સેટ-ટોપ બોક્ષના બિલ ભરવામા થી મળશે મુક્તિ, આવી રીતે જોઈ શકશો મફત મા ૧૬૦ ચેનલ, જાણો તમે પણ…

Spread the love

અત્યારે આપણા બધાના ઘરે ટીવીમાં રીચાર્જ કરાવતા જ હશો. એટલે કે લગભગ બધાના ઘરે સેટઅપ  બોક્ષ વાળું જ ટીવી જોવા મળે છે. ઘણા લોકો વર્ષે તો ઘણા લોકો મહીને તેનું રીચાર્જ કરાવતા હોય છે. જો તમારે આ રીચાર્જ કરવામાં છુટકારો મેળવવો હોય તો એક એવી રીત છે, જે કરવાથી રિચાર્જની ઝંઝટમાંથી હમેશા માટે છુટકારો મળશે. ત્યારે તમે સરકારી ડીટીએચનો સહારો લઈ શકો છો. તેમાં તમારે તમારી ટીવીમાં ક્યારેય રીચાર્જ કરાવવું નહી પડે, અને હમેશા તમને કોઈ પૈસા ભર્યા વગર ફ્રી માં ટીવી જોઈ શકશો.

પ્રસાર ભારતીની  ડીડી ફ્રી ડીશની મદદ થી રિચાર્જમાં મુક્તિ મેળવી શકશો. જો તમારી પાસેથી રિચાર્જના પૈસા લેવામાં ન આવે ત્યારે આપણને વધારે ચેનલ જોવા મળતી નથી.  આ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી તમને ૧૬૦૦ થી વધુ ચેનલો જોવા મળે છે. એ પણ બધી ફ્રી માં. તો ચાલો આજે આપણે જાણીશું કે તેને લગાવવામાં આપણને કેટલો ખર્ચ લાગે છે. અને તેનો કેવી રીતે ફાયદો થાય છે.

શું છે ફ્રી ડિશ ?

ડીડી ફ્રી ડીશ એક ડીટીએચ સર્વિસ છે. જે પ્રસાર ભારતી પાસેથી ઓપરેટ કરવામાં આવી છે. જે ડીસેમ્બર ૨૦૦૪ ના તેને લોન્ચ કરવામાં આવી હતી. તેમાં તમને એક સેટ અપ બોક્સ નો સેટ આપવામાં આવે છે. જેમાં તમારે એક વખત જ પૈસા આપવાના રહશે. ત્યારબાદ આખી જિંદગી સુધી તેની સુવિધાનો લાભ તમને આપવામાં આવે છે. તેના માટે દર મહીને કે વર્ષ પૈસા ભરવાની જરૂર નહિ પડે.

કેટલી ચેનલ મળે છે :

પ્રસાર ભારતી  તરફથી કહેવામાં આવેલી જાણકારી અનુસાર તેમાં પંદર જનરલ એન્ટરટેનમેન્ટ, પંદર મૂવી ચેનલ, ત્રેવીસ રિઝનલ ચેનલ, એકાવન એજ્યુકેશનલ ચેનલ, ચોવીસ ન્યૂઝ ચેનલ, છ મ્યૂઝિક ચેનલ, ત્રણ ભક્તિ ચેનલ, ત્રણ ઈંટરનેશન ચેનલ જોઈ શકાય છે. જેમાં તમે લાઈવ ક્રિકેટ, સુપરહિટ સોંગ, મુવી વગેરે ચેનલની મજા લઈ શકીએ છીએ.

કેટલા આપવા પડશે રૂપિયા?

જો તમે પણ આ ફ્રી ડીશનો લાભ લેવા માંગતા હોય તો ,તમારે આ સેટને એક વાર ખરીદવો પડશે. તમે લોકો ડીડી ફ્ર્રી ડીશ સેટ અપ બોક્સ અને ડીશ બજારમાં ગમે તે જગ્યાએ ખરીદી શકશો. આપણે આ સેટ ખરીદવા માટે બે હજાર રૂપિયા નો ખર્ચો થશે. તમારે આ ખર્ચો એક વાર જ કરવો પડશે. ત્યાર પછી ક્યારેય મહીને કે વર્ષે પૈસા ચુકવવા નહિ પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *