સાંધા નો દુ:ખાવા, વાં, સાઈટીકા, ડાયાબિટીઝ તેમજ ગેસની તકલીફ મા કરો આ વસ્તુ નો ઉપયોગ, જાણો તેનાથી થતા લાભો વિષે…

Spread the love

પારીજાતનું ફૂલ આપણને અનેક સમસ્યાથી બચાવે છે. તે સ્વાસ્થ્ય માટે અને વાળ માટે ખૂબ લાભદાયી છે. આના ફૂલ નાના અને સફેદ કલરના હોય છે. પરંતુ તેનાથી ઘણા મોટા ફાયદા મળે છે. પુરાણોમાં પણ આ ફૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની ડાંડલી નારંગી કલરની હોય છે. આ ફૂલ રાતે ખીલે છે અને સવારે તે જમીન પર વેરાયેલા મળે છે. આ ફૂલની સાથે તેનો છોડ પણ દવા અને સુંદરતા વધારવામા મદદ કરે છે.

મગજ, ચિકનગુનીયા અને ડેન્ગ્યુનો તાવ આવ્યો હોય ત્યારે આના પાન પીસીને ગરમ પાણીમા ભેળવીને તેને પીવાથી તાવમા રાહત મળે છે. આ મગજની ગરમી ઓછી કરવા અને મગજને ઠંડુ અને મજબૂત રાખવા માટે આ ખૂબ ઉપયોગી છે. સાંધાનો દુ:ખાવો હોય ત્યારે આના છ-સાત પાન પીસીને તેને એક ગ્લાસ પાણીમાં ભેળવીને અડધું પાણી બચે ત્યાં સુધી ઉકાળવું તેને સવારે ભૂખ્યા પેટે લેવું. ડેન્ગ્યુ થાય તે પછી કળતર દૂર કરવા માટે આના પાનની ઉકાળો બનાવીને લેવો.

આ પાનને પાણીમાં પીસીને તેને વાળમાં લગાવાથી વાળનો ખોડો દૂર થાય છે અને વાળ સફેદ થતા નથી. નવા વાળ પણ આવે છે. આના તેલથી મસાજ કરવાથી ત્વચા ગોરી બને છે. આના એક બીજનુ નિયમિત રીતે સેવન કરવાથી બવાસીર દૂર થાય છે. આના પાનને પીસીને તેને પાણીમા ઉકાળી તે અડધું રહે તે પછી તેને ઠંડુ કરીને લેવાથી ઘણા વર્ષો જુનો ગઠિયા નો રોગ મટે છે.

સાઈટિકાની તકલીફ ઘણા લોકોને સામાન્ય લાગે છે પરંતુ, તે ગંભીર બીમારી છે. આના પાન લઈ તેને ધીમા તાપે ઉકાળી તેને ઘાટુ થાય તે પછી તેનુ સેવન કરવાથી આમા રાહત મળે છે. ધમનીમા લોહીની અવરજવર બંધ હોય ત્યારે તેને ખોલવામા ખૂબ જ મદદ કરે છે. આના પાન એક શ્રેષ્ઠ ઔષધિ છે. તે ઘૂંટણનો દુ:ખાવો. કમરનો દુ:ખાવો અને સંધિવાની તકલીફમાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.

તે લઘુ અને રૂક્ષ છે. તે તેના ઉષ્ણ સ્વભાવને કારણે તે વાયુનો નાશ કરે છે. તે પચવામા તીખી છે. તે સ્વાદમા કડવુ હોય છે. તેમા રહેલા બીજા ઘણા બધા ગુણને કારણે તે જંતુઘ્ન અને કેશ માનવામા આવે છે. નાડીતંત્રનો સોજો દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. ચિકનગુનિયા થાય ત્યારે સાંધાનો દુ:ખાવો થતો હોય છે, તેના માટે આ ખૂબ લાભદાયી સાબિત થાય છે. તેના માટે ત્રણ દિવસ સુધી સતત આના પાનનો રસ પીવાથી તમને આ દુ:ખાવા માથી રાહત મળે છે.

ડેન્ગ્યુ થયા પછી શરીરમા થતી કળતર દૂર થાય છે. આના પણ ઉકાળીને પીવા. આને તમારે આઠથી દસ દિવસ માટે પીવાથી કળતર દૂર થાય છે. દાદરને દૂર કરવા માટે આના પાનને પીસીને લગાવીને તેને દૂર કરી શકાય છે. આના પાનને પીસીને તેમા મધ ભેળવીને લેવાથી ઉધરસ દૂર થાય છે. તેથી, વનવિભાગ પણ કહે છે કે, ઘરમા થોડી જગ્યા હોય ત્યા આ વાવવુ તેનાથી અનેક લાભ મેળવી શકાય છે.

તમને સાંધાનો દુ:ખાવો હોય ત્યારે તમને કોઈ દવાથી રાહત ના મળે ત્યારે તમારે આના દસ થી બાર પાન લઈ તેને પીસીને એક ગ્લાસ પાણીમા ઉકાળવુ તે પા ભાગનુ પાણી બચે તે પછી તમારે તેને ઠંડુ કરીને પીવાથી તમને ગોઠણનો દુ:ખાવો દૂર થાય છે. આનાથી તમને વધારે અસર ના થાય ત્યારે તમારે એક મહિના પછી આ ઉપાય ફરીથી કરવો તેનાથી અવશ્ય લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *