સવારે વહેલા ઉઠીને ચડાવો તુલસી તેમજ સૂર્ય ને જળ, આવા લાભ જાણીને તમે પણ ચોંકી જશો
બધા વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તે તેના જીવનમાં હમેશા માટે ખુશ રહે અને તેના માટે તે ખૂબ મહેનત કરે છે અને તેને બનતા દરેક પ્રયાસો કરે છે. આજે આપણે જાણીએ કે સવારે ઊઠીને સૌથી પહેલા કયા કામ કરવા કે તેનાથી આપનો આખો દિવસ સારો રહે અને તે દિવસે કરેલા કામમાં આપણને સફળતા મળે.
નિયમિત યોગા અને ધ્યાન કરવું જોઈએ :
આપણે સફળ થવા માટે વધારે મહેનત કરવી પડે છે તેના માટે આપણે સ્વસ્થ રહેવાની જરૂર પડે છે. તેના માટે આપણે રોજે યોગા અને ધ્યાન કરવું જોઈએ. તેથી તમે હમેશા માટે સ્વસ્થ અને જવાન રહી શકો છો. તેનાથી તમે અનેક બીમારીથી બચી શકો છો અને તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ પણ રાખી શકો છો. યોગા કરવાથી આપના શરીરને શક્તિશાળી બાનાવે છે તેથી ઘણી બીમારીથી બચી શકાય છે.
રોજે સવારે વહેલા ઊઠીને સૂર્યદેવને જળ ચડાવો :
આપના શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યદેવને નિયમિત રીતે જળ ચડાવવું જોઈએ. તેનાથી તે લોકોનું સમાજમાં માન સન્માન વધે છે. તેની સાથે તેમનું આરોગ્ય પણ સારું રહે છે અને લાંબુ જીવન પ્રાપ્ત થાય છે.
વહેલા ઊઠવું :
તમે સવારે વહેલા ઉઠો છો ત્યારે અમારો આખો દિવસ શરીરમાં તાજગી અનુભવાય છે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય છે. તેના માટે તમારે સવારે સૂર્યોદય થાય તેની સાથે ઉઠી જવું જોઈએ.
તુલસીને જળ અર્પણ કરવું :
તમારે રોજે સવારે વહેલા ઊઠીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. તેથી હમેશા માટે દેવી દેવતાની કૃપા તમારા પર રહે. શાસ્ત્ર પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય અને તે લોકો તુલસીની દેખરેખ રાખે તે ઘરમાં કામ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.
ઘરની બહાર જતાં પહેલા દહી ખાવું :
તમારે રોજે ઘરની બહાર કામ પર જવા માટે નીકળો ત્યારે તમારે દહી ખાઈને જવું જોઈએ. તેનાથી તમારા કામમાં જે અવરોધો અથવા અડચણ આવશે તે નહીં આવે અને તમારું કામ સરળતાથી અને સારું થાય છે. દહી ખાઈને ઘરની બહાર નીકળવું ખૂબ શુભ મનાય છે.
તાંબાના લોટામાં ભરેલો પાણી પીવું :
તમારે રોજે સવારે ઊઠીને તાંબાના લોટામાં પાણી ભરેલું હોય તેને પિવું જોઈએ. તેના માટે તમારે રાતે સૂતી વખતે તાંબાના લોટામાં કે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખી દેવું અને તેને સવારે તે પાણી પીવાથી આપણને અનેક બીમારીથી બચાવે છે. તમારે આ કરતાં પહેલા એક વાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
ઘરના મંદિરમાં રોજે પુજા કરવી :
બધાના ઘરમાં મંદિર હોય છે. ત્યાં તમારેડ ધૂપ દીવો અને અગરબત્તી રોજે નિયમિત રીતે પ્રગટાવવી જોઈએ. તેના ધૂમદથી આપના ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.