આ છે ઉત્તમ તક! SBI આપી રહી છે દસ હજાર પ્રતિ માસ કમાવવાનો મોક્કો, તુરંત ઉઠાવો આ યોજના નો લાભ…

Spread the love

દરેક વ્યક્તિ તેની કમાણી માથી થોડા પૈસા બચત કરવા જ હોય છે. તે પોતાના બચાવેલા પૈસા તે બેંકમાં મૂકાતા હોય છે. તેને ઘણા લોકો એફડી કરીને પણ પૈસાની બચત કરતાં હોય છે. બેંકમાં પૈસા મૂકવા તે બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેથી આજે બધી બેન્ક તેના ગ્રાહકને નવી નવી સ્કીમ આપીને પૈસા બચત કરે છે. આજે આપણે એસબીઆઇ બેન્કની એક નવી સ્કીમ વિષે જાણીએ.

કોઈપણ વ્યક્તિ તેના બચાવેલ પૈસા એવી જગ્યાએ રાખે છે જ્યાંથી તેને ફાયદો થાય. તેની સાથે તેના પૈસા સુરક્ષિત પણ રહી શકે છે. તેની સાથે તમને તેનું સારું વળતર પણ મળી શકે. પરંતુ ઘણી વાર આપણે ખોટી જગ્યાએ પૈસા રોકી દેવાથી આપણને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેના માટે જરૂરી છે સાચી જગ્યાએ પૈસા રોકવા. આજે આપણે જે સ્કીમ વિષે ચર્ચા કરવાના છીએ ત્યાં રોકાણ કરવા માટે આપણે એક વાર અવશ્ય વિચાર કરવો જોઈએ.

અહિ રોકાણ કરવાથી તમને એક નિશ્ચિત રકમ મળી શકે છે. આજે આપણે એસબીઆઇની વાર્ષિક સ્કીમ વિષે જાણીએ. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઇ સુરકિત બેન્કો માથી એક છે. તે તેના ગ્રાહકોને એફડીને લઈને પબ્લિક પ્રોવિડેંડ સુધીનો પણ વિકલ્પ આપે છે. આમાં તમે રોકાણ કરીને ૧૦૦૦૦ રૂપયા મહિને મેળવી શકો છો.

વાર્ષિક યોજના :

આનો લાભ મેળવવા માટે ૩૬, ૬૦, ૮૪ અને ૧૨૦ માસના સમય માટે રોકાણ કરવામાં આવે છે. આમાં રોકાણ પરનો વ્યાજ દર એ જ રહેશે. જે તમે પસંદ કરેલી અવધિ માટે ટર્મ ડિપોઝિટ હશે. એટલેકે તમે પાંચ વર્ષ માટે રોકાણ કરો છો તેમણે પાંચ વર્ષ પર જે એફડી પર વ્યાજ દર લાગુ પડતું હશે તે તમને મળી શકે છે. આ સ્કીમનો લાભ ગમે તે વ્યક્તિ ઉઠાવી શકે છે.

આ રીતે ૧૦૦૦૦ની આવક થશે દર મહિને :

તમે રોકાણ કરીને દર મહિને ૧૦ હજારની આવક ઈચ્છો છો તો તમારે ૫,૦૭,૯૬૪ રૂપિયા જમા કરવાના રહેશે. તમે જમા કરેલી રકમ પર તમને ૭ % વ્યાજનું વળતર મળશે. તે દર મહિને ૧૦ હજાર રૂપિયા જેટલું મળશે. તમારી પાસે આટલા પૈસા છે અને તમે ભવિષ્યમાં તમારી આવક વધારવા માંગો છો તો તમારા માટે આ સારો વિકલ્પ છે.

તેની વાર્ષિક સ્કીમમાં ન્યૂનતમ ૧૦૦૦ રૂપિયા માસિક એન્યુટી માટે જમા કરી શકો છો. તેમાં વધારે રોકાણ કરવા માટે કોઈ સીમા રહેલી નથી. એન્યુટી પેમેન્ટમાં ગ્રાહકને જમા કરેલી રાશિ પર નિશ્ચિત સમય પર વ્યાજ મળવાનું ચાલુ થાય છે. આનાથી ભવિષ્યમાં તમને ખૂબ લાભ થશે.

રિકરિંગ ડિપોઝિટ સ્કીમ :

મધ્યમ વર્ગના લોકો આરડી રોકાણ કરીને તેની બચત કરીને ભવિષ્યને સુરક્ષિત કરે છે. આમાં નાની બચત દ્વારા દર મહિને એક નિશ્ચિંત રાશિ જમા કરાવવી પડે છે. તેમાં મેચ્યોરિટી પણ એક નિશ્ચિત રકમ વ્યાજ સાથે મળે છે. આને સામાન્ય લોકો વધારે પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *