયાત વર્ગ ને તેમના ઉપરી અધિકારી દ્વારા પ્રશંશા પાઠવવામાં આવશે અને તેઓ તેમના કાર્ય થી ખુશ થશે. આ સાથે જ આ સમય દરમિયાન અઢળક ધનલાભ થવા ના પણ યોગ સર્જાય રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *