સૌરાષ્ટ્ર તેમજ કચ્છમા એસ.ટી. બસો ને રાખવામા આવી છે તૈયાર, શું છે સરકાર નો પ્લાન

Spread the love

મિત્રો, હાલ તમામ રાજ્યોમા કોરોના વાયરસના સંક્રમણ ને દૂર કરવા માટે લોકડાઉનનુ સખ્તાઈ થી પાલન કરવુ આવશ્યક છે. લોકડાઉનમા કોરોના નુ સંક્રમણ વધુ પડતુ પ્રસરે નહિ તે માટે સરકાર દ્વારા એસ.ટી. બસ, રેલવે જેવા સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશન ની સેવા ને હાલ બંધ કરી દેવામા આવી છે. તેવામા હાલ સરકાર ફરીથી કોરોનાની આ સમસ્યા વચ્ચે ટ્રાન્સપોર્ટેશન સેવા શરૂ કરવાનુ વિચારી રહી હોય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

કારણ કે, સરકાર દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા સરકારી બસો ને સ્ટેન્ડબાય પર રાખવા માટે ના આદેશ કરવામા આવ્યા છે. રિપોર્ટ મુજબ દેશમા ફેલાયેલા કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દેશમા ૨૧ દિવસનુ લોકડાઉન આપવામા આવ્યુ હતુ પરંતુ, પરિસ્થિતિમા કોઈ વિશેષ ફરક ના જણાતા ૨૧ દિવસનુ આ લોકડાઉન પૂર્ણ થયા બાદ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો.

હવે લોકડાઉન પૂર્ણ થવાના થોડા જ દિવસ ની વાર છે ત્યારે કચ્છમા એસ.ટી. ડિપાર્ટમેન્ટ ને સતર્ક રહેવા માટે સૂચન આપવામા આવ્યુ છે. હાલ, ભુજમા ૧૦૦ જેટલી એસ.ટી. બસો ને અને ૨૦૦ ડ્રાઈવર ને તૈયાર રાખવા માટેનુ સૂચન આપવામા આવ્યુ છે. કચ્છના ૮ જેટલા બસ ડેપોમા તંત્રના આદેશ દ્વારા ૧૦૦ જેટલી બસો સ્ટેન્ડબાય પર રાખવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે.

આ સિવાય ૧૦૦ બસની સામે ૨૦૦ ડ્રાઇવર રાખવામા આવતા હોવાના કારણે એવુ લાગી રહ્યુ છે કે આ બધી જ બસો લાંબા અંતર માટે મોકલવામા આવે. અત્યારે તો ફક્ત આ બાબતની આશંકાઓ સેવાઈ રહી છે. હાલ તો તંત્ર દ્વારા ફક્ત ભુજના તમામ ડેપો પર ૧૦૦ જેટલી બસોને સ્ટેન્ડબાય રહેવા માટેની સૂચના આપવામા આવી છે પરંતુ, આ બસોને કઈ જગ્યા પર મૂકવામા આવશે તથા તેની કોઈપણ પ્રકારની લેખિત કે મૌખિક જાણ કરવામા આવી નથી.

જેથી એવુ બની શકે કે આવનાર સમયમા કચ્છમા સ્ટેન્ડ બાય પર રાખવામા આવેલી ૧૦૯ જેટલી બસો ને અન્ય જિલ્લાઓમા અથવા તો અન્ય રાજ્યોમા મોકલી શકાય તેવી પણ આશંકાઓ સેવાઈ રહી છે. આ સિવાય મોરબી ના હળવદમા ૫ બસ અને ૧૦ ડ્રાઈવરને સ્ટેન્ડબાય તરીકે રાખવામા આવ્યા છે જ્યારે વાંકાનેરમા ૧૫ બસ અને ૩૦ ડ્રાઈવરને અને સુરેન્દ્રનગરમા પણ ૧૫ બસ સાથે ૩૦ ડ્રાઈવર ને સ્ટેન્ડબાય પર રાખવામા આવ્યા છે.

તો બીજી બાજુ વલસાડના ૫ શેલ્ટર હોમમા રહેલા ૪૬૩ જેટલા શ્રમિકો ને તેમના વતન મધ્યપ્રદેશ પહોંચાડવા માટે ૧૦૦ જેટલી બસની ફાળવણી કરવામા આવી છે. આ ઉપરાંત વલસાડ, વાપી, નવસારી અને બીલીમોરા ડેપો ની ૨૦ જેટલી બસો ફાળવવામા આવી છે તથા ધરમપુર અને આહવા ડેપો ની ૧૦ બસ ફાળવવામા આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર દ્વારા આપવામા આવેલા આદેશ ને અનુસરીને ગુજરાત સરકારે અમુક શરતો ના પાલન સાથે ધંધા-વ્યવસાય અને રોજગાર શરૂ કરવાના હુકમ કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, રાજ્ય ના તમામ જિલ્લાઓમા રવિવાર ૨૬ મી એપ્રિલ થી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા-વ્યવસાય કરવા માટે છૂટ આપવામા આવશે.

જે દુકાનોને વ્યવસાય માટે છૂટ આપવામા આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તાર ની બહાર હોવો જોઇએ. આ ઉપરાંત દુકાન-ધંધા વ્યવસાય ના નિયમિત સ્ટાફ ના ૫૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. આ ઉપરાંત આ તમામ લોકોએ માસ્ક પહેરવા નુ અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાતપણે જાળવવુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *