સાંધા, કમર કે સંધિવા ની તકલીફ માટે રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ચૂરણ, આ રીતે કરવો ઉપયોગ, જાણો તમે પણ…

Spread the love

અત્યારે નાના મોટા બધા લોકોને સાંધા દુખવાની સમસ્યા જોવા મળે છે. કેટલાય ઉપચાર કર્યા પછી પણ તેમાં કશો ફેર પડતો નથી. આજે અમે એવા ઘરે બનાવેલા ઉપચાર વિષે વાત કરીશું જેનાથી વર્ષો જુના સાંધાના દુખાવો, કમર નો દુખાવો, જેના અનેક રોગમાં ફાયદો આપે છે. આજના બદલાતા ખોરાકને લીધે આ સમસ્યા જોવા મળતી હોય છે. તેમાં આપણા હાડકા નબળા પડવા લાગે છે, અને સાંધા દુખવાની સમસ્યા પણ રહે છે.

આપણા પોષક તત્વો ના અભાવને કારણે આ સમસ્યા જોવા મળે છે. જે વ્યક્તિને કેલ્શિયમ ઓછુ હોય તેને પણ આ સમસ્યા થાય છે, તેને લીધે આપણા હાડકા કમજોર થતા જાય છે. અને સાંધાના દુખાવો થવા લાગે છે. ઓસ્ટીયોપોરોસિસને લીધે, ઘૂંટણ, ખભામાં દુખાવો, કાંડા, હાથ અને પગમાં દુખાવાની શરૂઆત થાય છે. જેન લીધે વ્યક્તિને ઉભવામાં અને ચાલવામાં તકલીફ થવા લાગે છે.

ઘણા લોકો આ દુખાવાને દુર કરવા અનેક પ્રકારની દવા અને જેલનો સહારો લેતા હોય છે. જેમાં તમને થોડા સમય માટે જ રાહત મળે છે. જો તેનો તમે હમેશા દુર કરવા માંગતા હોય તો આજે અમે એવો ઘરેલું ઉપાય બતાવીશું જે કરવાથી તમારા સાંધાના દુખાવાને હમેશા માટે દુર કરી દેશે. અને તમને રાહત આપવાશે. તે તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને દુર કરે છે.

આ રેસિપીને બનવાની રીત

તેને બનાવવા માટે જરૂરી સામગ્રી સો ગ્રામ હળદર , સો ગ્રામ મેથી ના દાણા, સો ગ્રામ સુકું આદુ આ બધી વસ્તુને ભેગી કરી તેનો પાવડર બનાવવો. પહેલા આ બધી વસ્તુને તડકામાં સુકવી દેવી. ત્યાર બાદ મિક્સરમાં ક્રશ કરી તેનો પાવડર બનાવો. આ પાવડરનો ઉપયોગ સવારે ખાલી પેટે ખાવો અને નવશેકું ગરમ પાણી તેની સાથે પીવું.

આ નો ઉપયોગ નિયમિત કરવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે અને આપણને સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, ખભા, કમર, કાંડા, હાથ અને પગનો દુખાવામાં તરત જ ફેર થતો જણાશે. જે વ્યક્તિના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તે પણ પૂરી થશે. તે આપણા હાડકાંને મજબૂત બનાવે છે, અને તમારે ક્યારેય આ સમસ્યાનો સામનો કરવો નહીં પડે, અને તમે પહેલા જેવા સ્વસ્થ અને નીરોગી બની જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *