સવાર મા ઉઠતાની સાથે જ જો કરી લેવામાં આવે આ એક કામ, તો દુર થઇ જશે દરિદ્રતા અને આર્થિક સમસ્યામા આવશે સુધારો…

Spread the love

સવારે વહેલા ઊઠવું એ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તેથી બધાએ સવારે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ. ઘણા લોકોને સવારે વહેલા ઉઠવાની આળસ થતી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાક ઉપાય કરવામાં આવે તો તેનાથી જીવનમાં દરેક કામ સફળ થવા લાગે છે. તેની સાથે ધનને લગતી મુશ્કેલી પણ દૂર થાય છે.

તમે પણ સવારે વહેલા ઉઠતાં હોવ ત્યારે તમારે સૌથી પહેલા ઊઠીને તમારે પથારીમાં આ કામ કરવું જોઈએ. તેથી તમારો આખો દિવસ સારો રહે. બધા એવું ઇચ્છતા હોય કે તેનો આખો દિવસ ખૂબ સારો રહે. આજે આપણે તેની સાથે સંકળાયેલા કેટલાક ઉપાય વિષે વાત કરીએ.

હાથમાં લક્ષ્મીનો વાસ હોય છે :

તમારે રોજે સવારે વહેલા ઊઠીને પહેલા કોગળા કરવા અને તે પછી તમારે સૌથી પહેલા મધ ચાટવું જોઈએ. તે પછી જ નહાવું સારું રહે છે. તે પછી તમારે સૂર્ય દેવની પુજા કરવી. ‘કરાગ્રે વસતે, લક્ષ્‍મી કર મધ્યે સરસ્વતી, કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ’.આ શ્ર્લોકનો મંત્ર એવો થાય છે કે હાથના આગળના ભાગમાં લક્ષ્મીનો વાસા થાય છે અને હાથના મધ્ય ભાગમાં માતા સરસ્વતી વાસ કરે છે અને હાથના મૂળમાં ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે. તેથી સવારે કર એટલે હાથના દર્શન કરવા જોઈએ.

હથેળીના દર્શન કરવા :

આ શ્લોક બોલતા સમયે તમારી હથેળીઓને જોડીને તેના દર્શન કરવા જોઈએ. આ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે તેનું ખૂબ મહત્વ રહેલું છે. આ કરવાથી વ્યક્તિના મનમાં આત્મનિર્ભરતા અને સ્વાવલંબનની ભાવના વધારે છે. તેના જીવનમાં કોઈ કામ બીજાના ભરોશે નહીં કરવું પડે. તે તેના બધા કામ તેની રીતે કરી શકે છે.

સફળતા માટે :

વ્યક્તિ સારા કે ખરાબ જે કઈ પણ કામ કરે છે તે તેના હાથથી કરવામાં આવે છે. તેથી હાથને જ કર્મ, અર્થ અને મોક્ષની કુંજી છે. મૂળ શ્ર્લોકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વ્યક્તિના જીવનમાં સફળતા માટે દુનિયામાં ત્રણ વસ્તુઓ ખૂબ જરૂરી છે. તે છે ધન, જ્ઞાન અને ઈશ્વર. આ એક ન હોય ત્યારે જીવન અધૂરું છે.

આ ત્રણ વસ્તુઓ આપના હાથ તે કર્મના પ્રતિકમાં નિવાસ કરે છે. તેથી આપણે આપના હાથથી કોઈ સારું કાન કરીને આપણે આ ત્રણ વસ્તુઓ મેળવી શકીએ છીએ. તેથી તમારે હાથના અવલોકન કર્લિતો શ્ર્લોક બોલીને લાગણીને આત્મસાત કરવું જોઈએ. તેની સાથે નિશ્ચય કરવો જોઈએ કે હું બુજાના સહારે નહીં રહું. હું પોતાના હાથ ઓર નિર્ભર રહીને કામ કરીશ. હું મહેનત કરીને ગરીબીને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તે પછી અંતમાં મારા ગોવિંદને મેળવીને જીવનમુક્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *