સંજીવની થી કમ નથી આ દિવ્ય ઔષધિ, લકવા જેવી દસ થી પણ વધુ બીમારીઓ થઈ જશે કાયમી માટે નાબુદ…

Spread the love

ઉંદરકા વધારે પડતી ભીનાશ વળી જમીનમાં ઉગી નીકળે છે. તે બે જાતની જોવા મળે છે, એક બગીચામાં થાય અને બીજી જંગલી જાત હોય છે. તેના પાન નાના અને જમીનમાં ફેલાયેલા જોવા મળે છે. બગીચામાં થતી ઉંદરકાની સુગંધ ખુબ સરસ હોય છે અને તેના ફળ ધાણા જેવડા જોવા મળે છે. તેના બીજને ચકલીઓ પણ ખાય છે. તેના પાનને ચોળવાથી તેમાં કાકડી જેવી સુગંધ આવે છે. બંગાળ બાજુ થતી ઉંદરકાની ના બે પ્રકાર છે. એકની ડાળી નાની અને તેમાં બોવ બધા પાન જમીનમાં પથરાયેલા જોવા મળે છે.

તેમાં ભીનાશ હોવાથી તેને નીચવતા તેમાં ચીકણો પદાર્થ નીકળે છે. તેના વેલામાં ગાંઠે ગાંઠે મૂળ હોય છે. તે ચામડીના દરેક રોગને દુર કરવા માટે ખુબ ઉપયોગી બને છે. તેનો રસ પીવાથી લોહી સાફ રહે છે. તે પિત વિકારમાં પણ ઘણી રાહત આપે છે. આ વેલની સુગંધ લેવાથી આપણું મગજ હલકું રહે છે. જે વ્યક્તિને લકવાની સમસ્યા હોય તેને પણ આનો ઉપયોગ કરવાથી તેમાં ઘણો ફાયદો થાય છે. ઉંદર કાનીનુ શરબત બનાવીને પીવાથી અપસ્મારમાં ઘણો ફાયદો થાય છે. તેનો લેપ બનાવીને કોઈ જગ્યાએ લાગ્યું હોય ત્યારે તેના પર લગાવાથી તે ધા જલ્દી રુજાય જાય છે.

ઉંદરકાની સુંઘવાથી માથાના દુખાવામાં પણ રાહત થાય છે. તેના લેપમાં જવનો લોટ મિક્સ કરી આંખના સોજા પર લગાવાથી તે સોજો જલ્દીથી ઉતરી જાય છે. તેના પાનના રસના ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં રાહત થાય છે. તેના રસને પીવાથી પેટમાં થતી કૃમિ દુર થાય છે. કૃમિના રોગને દુર કરવા આનો વર્ષોથી ઉપયોગ થતો જોવા મળે છે. એના મૂળને યોનીમાં રાખવાથી ગર્ભાશયના ઘણા રોગો દુર થાય છે.તાજી ઉંદરકાને કાપી તેનો લેપ બનાવીને કમર, સાથળ અને પેટ પર માલીસ કરવાથી વ્યક્તિમાં રહેલી અસ્ફૂર્તિને દુર કરી તેમાં સ્ફૂર્તિ લાવે છે.

દરકાનીનું પંચાંગ વીસ ગ્રામ, કીરમાણી અજમો, બોડી અજમો, કડ, કુંવાડીઆનાં બીજ અને શરપંખાનું મૂળ એ બધી વસ્તુને અઢી અઢી ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવો ત્યારબાદ તે ઉકાળાને પીવાથી પેટમાં દુખવાની સમસ્યાને દુર કરે છે. ઉંદરકાનીનાં પાંદડાં, મેંદીનાં પાન, અરડૂસીનાં પાન, જાઈનાં પાન અને અંબેલીનાં પાન એ બધા પાનને દસ દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવી પીવાથી પેટમાં થતી કૃમિ મટે છે.

ઉદરકાની, દંતીમૂળ, શંખાવલી, લોધર, ગરમાળો આ બધી વસ્તુને દસ દસ ગ્રામ લઈ સાત દિવસ સુધી તેને પાણીમાં પલાળી રાખવું. ત્યાર પછી તેમાં સાકર અને મધ મિક્સ કરી તેની ચાસણી બનાવી તેનો પાક બનાવો . આ રીતે બનાવેલા પાકનો ઉપયોગ નિયમિત કરવાથી જલંદરમાં ઘણો ફાયદો થતો જોવા મળે છે. તેના પાનનો રસ પીવાથી ઝાડા પણ મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *