સમગ્ર વિશ્વ મા ક્યાં થી આવ્યો આ કોરોના, વૈજ્ઞાનિકોને મળ્યુ કનેક્શન, હવે આ દેશ ની ખૂલશે પોલ

Spread the love

મિત્રો, કોરોના વાયરસ ના ઉદભવ વિશે અનેક પ્રકાર ની અટકળો છે. હાલ આ સમસ્યા એ વિશ્વવ્યાપી રોગચાળાનુ સ્વરૂપ ધારણ કર્યું છે, એવા સમયે અમેરિકન વૈજ્ઞાનિકો ને ખૂબ જ અગત્ય ની માહિતી પ્રાપ્ત થઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકો ના મત મુજબ કોરોના વાયરસ ની ઉત્પત્તિ સૌપ્રથમ જંગલી જાનવરોમા થઈ અને ત્યારબાદ મનુષ્ય ને તેના થી ચેપ લાગ્યો. સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસથી પ્રભાવિત છે.

અત્યાર સુધીમા તેનાથી ૧,૮૪,૨૮૦ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. ફક્ત આટલુ જ નહી વિશ્વની અડધી વસ્તી લોકડાઉનમા જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ વિના પોતાનુ જીવન પસાર કરવા મજબૂર છે. અમેરિકા ખાતેની એક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધનકારો જણાવે છે કે, કોરોના વાયરસની સમસ્યા અને છેલ્લા એક દશકામા આવેલ તમામ સંક્રમક બીમારીઓના સંબંધ વન્યજીવ સાથે સંકળાયેલ છે.

યુનિવર્સિટી ના પ્રોફેસર પૌલા કેનન જણાવે છે કે, હાલ ની પરિસ્થિતિ નુ તારણ કાઢતા વૈજ્ઞાનિકો ને હજુ સુધી પાકી ખાતરી નથી કે વર્તમાન સમય ની આ કોરોનાની સમસ્યાનો ચેપ કેવી રીતે શરૂ થયો પરંતુ, તેમનુ માનવુ છે કે, આ કોરોના વાયરસ ઘોડા ની નાળ આકારના ચામાચીડિયા માંથી ફેલાયો છે. કેનન જણાવે છે કે, કોરોના વાયરસ ચામાચીડિયા દ્વારા મનુષ્યમા ફેલાયો હોવાના અમુક પુરાવા છે.

સંશોધનકારો જણાવે છે કે, કોરોના વાયરસ ચીનના વુહાન શહેર ના માંસ બજાર માંથી લોકોમા ફેલાયો છે. ચીન ના વુહાન શહેરના આ બજારમા જીવંત વન્યપ્રાણી વેચવામા આવે છે. તેમણે જણાવ્યુ હતુ કે, આ રીતના સંક્રમણ અમુક વર્ષો પૂર્વે પણ મર્સ અને સાર્સ દરમિયાન થયા હતા. સંશોધનકારો જણાવે છે કે, પુરાવા મુજબ મર્સ વાયરસ ચામાચીડિયા દ્વારા જ ઉટમા ફેલાયો અને ઉંટો માથી માણસો ને ચેપ લાગ્યો હતો.

તો સાર્સ વિશે એવી માન્યતા છે કે તેના વાયરસ પણ ચામાચીડિયા દ્વારા બિલાડીમા અને બિલાડી માંથી લોકોમા ફેલાયો. વૈજ્ઞાનિકો જણાવે છે કે, ઇબોલા વાયરસ પણ ચામાચીડિયા માંથી લોકોમા આવ્યો હતો. ઇબોલા ૧૯૭૬,૨૦૧૪ અને ૨૦૧૬ ના વર્ષોમા આફ્રિકા મા ફેલાયો હતો. તેમણે કહ્યુ કે, અમને કોરોના વાયરસ ના આવા ઘણા આનુવંશિક કોડ પ્રાપ્ત થયા છે, જે ચામાચીડિયા મા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *