સાપ ના આપઘાતનો વિડીયો જોઇને તમે પણ થઈ જશો ચકિત, રસ્તા પર ફેણ પછાડી પછાડીને આપી દીધો જીવ
અત્યાર સુધી તમે માણસોના આપઘાતના તો અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યુ હશે પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે પ્રાણીઓ પણ આપઘાત જેવુ પગલુ ભરી શકે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે કે જેમા તમે એક સાપ ને આપઘાત કરતા જોઇ શકો છો. જો કે આ વીડિયો હમણાનો નહિ પરંતુ જુનો છે પરંતુ સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમા તમે જોઇ શકો છો કો એક કાળા રંગનો સાપ ગુસ્સામા ને ગુસ્સામાં રસ્તા પર જ પોતાની ફેણ પછાડી પછાડીને આપઘાત કરી રહ્યો છે. આ વિડીયોમા સાપ અચાનક જ પોતાની ફેણ પછાડવાનુ શરૂ કરી દે છે અને થોડા જ સમયમા તેનુ મોત થઇ જાય છે. અત્યાર સુધી તો એવુ જ માનવામા આવતુ હતું કે માત્ર મનુષ્ય સિવાય પ્રકૃતિનો અન્ય કોઇપણ જીવ પોતે જ પોતાનો જીવ ક્યારેય લેતો નથી. પરંતુ સાપ વિશે આવી રહેલી નવી જાણકારી અને આ વિડીયો આ માન્યતાને પડકાર્યો છે.
સાપ ના આપઘાતના સવાલે વૈજ્ઞાનિકોને પણ એક વખત વિચારતા કરી મુક્યા છે. કેટલાંક લોકોનુ એવું પણ કહેવુ છે કે સાપનુ ઝેર તેના પર અસર કરતુ હોતું નથી. માટે તે પોતાના જ ઝેરી ડંખથી આપઘાત ન કરી શકે. સાથે જ કેટલાંક સાપ તજજ્ઞો પોતાની નજરે જોયેલી ઘટનાઓનુ વર્ણન કરતા જણાવે છે કે ઘાયલ થવા અથવા તો અક્ષમ થવા પર સાપ આપઘાતનો માર્ગ પસંદ કરતા હોય છે.
જુઓ વિડીયો :