સલામ છે આ મજૂરોની દરીયાદીલીને! ઓક્સીજન બનાવવામા છે એટલા મશગુલ કે ભોજનનો પણ કરી દીધો છે ત્યાગ, જાણો આ હીરોઝ વિશે…

Spread the love

મિત્રો, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા હાલ રાત-દિવસ અથાગ પરિશ્રમ કરીને લિક્વિડ મેડિકલ ઓક્સિજન બનાવવામા આવી રહ્યો છે. બોકારો સ્ટીલ લિમિટેડના કેપ્ટિવ પ્લાન્ટમા પણ ઓક્સિજન તૈયાર કરતા મશીનો દિવસ-રાત ચાલી રહ્યા છે અને ઓક્સીજન બનાવવામા આવી રહ્યો છે. અહીંથી ઓક્સિજન લઈ જવા ઉત્તરપ્રદેશથી એક માલગાડી પણ નીકળી ચૂકી છે, જેમા એક રેક ભરીને ઓક્સિજન આપવાનો રહેશે. આ માલગાડી શનિવારની રાત્રે ૧૦ વાગ્યે બોકારો પહોંચશે અને ત્યાંથી ઓક્સીજન લાવશે.

અહીંના કેપ્ટિવ પ્લાન્ટમાં ૯૦ જેટલા અને આઈનોક્સના પ્લાન્ટમા અંદાજે ૮૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. હાલ, આઠ-આઠ કલાકની ત્રણ શિફ્ટમા નિરંતર ઓક્સિજનનુ ઉત્પાદન થઈ રહ્યુ છે. જ્યારે મીડિયાના લોકો અહી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમણે જોયુ કે, મજૂરો સામે લંચબોક્સ પડ્યા છે. આ જોઇને તેમણે પૂછ્યુ કે, ‘તમે ભોજન લઈ લીધુ?’ ત્યારે તેના પ્રત્યુતરમા મજૂરોએ એવો જવાબ આપ્યો કે, ‘રોજનો ૧૫૦ ટન જેટલો ઓક્સિજન તૈયાર કરવાનો છે અને હજુ ૧૦૦ ટન જેટલો પણ તૈયાર થયો નથી.

હાલ સમય ખુબ જ ઓછો છે એટલે જ્યા સુધી ૫૦ ટન તૈયાર થાય નહિ ત્યા સુધી અમે ભોજન લઈ શકીએ નહિ. છત્તીસગઢના ભીલાઈમા પણ હાલ ૨૯ જેટલા પ્લાન્ટમા ૪૦૦ કરતા પણ વધુ ટન મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અહી પહેલીવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન કરવામા આવી રહ્યુ છે.

સમયસર બીજા રાજ્યો સુધી ઓક્સિજન લઈ જઈ શકે તે માટે પહેલીવાર ગ્રીન કોરિડોરની પદ્ધતિ પણ અપનાવવામા આવી છે. ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનુ ઉત્પાદન માર્ચ પછી બંધ છે. હાલ, ભીલાઈ પ્લાન્ટમા ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ સ્થિત છે. આ ત્રણેય પ્લાન્ટનુ સંપૂર્ણ સંચાલન પ્રેક્સ એર દ્વારા કરવામા આવે છે.

હાલ, પ્લાન્ટ-૧ મા ઉત્પાદન બંધ થઈ ચુક્યુ છે ત્યારે પ્લાન્ટ-૨ અને ૩ ની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન ૨૬૫ ટનની છે. ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓની બેઠક બાદ ઓક્સિજન ઉત્પાદક એકમોમા આ અંગે મોનિટરિંગ પણ શરૂ કરાયું છે. હાલ, ભીલાઈ ઓક્સિજન પ્લાન્ટમા જ રાજ્ય શાસનના ચાર અને કેન્દ્ર શાસનના બે અધિકારીઓને નિરીક્ષણ માટે મુકવામા આવ્યા છે.

તેમને નિર્દેશ કરવામા આવ્યો છે કે, ઓક્સિજન પ્લાન્ટ માટે જે રાજ્યો સાથે જે મુજબની સમજૂતિ છે તે મુજબ ઓક્સિજન પહોંચાડાય. ઓક્સિજન પુરવઠાને લઈને દરરોજ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંતુલિત સ્થિતિનુ નિર્માણ કરવામા આવી રહ્યુ છે. ભીલાઈ મેનેજમેન્ટને આ અંગે મીડિયા સાથે ચર્ચા કરવાની સ્પષ્ટપણે ના પાડી દેવામા આવી છે. આ દ્રશ્યોને જોઇને તો એવુ લાગી રહ્યુ છે કે, આવનાર સમયમા આપણે સફળતાપૂર્વક કોરોનાને હરાવી દેશુ. માટે તમે પણ આ બીમારી અંગે વિશેષ સાવચેતી વર્તજો અને શક્ય બને ત્યા સુધી ઘરની બહાર નીકળવાનુ ટાળજો, ધન્યવાદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *