સફેદ વાળને કરવા છે કુદરતી કાળા? તો અજમાવી જુઓ આ અસરકારક દેશી ઉપચાર, જરૂરથી મળશે મનગમતું પરિણામ…

Spread the love

અત્યારે નાની ઉમરના વ્યક્તિને પણ સફેદ વાળ થવાની સમસ્યા જોવા મળે છે. જે વ્યક્તિના અકાળે વાળ સફેદ થવા જઈ રહ્યા તેણે સમતોલ આહારનું સેવન કરવું જોઈએ. જે વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન હોય તેણે તેના આહારમાં પોષક તત્વો ભરપુર પ્રમાણમાં લેવા જોઈએ. પેટોથેનિક એસિડ, પેરા-એમિનાઇઝિન એસિડ અથવા પીએબીએ ઇનોસિટોલ એ મુખ્ય ઘટકો છે જે આપણા અકાળે થતા સફેદ વાળને રોકવામાં મદદ કરે છે. પેટોથેનિક એસિડ દસ મિલિગ્રામ, પેરા એમિનો બેન્ઝોઇક એસિડ સો મિલિગ્રામ અને ઇનોસિટોલ ૨,૦૦૦ મિલિગ્રામ.

આ ત્રણ વિટામિન ‘બી’ કેટેગરીના છે અને તેના સારા પરિણામો મેળવવા માટે, તેમનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, માટે ખાસ કરીને ફણગાવેલા ઘઉં ખાવા જોઈએ જેમાં ‘બી’ ના તમામ વિટામિન રહેલા છે. મેંદો, ખાંડ અને તેમાંથી બનાવેલ બધી વસ્તુઓ, જેમ કે સોફ્ટ ડ્રિંક્સ, પેસ્ટ્રીઝ, જેલીઓ વગેરેથી દૂર રહેવું. તે આપણી ત્વચામાં કરચલીઓ લાવે છે, અને આપણા ચહેરાને કદરૂપું બનાવે છે, સાથે તે વાળને સફેદ કરે છે અને માણસને વૃદ્ધ જેવા બનાવી દે છે. આમળા નો ઉપયોગ સફેદ વાળ ને અટકાવવા માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે.

તે વાળની વૃદ્ધિ અને તેમના રંગને કાળો બનાવે છે. આંબળાને તડકે સુકવી તેનો પાવડર બનાવીને વાળમાં લગાવાથી તે આપણા વાળ માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી બદામના તેલમાં થોડા ટીપાં લીંબુનો રસ એક ચમચી આમળાના રસમાં મેળવીને, રાત્રે ખોપરી ઉપરની ચામડી પર તેની માલિશ કરવાથી વાળ અકાળે સફેદ થતાં અટકે છે અને સફેદ થયેલા વાળ થોડા સમયમાં ફરીથી કાળા થઈ જાય છે.આમળા, કાળા તલ, ભાંગરો, અને બ્રાહી આ બધી વસ્તુને સરખે ભાગે લઈ તેનો પાવડર બનાવી સવાર સાંજ પીવાથી સફેદ વાળ કાળા થાય છે.

આમળાના ટુકડા કરી તેને છાયે સુકવીને. તે સુકાય જાય પછી તેને ટોપરાના તેલમાં નાખી ઉકાળવું જ્યાં સુધી તે બળી ન જાય ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ તેને એક વાસણમાં ગાળી લો. તેનો ઉપયોગ કરવાથી અકાળે થતા સફેદ વાળને તે કાળા બનાવે છે. બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવા. દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડવી. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય. અને વાળ કાળા પણ થશે. દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે. તલ ખાવાથી અથવા તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

અડધા કપ દહી મા એક ચપટી કાળીમરી તેમજ એક ચમચી ભરીને લીંબુનો રસ ભેળવીને વાળમા લગાવો. સાત મિનિટ બાદ ધોઇ લો. તમારા વાળ કાળા થવા લાગશે. રોજ ઘી થી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. ગાયના દૂધ માંથી બનાવેલુ માખણ ખાવાથી વાળને અકાળે સફેદ થવા દેતુ નથી. તેને નિયમિત ભોજનમા ખાઈ શકાય છે અને અઠવાડિયામાં બે વાર વાળના મૂળમા આ માખણની માલિશ કરવાથી ફાયદો થાય છે. નાળિયેર તેલથી માથા પર માલિશ કરવાથી વાળના મૂળિયા જાડા અને મજબૂત બને છે અને વાળમાં કુદરતી કાળાશ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *