રવિ મારો પતિ છે તારો નહિ, પત્નીની હાજરીમા જ પ્રેમિકા પ્રેમીના ઘરમા ઘૂસી ગઈ અને…

Spread the love

એક પ્રેમિકા મહિલાએ પરિણીત પ્રેમી પુરુષના ઘરમાં ઘૂસી જઇને પ્રેમીની પત્ની પર હુમલો કર્યો હતો. જે ઘટનાના કેસમા પ્રેમિકા મહિલાને માનનીય કોર્ટે ૬ મહિનાની સજા કરી છે.

આ મામલા વિષે મળતી વિશેષ માહિતી અનુસાર, ગુજરાત રાજ્યના વડોદરા શહેરના તરસાલી રવિપાર્કની બાજુમા સહજાનંદ સોસાયટીમા રહેતા મીનાબહેન રવિભાઇ પાટીલ ગત તા.૩-૧-૨૦૧૭ ના રોજ બપોરે ૧૨ વાગ્યા આસપાસ ઘરે હતા. તે જ સમયે રવિની પ્રેમિકા આશાબહેન પંકજભાઇ પટેલ (રહે. આર.બી.જી. કોમ્પલેક્ષ જલારામ મંદિર પાસે કારેલીબાગ, વડોદરા) ત્યા આવી હતી. મીનાબહેનના સાસુ અને સસરાની હાજરીમા જ આશાબહેન પટેલે મોટે મોટેથી રાડો પાડી પૂછ્યુ હતુ કે ક્યાં છે રવિ?

ઉશ્કેરાયેલા આશાબહેન પટેલે કર્યું કઈક આવુ

આશાબહેનના ઉશ્કારેયેલા મોટે મોટેથી પૂછાયેલા પ્રશ્નના જવાબમાં, મીનાબહેને ઘરની બહાર આવીને આશાબહેનને પ્રત્યોતર આપ્યો હતો કે, રવિ તો મારી પાસે જ છે. ટુ મને આવો પ્રશ્ન કેમ પૂછે છે? ત્યારે ઉશ્કેરાયેલી આશાબહેન પટેલે મીનાબહેન સાથે મારપીટ કરી ધમકી આપી હતી કે રવિ મારો પતિ છે તારો નહિ.

ત્યારબાદ તરત જ મીનાબહેને સ્થાનિક પોલીસને ફોન કરતા હુમલાખોર આશાબહેન પટેલ તેના ઘરેથી ભાગી ગયા હતા. જે મામલે મકરપુરા સ્થાનિક પોલીસ સ્ટેશનમા કાયદાકીય ગુનો દાખલ થયો હતો. આ કેસ અત્રેની કોર્ટમા ચાલતા સરકારી વકીલ શ્રી પ્રણવ જોશી સાહેબની રજુઆતો સાંભળી માનનીય મેજીસ્ટ્રેટ સાહેબે અપરાધી આશાબહેન પંકજભાઇ પટેલને ૬ મહિનાની કેદની સજા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *