સમગ્ર વિશ્વ મા કોરોના ના હાહાકાર વચ્ચે આવ્યું ગુજરાત પર એક મોટી બિમારી નુ જોખમ, હેલ્થ ડીપાર્ટમેન્ટ પણ થયા એલર્ટ
મિત્રો, કોરોના વાયરસના આખી દુનિયા મા હાલ સુધીમા ૧ લાખ કરતા પણ વધુ કેસ ની નોંધણી થઇ ચુકી છે અને ૬૦૦૦ કરતા પણ વધુ લોકો આ વાયરસ ના કારણે મૃત્યુ ને ભેંટી ચુક્યા છે અને એવુ નથી કે આ વાયરસ ફક્ત આપણા દેશમા જ છે પરંતુ , યુરોપ ના દેશોમા પણ આ વાયરસ ના કારણે જાનહાની થઇ રહી છે. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા હાલ આ વાયરસ ને લોકો થી દૂર રાખવા માટે અગત્યના નિર્ણયો લેવામા આવ્યા છે.
પરંતુ , તાજેતરમા જ ગુજરાતમા એક બીજા વાયરસે પણ પ્રવેશ કર્યો છે. આ વાયરસ ગુજરાત ના નાનકડા એવા સંતરામપુર ના પ્રતાપપુરા વિસ્તાર ના ઘોડાઓ મા જોવા મળ્યો છે. આ વાયરસ ને ગ્લેન્ડર વાયરસ કહેવાય છે. આ વાયરસ એટલો ગંભીર છે કે તે કોઈના અડવા કે તેની નજીક જવાથી નહીં પરંતુ, માત્ર હવાના સંપર્ક થી પણ ફેલાય છે. આ વાયરસ પશુઓ માથી મનુષ્ય મા ફેલાતા જરાપણ સમય લાગતો નથી. ઘટના કઈક એવી બની કે અહીના એક ઘોડાનુ સ્વાસ્થ્ય બગડતા નિદાન માટે દવાખાનામા લઈ જવામા આવ્યો હતો.
જ્યા તેની તપાસ કરવામા આવી અને આ તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે આ ઘોડો ગ્લેન્ડર નામના વાયરસ થી પીડાઈ રહ્યો છે. તેની સારવાર દરમિયાન જ તે મૃત્યુ પામ્યો. સ્વાસ્થ્ય વિભાગ ને આ વાયરસ અંગેની જાણ થતા તેમણે આ ઘોડાની સાથે તબેલા મા રહેતા અન્ય ઘોડાઓની પણ તપાસ કરી , જેમા અન્ય ઘોડાઓ મા પણ ગ્લેન્ડર વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. વાયરસને નિયંત્રણ મા લાવવા માટે વનવિભાગ દ્વારા આ ઘોડાઓ ને ઝેરનુ ઇન્જેક્શન આપીને મૃત કરી દેવામા આવ્યા હતા.
ત્યારબાદ તેમને રહેણાંક વિસ્તારથી દૂર દફનાવી દેવામાં આવ્યા હતા. ગ્લેન્ડર નામના આ વાયરસથી સમગ્ર રાજ્ય નુ વહીવટીતંત્ર પણ સચેત થઇ ગયુ. આ વાઇરસ ની જાણ થયા બાદ આ ગ્રામ્ય વિસ્તારની આસપાસના વિસ્તારોમા રહેતા પશુઓની તપાસ પણ શરૂ કરી દેવામા આવ્યું છે. આમ જો અન્ય કોઈ પ્રાણીઓમા પણ આ વાયરસ ફેલાયો હોય તો તેનો ત્યા જ અંત લાવી શકાય. આ સિવાય ઘોડાની સાથે રહેતા લોકોની પણ તપાસ કરવામા આવી રહી છે.
આ વાઈરસ ફક્ત સ્પર્શ દ્વારા જ નહીં પરંતુ, હવા ના માધ્યમ થી પણ મનુષ્યોમા ફેલાઈ શકે છે જે એક મોટુ જોખમ છે. અહેવાલો પર થી મળતી માહિતી મુજબ ઘોડાના માલિક અબ્દુલ સત્તાર પઠાણ નો એક ઘોડો છેલ્લા ઘણા સમયથી બીમાર હતો. તેને સારવાર હેતુસર પશુઓ ના દવાખાનામા લઈ જવામાં આવ્યો હતો જ્યા તેનુ મૃત્યુ નીપજ્યુ હતુ. વાયરસ ની પુષ્ટિ થતા તે ઘોડાને અને તેની સાથે રહેતા અન્ય ઘોડાઓ ને પણ ઝેરના ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવ્યા હતા.
આ વાઇરસ અંગેની માહિતી મળતા તંત્ર આખું જાગી ગયુ હતુ અને આ સમસ્યા નો અંત લાવવાનો પ્રયાસ મા લાગી ગયા હતા. વધુ સતર્કતા જાળવવા માટે તેમણે તે જ શહેર તથા તાલુકાના ઘોડા, તેમજ ગધેડા અને ખચ્ચર જેવા ૧૭૬ પશુઓ ના પણ લોહીના સેમ્પલ લઈને તપાસ માટે પ્રયોગશાળા મા મોકલી દેવામા આવ્યા. ગ્લેન્ડર વાયરસ સામાન્ય રીતે ઘોડાઓમા વધુ પડતુ જોવા મળે છે પરંતુ, જો તે ઘોડા માણસ ના સંપર્કમાં આવે તો તે માણસમા પણ ફેલાઈ શકે છે. આજે જ્યારે કોરોના વાયરસ ના કારણે જે મહામારી ફેલાઈ રહી છે ત્યારે તેને ધ્યાનમા રાખીને કોઈપણ અન્ય વાયરસ ને હળવાશ મા લઈ શકાય તેમ નથી.