સંત એક ઘરે ભિક્ષા માંગવા ગયા, અંદરથી એક બાળકી આવી અને બોલી કે બાબા અમે તો ગરીબ છીએ, અમારી પાસે તમને આપવા કઈ નથી, સંતે કહ્યું બેટી બીજું કઈ નહિ તો આંગણા માંથી માટી જ આપી દે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે નાના બાળકોને જેવું વાતાવરણ મળે છે અને જે વાતાવરણમાં તે મોટા થાય છે તેવા જ સંસ્કાર તેનામાં આવે છે. જો નાનપણથી જ બાળકોને સારા સંસ્કાર આપવામાં આવે તો મોટા થઈને તે એક સારી વ્યક્તિ બની શકે છે. અને સમાજમાં પણ સારા સારા કામ કરશે. આજે આપણે એક એવા પ્રેરક પ્રસંગ વિશે વાત કરીશું કે જેનાથી તમે તમારા બાળકોને સારી વાતો સમજાવી શકો છો. જેનાથી ખબર પડશે કે બાળકને સારા સંસ્કાર આપવાનું શું મહત્વ છે.

આ એ સમયની વાત છે કે જ્યારે એક સંત પોતાના શિષ્યોની સાથે ભિક્ષા માગવા માટે એ ઘરની બહાર પહોંચ્યા. તેમણે દીક્ષા માંગવા માટે બૂમ પાડી જેથી બૂમ સાંભળીને તે ઘરની અંદરથી એક નાની બાળકી બહાર આવી. બહાર આવીને તે બાળકીએ સંતને કહ્યું કે બાબા અમે ખૂબ જ ગરીબ છીએ.

તમને ભિક્ષા આપવા માટે અમારી પાસે કશું જ નથી. તો કૃપા કરીને તમે કોઇ બીજા ઘરે ભિક્ષા માગવા માટે જાવ. સંતે કહ્યું કે બેટા ક્યારે પણ કોઈ વ્યક્તિને ના ન પાડવી જોઈએ. જો તમારા ઘરની અંદર કોઈ ના હોય તો તમારે તમારા ઘરની માટી દાન કરવી જોઈએ. છોકરી એ સંતની વાત સાંભળીને તેના આંગણા માંથી થોડી માટી ઉઠાવીને ભિક્ષાપાત્ર માં નાખી.

આવું કર્યા બાદ પણ તે ખુશ થઈને તે નાની બાળાને આશીર્વાદ આપ્યા અને આગળ ચાલવા લાગ્યા. થોડા આગળ જઈને બાબાના શિષ્ય કે તને પૂછ્યું કે શું ગુરુજી માટી પણ દાન માં લેવાની વસ્તુ છે? તમે આખરે ભિક્ષા માં માટી શા માટે લીધી?

સંતે પોતાના શિષ્યને જણાવ્યું કે એ હજી નાની બાળકી છે. જો ત્યારથી જ તે કોઈને ના પાડવાનું શીખી જશે તો મોટી થઈને તે દાન નહીં કરે. આજે તેણે મને દાન ની અંદર માટે આપી છે કાલે તેના મનમાં દાન કરવાની ભાવના જાગૃત થશે. જ્યારે તે મોટી થઈ જશે તથા દાન આપવા માટે સમર્થ હશે ત્યારે તે ફળ ફૂલ અને ધનનું દાન પણ કરશે.

મિત્રો આ સ્ટોરી માં થી આપણને ઘણું શીખવા મળે છે. ખાસ કરીને બાળકોને લઈને આ સ્ટોરી ખુબ ફાયદાકારક છે. બાળકોને નાનપણથી જ સારા સંસ્કાર આપવા જોઈએ. જેથી મોટા થઈને તે કોઈ ખરાબ કે ખોટું કામ કરે નહીં અને તે એક સારા અને ઈમાનદાર વ્યક્તિ બને.

જો વ્યક્તિનું નાનપણથી જ સારું ઘડતર અને સારું વાતાવરણ મળ્યું હશે તો તેની સીધી અસર તેના જીવન અને ચરિત્ર ઉપર પડશે. આ ઉપરાંત બાળકની હાજરી ની અંદર કોઈ ખરાબ શબ્દો અપશબ્દો બોલવા જોઈએ કારણ કે બાળક જેવું સાંભળે છે તેવું જ તે શીખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *