સમગ્ર વિશ્વ મા સૌથી અમીર લોકો ની યાદી મા આવતા મુકેશ અંબાણી, નથી ખરીદી શકતા આ કાર, જાણી લો આ કાર ની કિંમત

Spread the love

મિત્રો, હાલ વર્તમાન યુગમા દરેક વ્યક્તિ પોતાની એક કાર હોય તેવી ઇચ્છા ધરાવતો હોય છે. આ કારમા તે વ્યક્તિ જ્યા પણ જવા ઇચ્છે ત્યા જઈ શકે છે. પરંતુ, જ્યારે સામાન્ય લોકોની વાત આવે છે ત્યારે નાણાકીય અભાવના કારણે સામાન્ય લોકો નાની અને સસ્તી ગાડીઓ ખરીદે છે. ત્યારે બીજી તરફ જો આપણે શ્રીમંત લોકોની વાત કરીએ તો આ લોકો કરોડોની કારનો સંગ્રહ રાખે છે.

આજ સુધી તમે તમારા જીવનમા કદાચ ૧૦-૨૦ મિલિયન સુધીના મૂલ્યની કારના નામ સાંભળ્યા જ હશે પરંતુ, હાલ અમે તમને વિશ્વની સૌથી મોંઘી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આપણા દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણી પણ આ કાર ખરીદી શકતા નથી. હવે તમે પણ વિચારતા જ હશો કે, આ કાર કેટલી મોંઘી હશે અને મુકેશ અંબાણી આ કાર કેમ નથી ખરીદી શકતા? તો ચાલો, આપણે આ કાર અને તેના મૂલ્ય વિશે માહિતી મેળવીએ.

તમને ખ્યાલ જ હશે કે, રોલ્સ રોયસ એ મોંઘી અને લક્ઝરી કાર બનાવવા માટે સમગ્ર વિશ્વમા પ્રખ્યાત છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામા આવેલી દરેક કાર સુવિધાઓના દ્રષ્ટિકોણથી વિશ્વની બીજી કાર કરતા તદન અલગ જ હોય છે. આ સાથે તેનો દેખાવ પણ લોકોને તેના તરફ આકર્ષિત કરે છે. રોલ્સ રોયસ દ્વારા બનાવવામા આવેલી દરેક કાર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ થયેલ હોય છે. આ કારણોસર જો તમે સમાન મોડેલની બે ગાડીઓને મિક્સ કરો છો તો તમે તેમા તફાવત જોઈ શકો.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમા રોલ્સ રોયસે વિશ્વની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. આ કારનુ નામ છે ‘સ્વેપ્ટેલ’. આ કારની વાત કરીએ તો તેની અંદર ૬.૭૫ લિટરનુ વી-૧૨ એન્જિન લગાવવામા આવ્યુ છે, જે ખૂબ જ શક્તિશાળી છે. તમને જણાવી દઈએ કે આ કાર એક વિશેષ વ્યક્તિ માટે બનાવવામા આવી છે. અમને આ કારની અંદર ઘણુ બધુ કસ્ટમાઇઝેશન જોવા મળશે. જો આ કારના બોડી વિશે વાત કરવામા આવે તો આ કારની બોડી ફેન્ટમ – ૮ કુપેની એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ ડિઝાઇન પર બનાવવામા આવી છે.

તમને જણાવી દઇએ કે વિશ્વની આ વિશિષ્ટ કાર દેખાવમા ખૂબ જ અનેરી લાગે છે.હવે જો આ ગાડીના આંતરિક ભાગ વિશેની વાત કરીએ તો આ ગાડીના આંતરિક ભાગમા ટાઇટેનિયમ ઘડિયાળ, મેસેસર ઇબોની વુડવર્ક, પાલ્ડો વૂડ ઇન્ટિરિયર અને સીટર સિવાયની બીજી વસ્તુઓ પણ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી લગાડવામા આવી છે. જો તમે આ ગાડીના મૂલ્ય વિશે વાત કરો તો આ ગાડીનુ મૂલ્ય અંદાજિત ૮૪ કરોડ રૂપિયા છે.

હવે તમે વિચારતા જ હશો કે, આપણા દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી આ ગાડીને સરળતાથી ખરીદી શકે છે. પરંતુ, અમે તમને જણાવી દઈએ કે આ ગાડી એક વિશેષ વ્યક્તિ માટે તૈયાર કરવામા આવી છે માટે જો મુકેશ અંબાણી ઇચ્છે તો પણ આ ગાડી ખરીદી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *