સૈફઅલી અને કરીના ના લગ્ન ના સમાચાર મળતા જ અમૃતાએ કરી આવી હરકતો, સારાએ કહ્યું કે મમ્મી મને લોકરમા….

Spread the love

મિત્રો, સૈફઅલી ખાન એ બોલીવૂડ જગતમા નવાબ ના નામ થી ઓળખાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તેમના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. પરંતુ, આ વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે તેમણે આ લગ્ન બધાથી છુપાઈને કર્યા હતા.

અમૃતા ઉમર મા હતી સૈફ કરતા ઘણી મોટી :

અમૃતાએ સૈફ કરતા ઘણી મોટી હોવાના કારણે અમૃતાના ઘરના સદસ્યો તેનાથી ખુબજ ક્રોધિત થયા હતા. પરંતુ, ધીરે-ધીરે સૌ કોઈ માની ગયા હતા. હિંદુ ફેમિલી માંથી આવતી અમૃતાએ સૈફ સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. સૈફ અને અમૃતા ના બે સંતાનો છે, જેમા એકનુ નામ સારા અલીખાન અને બીજા નુ નામ ઈબ્રાહીમ ખાન છે.

જોકે હાલ અમૃતા અને સૈફ બંનેના તલાક થઇ ચુક્યા છે અને સૈફ એ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૨ મા કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. કરીના અને સૈફ નો એક પુત્ર પણ છે જેનુ નામ તૈમુર અલી ખાન છે. જોકે અત્યારે તો સારા તેની સાવકી માતા કરીના અને પિતા સૈફ ની ખુબજ નજીક છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે જયારે અમૃતા ને જાણ થઇ કે તેનો પતિ સૈફ અને કરીના લગ્ન કરવાના છે ત્યારે તેણી ની શું પ્રતિક્રિયા હતી? આ અંગે સારા અલી ખાને પહેલી વાર ખુલાસો કર્યો છે.

સારા અલી ખાને ખોલ્યા તેની માતા અમૃતા ના રાઝ :

હાલ મા જ એક કાર્યક્રમ દરમિયાન સારાઅલી ખાન તેના ભાઈ ઈબ્રાહીમ તેમજ તેની માતા અમૃતા ની સાથે ગઈ હતી.આ દરમિયાન તેણીએ જણાવ્યુ કે “જયારે અબ્બા અને કરીના ના લગ્ન થયા ત્યારે મારી માં મને લોકર રૂમમા લઇ ગઈ હતી અને બધાજ દાગીનાઓ દેખાડી ને પૂછ્યુ કે તારે આમાંથી ક્યાં બુટીયા પહેરવા જોઈએ?

સારાએ એ પણ જણાવ્યુ કે, તેમણે અબુ અને સંદીપ ને ફોન કરીને જણાવતા કહ્યુ કે સૈફ અને કરીના બંને લગ્ન કરવાના છે અને તે દિવસે મારી પુત્રી સૌથી સુંદર લાગવી જોઈએ અને હુ ઈચ્છુ છુ કે મારી પુત્રી સારા આ દિવસે સૌથી સુંદર પોશાક પહેરે.

સામાન્ય છોકરીઓ ની જેમ જ વીતાવી છે જિંદગી :

સારા એ નવાબ કુટુંબ સાથે સંબંધ રાખવાની પણ અમુક વાત જણાવી. તેણીએ જણાવ્યુ કે, આ રીત ના વિચારો એક રીતે ગેરજવાબદાર છે.આપણો દેશ આઝાદ થવા ની સાથે જ રાજતંત્ર સમાપ્ત થઇ ગયુ છે. હુ આ બધા મા એટલો વિશ્વાસ નથી રાખતી. હુ મુંબઈ મા સ્થિત એક સામાન્ય કુટુંબ ની યુવતી ની જેમ જ મોટી થઇ છુ. હુ ફક્ત મારી માતા અને મારા પપ્પા ની જ રાજકુમારી છુ.

આ સિવાય જયારે અમૃતાએ સારા અંગે વાત કરી ત્યારે તેણે જણાવ્યુ કે “સારા એક ખુબજ શિસ્ત થી મોટી થયેલ યુવતી છે. તે બધાનો ખુબજ આદર કરે છે.તે પોતાના કામ,મગજ અને શરીર ને લઈને ખુબજ શિસ્તબદ્ધ છે. હુ તેના પોતાની જાત ને બેલેન્સ રાખવા ના પ્રયાસો કરતી જોઉં છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *