સંજય દત્તની બહેન પ્રિયા દત્ત પણ દાન આપવા માટે આવી આગળ, આપ્યું આટલું દાન, જાણીને ઉડી જશે હોશ
મિત્રો, કોરોના વાયરસ નો પ્રકોપ હાલ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ ઉપરાંત ૧૪ તારીખ સુધી સમગ્ર દેશમા લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે બોલીવુડ સિતારાઓ કોઈ ને કોઈ સ્વરૂપે તેમની મદદ માટે આગળ આવ્યા છે તથા આ સમસ્યા આપણા માટે કેટલી ગંભીર છે તેનો સંદેશ આપીને લોકોમા જાગૃકતા લાવવા નો પણ પુષ્કળ પ્રયાસ કરી રહ્યા છે.
કોરોના થી સંક્રમિત લોકો ની સહાયતા માટે અનેક ઉધોગપતિઓ તથા અનેક બોલીવુડ ના સિતારાઓ એ કરોડો રૂપિયા નુ ફંડ પી.એમ. કેર ફંડ મા જમા કરાવ્યુ છે. આ ઉપરાંત અનેક લોકો એ રોજબરોજ નુ કાર્ય કરીને આવક મેળવતા લોકો માટે પણ અમુક મહત્વ ના પગલા ભર્યા છે. હાલ બોલીવુડ મા “ નાયક નહિ ખલનાયક હુ મે” ડાયલોગ માટે પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત ની બહેન પ્રિયા દત્તે પણ આ પી.એમ. કેર ફંડ મા ૨૫ લાખ રૂપિયા જમા કરાવ્યા છે.
હાલ જ તેણીએ પોતાના સોશીયલ મિડીયા એકાઉન્ટ ટવીટર પર થી ટવીટ કર્યુ હતુ કે , આ આવનાર સમય દરમિયાન કોરોના વાયરસ સામે લડી રહેલા લોકો માટે નરગીસ દત ફાઉન્ડેશન એ મહારાષ્ટ્ર ના સી. એમ. રાહત કોષ મા ૨૫ લાખ રૂપિયા નુ દાન કર્યું હતુ. વિશેષ મા તે કહે છે કે , આપણે સૌ ભેગા મળીને આ મહામારી ને દૂર કરીશુ અને આપણા થી શક્ય તેટલુ આ કાર્ય મા યોગદાન આપીશું.
પ્રિયા દત્ત દ્વારા કરવામા આવેલા ૨૫ લાખ રૂપિયા ના દાન ના કાર્ય ને સોશયલ મિડીયા મા લોકો દ્વારા ખૂબ જ વખાણવા મા આવી રહ્યુ છે. ટવીટર મા તેમની ટવીટ પર રીટવીટ કરીને અનેક લોકો તેમના આ કાર્ય ની સરાહના કરી રહ્યા છે.
હાલ સુધી મા આ સિતારાઓ દઈ ચૂક્યા છે પી.એમ. કેર ફંડ મા દાન :
અત્યાર સુધીમા સારા અલી ખાન , કરીના કપૂર, અક્ષય કુમાર , રિતિક રોશન , શાહરૂખ ખાન, કાર્તિક આર્યન , વરુણ ધવન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અનુષ્કા શર્મા, અર્જુન કપૂર જેવા અનેકવિધ સિતારાઓ એ આ કોરોના ની સમસ્યા સામે લડવા માટે પી.એમ. કેર ફંડ મા પોતપોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપ્યુ છે.