સામાન્ય ઉધરસથી લઈને ગળાની જટિલ બીમારીઓ સામે પણ મળશે રાહત, આજે જ અજમાવો આ અસરકારક આયુર્વેદિક ઘરેલુ ઉપચાર…

Spread the love

મિત્રો, પ્રવર્તમાન સમયમા વધતા જતા અનેકવિધ પ્રકારના રોગચાળામા અનેકવિધ પ્રકારની બીમારીઓ માણસોને થાય છે, જેમાંથી આપણે ગળા સાથે સંકળાયેલ બીમારીઓ વિશે આપણે માહિતી મેળવીશુ. આવા મહામારી અને કોરોનાના સમયકાળમા હોસ્પિટલ જવા કરતા જો ઘરેલુ ઉપાયથી બીમારીઓ દૂર થતી હોય તો હોસ્પિટલ ના જવુ જોઈએ અને ઘરેબેઠા જ આયુર્વેદિક ઉપાયથી તે રોગને દૂર કરવો જોઈએ, જેનાથી આપણા શરીરને પણ નુકશાન ન થાય અને પૈસા બાબતથી પણ કઈ જ ચિંતા કરવી પડતી નથી.

તો ચાલો આજે આપણે ગળામા થતી બીમારીઓ આયુર્વેદિક ઉપાયથી કેવી રીતે દૂર થાય? તેના વિશે વિશેષ માહિતી મેળવીશુ. ઋતુ ગમે તે હોય શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય ગમે તે ઋતુની અંદર ગળાને લગતી નાની બીમારીઓ જેમકે, ઉધરસ, શરદી, ગળામા થતી બળતરા, ખાવા-પીવાની સમસ્યા આવી અનેકવિધ પ્રકારની સમસ્યાઓ આપણને નિરંતર સતાવતી જ હોય છે.

તો ચાલો આજે આપણે આવી બીમારી દૂર કરવા માટે ના ઘરેલુ ઉપાય જાણીએ .જો તમને ઉધરસ કે કાકડા ને લગતી બીમારી હોય તો તેના માટે ચૂલ ની બળેલી ૧૦ ગ્રામ માટી, ૩ ગ્રામ મરીનુ ચૂરણ સવાર-સાંજ થોડું-થોડું દબાવીને લગાવથી ત્રણ દિવસમા કાકડા પર લાગેલું ઇન્ફેકસન દૂર થાય છે. તે ઉપરાંત બે ગ્રામ ફુલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ પાણીમા નાખી કોગળા કરવાથી કોઈપણ ગળાને લાગતું ઇન્ફેકશન દૂર થાય છે તેમજ ઉધરસમા પણ રાહત મળે છે .

તેમજ્જ બીજા ઘરેલુ નુષ્કા ની વાત કરીયે તો આંબા ના પાન બારી ને તેનો ધુમાડો લેવાથી ગળા ના અંદર ના કેટલાક દર્દો મઆથી ફાયદો થાય છે જો તમને ગળા માં બળતરા ક દુખાવો થતો હોય તો એક ચમચો મધ, લીંબુનો રસ, લાલ મરચાનો થોડો પાવડર દિવસ માં ૨-૩ વાર લેવાથી ઘણો લાભ થાય છે. જો ગળાના ઇન્ફેકસનથી ગળામા સોજો આવી ગયો હોય તો તેમાં કેળાની છાલ ગળા ઉપર બાંધવાથી ગળાના સોજામા રાહત થાય છે

જો તમને ઉધરસ હોય તો તેના માટે આદું નો રસ મધ માં મેડવી લેવો અને એક નાગરવેલ ના પાન માં થોડી હળદર અને ૩-૪ મરી મૂકી બીડું વાળી ઉપર લવિંગ નાખવું અને ચાર ગ્લાસ અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દિવસમા ત્રણ થી ચાર વખત થોડું થોડું પીવાથી ઉધરસમા તરત જ ફાયદો જોવા મળે છે

ત્યારબાદ ગળાના કોઈપણ પ્રકારના ઇન્ફેકસન માટે સૂકા દાણાદાર ધાણા અને સાકર સરખા પ્રમાણ માં ભેળવીને એક ચમચી દિવસમા ૨-૩ વાર ચાવવાથી ગળાના ઇન્ફેકસનમા રાહત મળે છે. જો તમે જાયફળને પાણીમા નાખી તેને ચાવો તો ગળાના દુ:ખાવા તેમજ કફને લગતી તમામ બીમારીઓમા રાહત મળે છે તેમજ લસણના રસને પાણીમા ઉમેરી અને તે પાણીના કોગળા કરવાથી ગળામા થતા દુખાવામા ઘણો રાહત મળે છે આમ બીજા ઘણી પ્રકારના આયુર્વેદિક નુસ્ખાઓ દ્વારા આપણે ગળાને લગતી સમસ્યામા રાહત મેળવી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *