શનિમહારાજ માટે શનિવારના રોજ આ ઉપાય કરવાનું ભૂલશો નહિ, થશે દુઃખો અને સમસ્યાઓનો અંત અને ઘરમાં બની રહેશે સુખ-સમૃદ્ધિ…

Spread the love

મિત્રો, આજે આપણે શની મહારાજને કેવી રીતે પ્રસન્ન કરી શકાય તેના વિશેની ચર્ચા કરીશું. શનિવારના દિવસે તેમની પુજા કરવાનું અનેરું મહત્વ હોય છે. આપણે બધા એ જ વિચારીએ છીએ કે મુશ્કેલી અને દુઃખ આપણાથી જેટલા દૂર તેટલું જ સારું છે. તમારા આ કાર્યમાં શનિદેવ તમને મદદ કરી શકે છે.

આ દેવ ખૂબ જ શક્તિશાળી દેવ છે. તેમની પાસે આપણા નસીબને બદલવાની શક્તિ પણ છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છતા હોવ કે શની મહારાજના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને કોઈ તમારું કંઈ પણ બગાડી શકે નહીં, તો તમારે આ સાત કાર્યો જરૂર કરવા જોઈએ. આ કાર્યો કરીને તમે આશીર્વાદ મેળવી શકો છો. તો પછી ચાલો જાણીએ કે આ સાત કાર્યો ક્યા છે?

આ દિવસે શનિ મહારાજના વ્રતનું વિશેષ મહત્વ રહેલું હોય છે. જો કોઈ વ્યક્તિ શનિવારે આ દેવના નામનું વ્રત રાખે છે તો તેના પર શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે. જ્યારે તમે શનિદેવ માટે તમારા ભોજનનો ત્યાગ કરો છો, ત્યારે તે તમારથી પ્રસન્ન થઈને તમારા ખરાબ નસીબને તમારાથી દૂર રાખે છે.

આ સાથે જ તમારી ઇચ્છાઓ પણ ઝડપથી પૂર્ણ થાય છે. જે વ્યક્તિ દર શનિવારે આ દેવ સમક્ષ તેલનો દીવો પ્રગટાવે છે તેમના પર હંમેશા આ દેવનો આશીર્વાદ રહે છે. તે તેની સાથે ફરીથી ખરાબ અથવા નુકસાનકારક કંઈપણ થવા દેતા નથી. તેઓ હંમેશાં તમારું રક્ષણ કરવા માટે તૈયાર હોય છે.

આ ઉપરાંત શનિવારના દિવસે અમુક વસ્તુ દાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે શનિ મહરાજનુ નામ લઈને જે વસ્તુનું દાન કરવામાં આવે તેનાથી આપણને ખુબજ લાભ થાય છે. આ દિવસે લોખંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તમે લોખંડની બનેલી ચીજો કોઈ ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિ, કોઈ બ્રાહ્મણ અથવા કોઈ મંદિરમાં દાન કરી શકો છો.

આ સિવાય તેલ, પૈસા અને કાળા કપડાનું દાન પણ તેમને આકર્ષિત કરે છે. જે વ્યક્તિ આ ચીજોનું દાન કરે છે તેના જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. તેથી, જો તમારા જીવનમા વધુ સમસ્યાઓ છે. જો કોઈ વ્યક્તિ મોટી મુસીબતમાં હોય તો તે વ્યક્તિએ તરત જ શનિ મહારાજના મદિરે જઈને કાળા તલનો અભિષેક કરવાથી આવેલી મુસીબત દૂર થાય છે. આમ, શનિવારના દિવસે આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ માટે આપણે આવા ઉપાયો કરવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *