રોજ ખાઓ એક “ફુદીના” નુ પાન, જડમૂળ માથી દુર થશે આ જટિલ દશ રોગ, જાણો તેના લાભ વિશે…

Spread the love

ફોદીનાનો સ્વાદ અને સુગંધ કોઈપણ વ્યક્તિને તરોતાજા કરી દે છે. ફોદીના ની અંદર વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ફોદીનાના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે લાભ થતા હોય છે. સામાન્ય રીતે રસોઈનો સ્વાદ વધારવા માટે ફોદીનાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે તેનો ઉપયોગ કરીને પેટને લગતી દરેક તકલીફઓમાંથી પણ છુટકારો મેળવી શકાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફૂદીનાના પર્ણ ના અમુક એવા ફાયદાઓ કે જે તમારા માટે થશે ઉપયોગી.

મુખની દુર્ગંધ માટે :

મુખમાંથી આવતી દુર્ગંધ દુર કરવા માટે ફોદીનાના સુકા પર્ણ નું ચૂર્ણ બનાવી તેના વડે મંજન કરો. આમ કરવાથી તમારા મુખમાં આવતી દુર્ગંધ દુર થાય છે. સાથે સાથે તમારા દાંતની અન્ય તકલીફો પણ દૂર થઇ જાય છે.

ખીલને ભગાડવા :

ફોદીનાના થોડા પર્ણ લઈ તેની અંદર ૨ થી ૩ બુંદ લીંબુનો રસ ભેળવી ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરા ઉપર રહેલા ખીલ અને તેના ડાઘા દૂર થઈ જાય.

બ્લડપ્રેશર કંટ્રોલ કરવા :

ફૂદીનાના પર્ણ હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર આમ બને પ્રકારના બ્લડ પ્રેશરની તકલીફ મદદરૂપ સાબિત થાય છે. ફોદીના ના પર્ણ ની અંદર એક ચપટી મીઠું તીખાં અને સિંધવ ઉમેરી સેવન કરવાથી લો-બીપીની તકલીફમાં રાહત મળે છે. હાઈબ્લડપ્રેશરના દર્દીઓ ફોદીનાના પર્ણનો સીધું જ સેવન કરી શકે છે.

પેટની તકલીફમા :

ફુદીનો પેટ સાથે સંકળાયેલ તમામ રોગોને દૂર કરવામાં સહાયરૂપ સાબિત થાય છે. જો કાયમ ફોદીનાની અંદર લીંબુ નો રસ તથા મધ નાખીને તેનુ સેવન કરવામાં આવે તો તેના લીધે પેટને લગતી બધી જ તકલીફો દૂર થઈ જાય છે.

પીરીયડસ :

જો તમારે પણ પિરીયડ સમયે ન આવતું હોય તો તમે ફોદીનાના રસનું સેવન કરી શકો છો. પુદીના ના સુકા પર્ણનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી પિરીયડની તકલીફમાં રાહત મળે છે.

ડિહાઇડ્રેશનથી મુક્તિ :

ડીહાઈડ્રેશનની ઘાતક સમસ્યા થી બચવા માટે ફુદીનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ડિહાઇડ્રેશનની તકલીફ ના ફુદીનો કાંદા તથા લીંબુના રસને સમાન માત્રામા મિક્ષ કરીને પીવાથી ફાયદો મળે છે.

લુ લાગવા પર :

ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફોદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી લૂ લાગવાની તકલીફથી બચી શકાય છે. વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પર્ણ ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે.

એડકી દૂર કરવા :

ફૂદીનાનો રસ પીવાથી હેડકી ની તકલીફમાંથી છૂટકારો મળે છે. એકાએક જ અટકી ને બંધ કરવા માટે ફોદીનાના રસમાં લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *