સમ્પૂર્ણ આયુર્વેદમા સરગવા સમાન અન્ય કોઈ ઔષધી નથી, ૧૦૦ થી પણ વધુ બીમારીઓને આ ચૂરણ કરે છે દુર, જાણો તમે પણ…

Spread the love

સરગવો એક આયુર્વેદિક ઉપચાર તરીકે પણ વપરાય છે. તેનું સેવન કરવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. સરગવો ખાવામાં મીઠો અને તૂરો લાગે છે. તેનું સેવન કરવાથી ભૂખ લાગે છે. સરગવાનું શાક બનાવીને પણ ખાઈ શકાય છે. સરગવો ખાવાથી ચાંદા, કૃમિ, બરોળ, સોજો, ખંજવાળ અને અપચો આ બધી સમસ્યા માટે તે ખુબ અસરકારક ઔષધી છે. તે નેત્ર માટે પણ ખુબ હિતકારી છે. સરગવો એ અનેક રોગ માટે ઉતમ ઔષધી છે. સરગવાની છાલ, મૂળ, ગુંદર, પાન, શીંગ અને બીજ બધી વસ્તુ ઔષધીય ગુણ ધરાવે છે.

તેના સેવન કરવાથી સોજામાં રાહત થાય છે. તેમાં કેલ્શિયમ અને આર્યન જેવા તત્વો રહેલા છે. તેનું સેવન કરવાથી હાડકા મજબુત બનશે અને હાડકાનો ધસારાને અટકાવી શકાય છે. શરીરમાં નબળાઈ અને ચીડિયા પણું દુર કરવા માટે સરગવાના પાન, જડ, તેની છાલ, સીંગો આ બધી વસ્તુને મિક્સ કરી તેને સુકવી તેનું ચૂર્ણ બનાવી સવાર સાંજ એક ચમચી તેનું સેવન કરવાથી આ બધી સમસ્યા દુર થશે. તે ચૂર્ણને પાણી સાથે પણ લઈ શકાય છે. આ ચૂર્ણ સ્વાસ્થય માટે ખુબ સારું છે. તેના ઝાડનો રસ કાઢીને ગોળ સાથે પીવાથી માથાના દુખવામાં રાહત થશે.

તેનું સેવન દરરોજ કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. તેના રસને આંખમાં પણ નાખી શકાય છે. તેનું સૂપ બનાવીને પીવાથી હદય અને યુક્તમાં ફાયદો થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ ઉત્પન થવા દેતું નથી. તેના બનાવેલા ચૂર્ણમાં અડધું લીંબુ મેળવીને તેને પીવાથી મોટાપો પણ ઓછો થઇ જાય છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રોગો સામે સામનો કરવામાં મદદરૂપ થાય છે. તેનું સૂપ બનાવીને પીવાથી લોહી સાફ રહે છે અને ખીલ થવાની સમસ્યા ત્યારે જ થાય છે જયારે તમારું લોહી શુદ્ધ રહેશે.

તેના પાન પીસીને તેનો લેપ બનાવી ચહેરા પર લાગવાથી ખીલ અને કાળા ડાગ ની સમસ્યા માંથી છુટકારો મળશે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી પુષ્કળ પ્રમાણમાં હોય છે. દુધની તુલનામાં સરગવામાં ૪ ગણું વધારે કેલ્શિયમ અને ૨ ગણું પ્રોટીન રહેલું છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે.

દમ અને શ્વાસના દર્દીને સવાર સાંજ તેની છાલનો ઉકાળો પીવાથી રાહત થાય છે. તેના મુળ ની છાલ નો ઉકાળો બનાવી સિંધાલુણ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. કીડનીની પથરી મા તેના મુળ નો તાજો ઉકાળો પીવાથી ઘણો ફાયદો થશે. એક થી બે કીલો સરગવાની શીંગો ના નાના નાના ટુકડા કરી લો. ત્યારબાદ થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી અને ઠંડુ થયા પછી થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરૂર જણાય તો સહેજ સિંધવ નિમક નાખી સવારમાં ભૂખ્યા પેટે દરરોજ પીવાથી મહીને બે કિલો વજન ધટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *