સંધિવા, કમરદર્દ અને વાયુ આ દરેક બીમારીઓનો એકમાત્ર રામબાણ ઈલાજ એટલે આ ઘરેલુ ચૂર્ણ, એકવાર તમે પણ કરો ટ્રાય…

Spread the love

રાસ્ના એક છોડની જડ છે. તે સ્વાદમાં તમતમતી હોય છે. તેના પાનનો આકાર પોહળા તથા લાંબા હોય છે. તેનું ઉત્પાદન વધુ પડતું ફાડી વિસ્તારમાં, અને પથ્થર વળી જમીન પર થાય છે. રાસ્નાનો ઉપયોગ ઔષધીય દવા બનાવવા માટે થાય છે. તેના જડને ગરમીની ઋતુમાં બહાર કાઢવામાં આવે છે. તેની જડનો ઉપરનો ભાગ મજબુત હોય છે. ઘણા લોકોના માટે તે જંગલી અને ઘણા લોકોના બગીચામાં થતી જોવા મળે છે.

જે રાસ્ના લીલાસ ઉપર દેખાતી હોય અને તાજી હોય તે આરોગ્ય માટે સારી ગણાય છે. એની જડ પુળી રૂપે બજારમાં વેચાય છે. તેને સ્કુચિયા લેનસિઓલેટા, ગ્રેટરગજંગલના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની અંદર આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે. તો આજે રાસ્નાથી થતા ફાયદા વિષે જાણીશું.

રાસ્ના સાત થી આઠ ઇંચ જેટલા લાંબા છોડ હોય છે. તેનો સ્વાદ કડવો હોય છે, તેમા જટામાંસીને મળતી સુંગધ આવે છે. તે ગુણમાં પાચન, કડવી અને ઉતેજીત છે. તે આપણા શરીરના ઘણા રોગને દુર કરે છે. તે ઉધરસ, શરદી, તાવ, શ્વાસ જેવ અનેક રોગમાં રાહત આપે છે. તેનો ઉપયોગ સાંધા અને કમર દુખાવાને દુર કરવા માટે પણ થાય છે. તે આપણી ચામડીના રોગ માટે પણ ઉપયોગી છે.
તેનો ઉપયોગ દવા અને કવાથ બનાવવા માટે પણ થાય છે.

તેમાં પાચનશક્તિને મજબુત બનાવવાનો ગુણ પણ રહેલો છે. તેનાથી આપણે લાગતો ભય પણ દુર થાય છે. યુક્તની વ્યાધિમાં તે ખુબ ફાયદાકારક છે. તેનાથી આફરા જેવી સમસ્યા પણ દુર થાય છે. સાંધાના અને કમરના દર્દ માટે રાસ્ના ખુબ ઉપયોગી છે. ગળો, દેવદાર, સૂંઠને અને એરંડમૂળને રાસ્ના પંચક ગણવામાં આવે છે, રાસ્નાનો ધુમાડો દાંતમાં આપવાથી દાંતમાં રહેલા જીવાણું દુર થાય છે.

રાસ્ના ના પાનનો ઉકાળો બનાવી તેનો લેપ લગાવથી આધાશીશી, અપસ્માર અને બીજી ઘણી બીમારીમાં રાહત મળે છે. રાસ્નાના ક્વથને યોગરાજ ગુગળ સાથે પીવાથી ધ્રુજારી તથા કંપવાયુ દુર થાય છે. તેના પેટના તમામ રોગ દુર થાય છે. તે પંચક વાના રોગ માટે ખુબ ઉપયોગી છે. તે ક્વાથને ગુગળ સાથે આપવાથી તેના તમામ ગુણમાં વધારો થાય છે. સાંધાના દુખાવામાં તે સારી અસર બતાવે છે.

રાસ્ના, સુંઠ અને પીપરને સારી રીતે ગરમ પાણીમાં ઉકાળીને તે ઉકાળો પીવાથી તે શ્વાસ અને બીજા ઘણા રોગને મટાડે છે. રાસ્ના, ગોખરું, દેવદાર, એરંડમૂળ, પુનર્નવા, ગળી અને ગરમાળો આ બધી વસ્તુને એકસરખી લઈ તેને મિક્સ કરી તેનું ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ પીવાથી પગની પેની, કમર, પીઠ વગેરેના બધા દુખાવા દુર થાય છે. તે ચૂર્ણ પીવાથી પેટમાં થતો ગેસ, વાયુ, શુળ જેવા અનેક રોગ દુર થાય છે. રાસ્ના અને ગૂગળ આ બંને વસ્તુને સરખે ભાગે લઈ તેની ગોળી બનાવી. આ ગોળી પીવાથી વાતરોગ દુર થાય છે. તે લોહીમાં રહેલા અલ્સરને પણ દુર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *