સવારે ભૂખ્યા પેટે ચાલુ કર્યું હતું જીરાનું પાણી પીવાનું, અને પછી શરીરમાં જે ફેરફાર થયો તે જાણીને તમે દંગ રહી જશો

Spread the love

મિત્રો દરેક ભારતીય ઘરમાં જીરું તો જોવા મળશે જ. ભારતીય રસોઈ ની અંદર જીરા નો મહત્વનો ફાળો છે. તેના વગર શાક કે દાળ નો સ્વાદ માણી શકાતો નથી. મોટેભાગે જીરાનો ઉપયોગ વઘાર કરતી વખતે કરવામાં આવે છે. તેના વઘારવાળી દાળ કે શાક ખૂબ સ્વાદિષ્ટ હોય છે. દરેક લોકોએ જીરાનો ભોજનમાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કર્યો હશે. પરંતુ જીરુ એક આયુર્વેદિક ઔષધી પણ છે. સવારમાં ભૂખ્યા પેટે જીરા નુ પાણી પીવાથી અનેક રોગોથી બચી શકાય છે. તો ચાલો જાણીએ તેના ફાયદા અને પીવાની રીત..

જીરાનું પાણી બનાવવાની રીત
જીરા નુ પાણી બનાવવા માટે તમારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લઈને તેની અંદર બે ચમચી જીરાની મિક્સ કરી દેવાની રહેશે. સવારે આ પાણી ને ગેસ પર ઉકળવા દો. ઉકળી ગયા બાદ તેને ઠંડું કરવા માટે રાખી દો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય ત્યાર બાદ તેનો ઉપયોગ કરી શકાય છે.

જીરું પાણી પીવાથી થતાં ફાયદાઓ

રક્ત પ્રવાહ
શરીર માં બ્લડ સર્કુલેશન વધારે હોવું ખૂબ ફાયદાકારક છે જેથી રોજ સવારે જિરા વાળું પાણી પીવાથી શરીર નિરોગી બને છે.

સ્નાયુનો દુખાવો
આજે વડીલોમાં મોટેભાગે સ્નાયુનો દુખાવો જોવા મળતો હોય છે. સ્નાયુ નો દુખાવો દૂર કરવા માટે દરરોજ સવારે જીરાનું પાણી પીવું જોઈયે.

બ્લડ પ્રેશર
જે લોકો હાઈબ્લડપ્રેશરના શિકાર છે તેઓએ આજથી જ જિરા નુ પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે.

ત્વચા માટે
નિયમિત રીતે જીરૂનું પાણી પીવાથી ત્વચા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે. ઉપરાંત ત્વચામાં નિખાર પણ આવશે.

કબજિયાત અને એ.સી.ડી.ટી
આજે ઘણા લોકોનો પેટ કબજિયાતની લેજે કે પછી એસિડિટીને કારણે ખરાબ રહેતું હોય છે જો આ લોકો નિયમિત માટે જિરા નુ પાણી પીવાનું ચાલુ કરી દેશે તો આ બંને રોગમાં આરામ મળશે.

વજન ઘટાડવા માટે
સવારે ભૂખ્યા પેટે દરરોજ જીરા વાળું પાણી પીવાથી ચરબી ઓછી થવા લાગશે. અને તે વજન ઓછું કરવામાં પણ ખૂબ કારગર નીવડે છે.

હૃદય રોગ માટે
હ્રદયરોગના દર્દીઓ માટે જીરૂ એક વરદાન સ્વરૂપ છે. તેનો સમયસર ઉપયોગ કરવાથી હૃદયને લગતી દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. હાર્ટ એટેકના પ્રોબ્લેમમાં પણ તે ખૂબ કારગર નીવડે છે.

ડાયાબિટીસ
આજે ડાયાબિટીસના ઘણા બધા દર્દીઓ જોવા મળે છે. જો તમે તેનો ઘરે બેઠા ઈલાજ કરવા માંગતા હોય તો આ માટે જીરું સૌથી બેસ્ટ છે કારણ કે તેની અંદર શર્કરાના સ્તરને નિયંત્રિત કરવાની શક્તિ હોય છે.

તાવ
જિરા વાળું પાણી પીવાથી શરીરની અંદર રહેલી ગરમી ઓછી થાય છે. જેના કારણે જે લોકોને તાવ આવતો હોય તેમાં ખૂબ રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *