સાત મહિના ના ગર્ભ સાથે એ.સી.પી. રાત્રે પણ બજાવે છે પોતાની ફરજ, પોતાના જ કોન્સ્ટેબલ પર કેમ થઈ ગુસ્સે

Spread the love

મિત્રો, આ કોરોના સામેના યુધ્ધમા પોલીસ કર્મચારીઓ નુ વિશેષ યોગદાન ખુબ જ અગત્ય નુ છે. લોકડાઉન દરમિયાન લોકો પાસે નીતિ-નિયમોનુ પાલન કરાવવા માટે પોલીસ કર્મચારીઓ ખૂબ જ અગત્યની કામગીરી કરી રહ્યા છે. તેઓ આ સમસ્યાને નાથવા માટે દિવસ-રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. હાલ, છત્તીસગઢ નો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમને પણ પોલીસ કર્મચારીઓ પ્રત્યે માન વધી જશે.

હાલ, અહી ૭ માસનો ગર્ભ ધરાવતી એ.સી.પી. સ્ત્રી પોલીસ અધિકારી રાત્રે રસ્તા પર પોતાની ફરજ નીભાવી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ રાયપુરની એ.સી.પી. અમૃતા સોરી ધ્રૂવના ફોટા વાયરલ થઇ રહ્યા છે. તે રાત્રે પગપાળા જ રસ્તા પર પેટ્રોલિંગ કરતી નજરે પડે છે. લોકો તેમના આ જુસ્સા ને સલામ કરી રહ્યા છે.

આ સમયે તેમણે ઘરે બેસીને આરામ કરવો જોઇએ એ સમયે તે લોકોની સુરક્ષા માટે દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. એ.સી.પી. અમૃતા સોરી ધ્રૂવ રાત્રે રસ્તાઓ પર વાહનો ના નિરીક્ષણ અને ચેકિંગ ની વ્યવસ્થામા જોવા મળે છે તો ક્યારેક લોકોને આ કોરોના ની સમસ્યા વિશે માહિતી આપી માસ્ક અને સેનેટાઇઝર પણ વહેંચતા નજરે પડે છે.

ફક્ત આટલુ જ નહી તે કામ વિના ઘરેથી બહાર નીકળતા લોકોને ફટકાર પણ લગાવે છે. રાત્રે ચેકિંગ દરમિયાન એ.સી.પી. અમૃતા સોરી ધ્રૂવે રાયપુર પોલીસ ના બે કોન્સ્ટેબલ ની દારૂ ની હેરાફેરી કરવાના કેસ મા ધરપકડ કરી હતી. ફક્ત આટલુ જ નહીં પરંતુ, તે બંને ને જેલમા મોકલી સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામા આવ્યા હતા. અમૃતા સોરી ધ્રૂવ ૨૦૦૭ બેચ ની રાજ્ય પોલીસ સેવા ની અધિકારી છે.

અમૃતાના પતિ અનિજ ક્લાસ-૨ અધિકારી છે. એક બાજુ લોકો અમૃતા ને કોરોના સામેના યુધ્ધમા યોદ્ધા તરીકે સંબોધી રહ્યા છે તો બીજી બાજુ અમૃતા નુ કહેવુ છે કે, મને નથી લાગતુ કે હુ કોઈ કોવિડ વોરિયર છુ.  સાચા વોરિયર્સ તો આ રસ્તા પર ફરજ બજાવતા જવાન છે. મે જોયુ છે કે, કોરોના ની આ સમસ્યા સામે યુદ્ધ લડી રહેલા સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ અધિકારી અગત્ય ની ભુમિકા ભજવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *