રોજ રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ૩ વસ્તુઓ નાખીને પીવો, તમારા પેટની ચરબી અચાનક જ થઇ જશે ગાયબ

Spread the love

આજના સમયમાં મોટાભાગના લોકો તેમના જાડાપણાથી પરેશાન છે. જો તેનું મુખ્ય કોઈ કારણ હોય તો તે છે બહારની ખાણી પીણી અને પ્રદુષણ. દરેક વ્યક્તિ પાતળા અને સુંદર બનવા માંગતા હોય છે. પરંતુ સ્થૂળતા તેમની સુંદરતાની ડાઘ સમાન છે. આપણા જાડાપણા ને લીધે આપણું શરીર કદરૂપું લાગે છે. આ બધી સમસ્યા બહારની વસ્તુઓ વધુ ખાવાથી થાય છે.

અત્યારે સમયના અભાવે લીધે લોકો બહારના ખાવા પર વધુ નિર્ભર હોય છે. બહારની વસ્તુઓ ખાવાથી આપણું શરીર વધવા લાગે છે, અને આપણે જાડા થતા જઈએ છીએ. બહારના ખોરાકમાં તેલ અને મસાલા વધુ હોવાથી તે આપણા શરીરની ચરબી વધારે છે. જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો તો ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે આ લેખમાં એવા ચમત્કારી રસ વિષે વાત કરીશું, તેનું નિયમિત એક ગ્લાસ સેવન કરવાથી તમે થોડા દિવસમાં જ પતલા થવા લાગશો.

આ રસનો ઉપયોગ સુતા પહેલા કરવાનો રહેશે. આજે આપણે કાકડીના રસ વિષે વાત કરી રહ્યા છીએ. તે આપણા પેટને સાફ રાખે છે, અને શરીરમાં ચરબીનું પ્રમાણ પણ વધવા દેતું નથી. તેની અંદર કેલેરી ઓછા માત્રામાં જોવા મળે છે. તે તમારા વજનને ઘટાડવામાં ખુબ ઉપયોગી બને છે.

આવશ્યક સાધન-સામગ્રી :

આ રસ તૈયાર કરવા માટે તમારે બે કાકડી, બે ચમચી લીંબુનો રસ, એક નાનો ટુકડો આદુ, બે ચમચી ખાંડ, એક ચમચી શેકલા જીરૂનો પાવડર, ત્રણ થી ચાર ફૂદીનાના પાન અને સ્વાદ મુજબ નમકની આવશ્યકતા પડશે.

રીત :

સૌ પ્રથમ એક કાકડીને સાફ કરી લો. ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લો. તેની છાલને કાઢ્યા વગર તેને જ્યુસરમાં નાખો. આદુ અને ફુદીનાના પાનને પણ તેમાં મિક્સ કરો. તેમાં ખાંડ, લીબુનો રસ, જીરું પાવડર અને નિમકને નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તે જ્યુસનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ સાંજે સુતા પહેલા કરવાનો રહેશે. આ જ્યુસ પીવાથી થોડા જ દિવસોમાં તમે પાતળા થવા લાગશો, અને તમારી વધારાની ચરબી દુર થશે. થોડા દિવસોમાં તમે ફીટ અને સુંદર દેખાવા લાગશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *